Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગ:દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા, કાપડ-મંડપ સહિતના સામાન બળીને ખાખ

    14 hours ago

    રાજકોટમાં જામનગર રોડ પર આવેલી માધાપર ચોકડી પાસે માર્વેલના શોરૂમની પાછલ Z ઇવેન્ટના મંડપ સર્વિસ અને ડેકોરેશનના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં લાકડા, કાપડ અને ફર્નિચર સહિતનો જ્વલનશીલ સામગ્રીનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગે ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરૂપ દારણ કર્યું હતું. ગોડાઉનમાંથી ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફર્નિચર-મંડપનો તમામ ડેકોરેશનનો સામાન બળીને ખાખ ઘટના અંગે નજરે જોનાર પ્રત્યક્ષદર્શી દિનેશ રાજપૂતે જણાવ્યું હતું કે, તેઓ ઘટનાસ્થળની નજીક જ હતા અને તેમણે જોયું કે પહેલી ગલીમાંથી આગ લાગવાની શરૂઆત થઈ હતી. આગ ધીમે ધીમે વધતી વધતી પાછળના ભાગ સુધી ફેલાઈ ગઈ હતી, જેમાં ફર્નિચર અને મંડપનો તમામ ડેકોરેશનનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ભયાનક સ્થિતિ જોઈને સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. નજીકમાં કોઈએ કચરો સળગાવ્યા બાદ આગ લાગી હોવાનું પણ તેણે જણાવ્યું હતું. આગ વિકરાળ હોવાથી અન્ય ફાયર ફાઈટરની મદદ મંગાવી બનાવની જાણ થતાં જ રામાપીર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. લિડિંગ ફાયરમેન અમલિયાર મેહુલકુમાર રાજુભાઈએ વિગતો આપતા જણાવ્યું કે, તેમને અંદાજે અડધો કલાક પહેલા જામનગર રોડ માધાપર ચોકડી પાસે મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ઘટનાસ્થળે પહોંચીને જોયું તો આગ ખૂબ જ વિકરાળ હતી, જેથી તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરીને અન્ય ફાયર ફાઇટરોની મદદ મંગાવવામાં આવી હતી. આ દુર્ઘટનામાં જાનહાનિ કે કોઈને ઇજા થયાના સમાચાર નથી ફાયર વિભાગની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો છે. સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ઇજા થયાના સમાચાર નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ કચરો સળગવાથી કે અંદર રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ફેલાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ફાયર જવાનોની સમયસૂચકતાને કારણે મોટી હોનારત ટળી હતી.
    Click here to Read More
    Previous Article
    લિવ ઈનમાં રહેતી પ્રેમિકાના વિયોગમાં પ્રેમીનો આપઘાત:રાજકોટમાં કેન્સરની બીમારીથી કંટાળી આધેડે જીવન ટૂંકાવ્યું, દુષ્કર્મના ગુનામાં ફરાર કેદી ઝડપાયો
    Next Article
    જામનગર-ખંભાળિયા હાઈવે પર 15 જેટલાં ગેરકાયદે બાંધકામો દૂર કરાયાં:ગોરધનપરના પાટિયાથી લાખાબાવળ સુધી સરકારી જમીન પર ડિમોલિશનની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment