Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિક્રમા, કિસાન મહોત્સવ અને એકતા યાત્રાનું ભવ્ય આયોજન:જૂનાગઢમાં પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાની અધ્યક્ષતામાં ગિરનાર લીલી પરિક્રમા, કિસાન મહોત્સવ અને એકતા યાત્રાના આયોજન સંદર્ભે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકો યોજાઈ.

    10 hours ago

    ​જૂનાગઢમાં આગામી ગિરનારની લીલી પરિક્રમા, કિસાન મહોત્સવ અને દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનાર 'એકતા યાત્રા' ના આયોજન સંદર્ભે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકો યોજાઈ છે. ગઈકાલે કલેક્ટર ઓફિસ મુકામે સરકારના પ્રભારી અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાની અધ્યક્ષતામાં તેમજ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આ અંગેની બેઠક યોજાઈ હતી, જેમાં પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે પાણીની પૂરતી વ્યવસ્થા, રૂટનું માર્ગદર્શન, પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા અને વન્યજીવ સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ​આ અંગે વધુ માહિતી આપતા જૂનાગઢ શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, ગઈકાલથી સરકારના જૂનાગઢના પ્રભારી અને ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા જૂનાગઢની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે સાંજે ૫ વાગ્યે જૂનાગઢમાં કલેક્ટર ઓફિસ મુકામે આગામી દિવસોમાં યોજાનાર ગિરનારની લીલી પરિક્રમા તેમજ અન્ય કાર્યક્રમો અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ​શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ આગામી સમયમાં યોજાનાર મુખ્ય કાર્યક્રમો વિશે વિગતવાર જણાવ્યું હતું કે, આગામી ૩૦ તારીખે કિસાન મહોત્સવ કાર્યક્રમ બનાસકાંઠા ખાતે આયોજિત થનાર છે, જે જૂનાગઢ જિલ્લામાં પણ તમામ જિલ્લા પંચાયતની સીટોમાં યોજાશે અને સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં સહાયનો હપ્તો આપવામાં આવશે. આ ઉપરાંત ત્રીજો મહત્વનો કાર્યક્રમ ૩૧ તારીખે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાશે, જેના ઉપક્રમે તમામ વોર્ડમાંથી અને જૂનાગઢ જિલ્લામાં ભવ્ય 'એકતા યાત્રા' નું આયોજન કરવામાં આવ્યું છે. ​ગઈકાલે કલેક્ટર ઓફિસ ખાતે વહીવટી તંત્ર, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે પરિક્રમા અંગે બેઠક યોજાયા બાદ, આજરોજ સર્કિટ હાઉસ મુકામે જૂનાગઢ મહાનગર અને જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંગઠનના કાર્યો અને આગામી કાર્યક્રમોની વ્યવસ્થા અંગે વિશેષ બેઠક યોજાઈ હતી. આ બંને બેઠકો પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી, જેમાં આગામી ત્રણેય મોટા કાર્યક્રમોને સફળ બનાવવા અને વધુમાં વધુ લોકોને જોડવા માટે વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ-વડનગર સુપરફાસ્ટ ટ્રેનને અંકલેશ્વરમાં સ્ટોપેજ મળ્યું:સાંસદ મનસુખ વસાવાએ લીલીઝંડી આપી; ભરૂચ-કલેશ્વરના મુસાફરોને અમદાવાદ-મહેસાણા જવામાં સુવિધા મળશે
    Next Article
    અમદાવાદ પ્લેન ક્રેસ બાદ એરક્રાફ્ટ મેઇન્ટેનન્સ એન્જિનિયરની માગ વધી:ગુજરાતની પ્રથમ એવિયેશન તાલીમ આપતી NDC ઇન્સ્ટિટ્યૂટને યુકે હાઉસ ઓફ લોર્ડ્સમાં સન્માન, જાણો એડમિશન સહિતની માહિતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment