Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ-વડનગર સુપરફાસ્ટ ટ્રેનને અંકલેશ્વરમાં સ્ટોપેજ મળ્યું:સાંસદ મનસુખ વસાવાએ લીલીઝંડી આપી; ભરૂચ-કલેશ્વરના મુસાફરોને અમદાવાદ-મહેસાણા જવામાં સુવિધા મળશે

    11 hours ago

    વલસાડ-વડનગર સુપરફાસ્ટ ટ્રેનને અંકલેશ્વર રેલવે સ્ટેશન પર સ્ટોપેજ મળ્યું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લીલીઝંડી આપી ટ્રેનને રવાના કરી હતી. આ સ્ટોપેજથી અંકલેશ્વર અને ભરૂચના મુસાફરોને અમદાવાદ તથા મહેસાણા જવામાં સુવિધા મળશે. ઉત્તર ગુજરાતના ઘણા લોકો અંકલેશ્વરમાં રહે છે. તેમને ઉત્તર ગુજરાત જવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ટ્રેનને સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી હતી. આ સુવિધાથી દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત જતા મુસાફરોને પણ લાભ મળશે. અમદાવાદમાં સારવાર માટે જતા દર્દીઓ અને તેમના પરિવારજનો ટ્રેનના સમય પ્રમાણે મુસાફરી કરી એક જ દિવસમાં સારવાર લઈને પરત ફરી શકશે તેવી શક્યતા છે. કેન્સર સહિતના રોગોની સારવાર માટે જતા લોકોને પણ તેનો લાભ મળી શકે છે. આ પ્રસંગે રેલવે વિભાગના ડીઆરએમ રાજુ ભડકે, નોટિફાઇડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા, જશુ ચૌધરી સહિતના આગેવાનો અને રેલવે કર્મચારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ રેન્જના આઈજીએ ટાંગલિયા કળા નિહાળી:સુરેન્દ્રનગરમાં કારીગર લવજી પરમારના ઘરે જઈ વણાટ અને પરંપરાગત કળા વિશે જાણ્યું
    Next Article
    પરિક્રમા, કિસાન મહોત્સવ અને એકતા યાત્રાનું ભવ્ય આયોજન:જૂનાગઢમાં પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાની અધ્યક્ષતામાં ગિરનાર લીલી પરિક્રમા, કિસાન મહોત્સવ અને એકતા યાત્રાના આયોજન સંદર્ભે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકો યોજાઈ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment