Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં સોની પરિવારનો સામૂહિક આપઘાત:ત્રણ માળના બંગલામાં માતાએ દીકરા-દીકરી સાથે ફાંસો ખાધો, પતિનું વર્ષ પહેલા હાર્ટ એટેકથી અવસાન થયું હતું

    11 hours ago

    વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલી દલા પટેલની પોળ (નરસિંહજીની પોળ)માં રહેતા સોની પરિવારના 50 વર્ષીય માતાએ પોતાના પુત્ર અને પુત્રી સાથે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને સામૂહિક આત્મહત્યા કરી. ગતરોજ બપોરના સમયે 50 વર્ષીય માતા આરતીબેન સોની, તેમનો મોટો પુત્ર નીલકંઠ સોની અને નાની પુત્રી જેની સોનીએ એકસાથે જીવન ટૂંકાવ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. મૃતક આરતીબેન સોનીના પતિનું એક વર્ષ અગાઉ હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ત્રણેય મૃતદેહોનો કબજો સંભાળી આ સામૂહિક આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા સઘન તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોએ અલગ-અલગ જગ્યાએ ગળાફાંસો ખાધો DCP એન્ડ્રુ મેકવાને આ ઘટના અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ આરતીબેન સોની, તેમના પુત્ર નીલકંઠ અને પુત્રી ઝલક એમ એક જ પરિવારના ત્રણ સભ્યોએ અલગ-અલગ જગ્યાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૃતદેહોમાંથી દુર્ગંધ આવતી હોવાથી બનાવને થોડો સમય વીતી ગયો હોવાની શક્યતા છે પરંતુ, મૃત્યુનો ચોક્કસ સમય અને કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલ ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે સઘન સર્ચ કરી, પરિવારજનો તેમજ નિકટના સંપર્કોની પૂછપરછ હાથ ધરીને એડી (અકસ્માતે મોત) નોંધી આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલમાં 12 કલાકમાં બાજી પલટી:નેતન્યાહૂ 7મી વાર વડાપ્રધાન બની શકે, આ પરિણામથી ભારતને ફાયદો, ઇરાનમાં વિનાશ વેરે તો દુનિયામાં ફરી સંકટ સર્જાઇ શકે
    Next Article
    બોટાદમાં LCBએ દારૂની 864 બોટલ જપ્ત કરી:બે સ્થળે કાર્યવાહી; રૂ. 5.36 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment