Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તહેવારો ટાણે તસ્કરો પર પોલીસનો સકંજો:ઘરફોડ ચોરીના ગુનામાં જામીન પર છૂટેલા સિખલીગર ગેંગના સાગરીત શની દેવીપૂજકની પાસા હેઠળ અટકાયત, ફરી જેલ હવાલે કરાયો

    3 days ago

    આગામી તહેવારો અને વેકેશનના સમયગાળા દરમિયાન ગાંધીનગર જિલ્લામાં ચોરી અને ઘરફોડ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ પર કડક અંકુશ મેળવવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. જે અન્વયે ઘરફોડ ચોરીના ગુનામાં જામીન પર છૂટેલા સિખલીગર ગેંગના સાગરીત શની દેવીપૂજકની પાસા હેઠળ અટકાયત કરી જામનગર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. ગાંધીનગર પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ઇસમો વિરુદ્ધ પાસા હેઠળ અસરકારક કાર્યવાહી કરવા માટે LCB સહિત તમામ થાણા ઇન્ચાર્જને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની વિગતો એકત્ર કરી તપાસ તેજ કરી હતી. તપાસમાં ઘરફોડ ચોરીનો આરોપી જામીન પર મુક્ત થયો હોવાનું સામે આવ્યું આ તપાસ દરમિયાન જિલ્લામાં ઘરફોડ ચોરીઓ કરી તરખાટ મચાવતી સિખલીગર ગેંગના ઝડપાયેલા સાગરીતો પૈકીનો દહેગામનો આરોપી શની ઉર્ફે સમીર રમેશ દેવીપૂજક તાજેતરમાં જામીન પર મુક્ત થયો હોવાનું સામે આવ્યું હતું. જે ફરીથી ઘરફોડ ચોરીઓ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપે તેવી શક્યતા જણાતાં તેની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પીઆઇ. કે.જે. રાઠોડના નિર્દેશ હેઠળ પાસા દરખાસ્ત તૈયાર કરી મંજૂરી અર્થે ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી આપવામાં આવી હતી. આરોપી શનીને જામનગર જિલ્લા જેલમાં ધકેલાયો જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા દરખાસ્તના કાગળોનો ગહન અભ્યાસ કરીને આરોપી શની ઉર્ફે સમીર દેવીપૂજક વિરુદ્ધ પાસાનું વોરંટ ઇશ્યૂ કર્યું હતું અને તેને જામનગર જિલ્લા જેલ ખાતે અટકાયતમાં રાખવા હુકમ કર્યો હતો. જેના પગલે એલસીબીએ તાત્કાલિક વોરંટની બજવણી કરીને આરોપીને ચુસ્ત પોલીસ જાપ્તા હેઠળ જામનગર જિલ્લા જેલ ધકેલી દેવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રાન્સજેન્ડર એક્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી:મહિલા સંગઠનનો સવાલ- શું સર્જરી કરાવીને મહિલા બનેલા પુરુષને મહિલાઓના અધિકારો મળવા જોઈએ
    Next Article
    ભાવનગરમાં જૂની અદાવતમાં યુવકનું અપહરણ કરી ધોકા-હોકીથી માર માર્યો:પિલનગાર્ડન ગેટ પાસેથી યુવકને રિક્ષામાં બેસાડી કુંભારવાડા બાદ સુભાષનગર લઈ જઈ હુમલો કર્યો, 5 શખ્સો સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment