Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળના ટાવર ચોકમાં જરૂરિયાતમંદો માટે કપડાં વિતરણ:માનવતા સંસ્થા દ્વારા સતત ચોથા વર્ષે પહેલ;પક્ષી સંરક્ષણ અને સ્વચ્છતાનો પણ સંદેશ

    8 hours ago

    દિવાળીના પર્વે દરેક પરિવારના આંગણે ખુશીઓનો દીપ પ્રગટે અને જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર પણ સ્મિત છલકાય તેવા ઉમદા હેતુ સાથે વેરાવળના ટાવર ચોક ખાતે માનવતા સંસ્થા દ્વારા નિઃશુલ્ક કપડાં વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલું આ અભિયાન ઉનામાં છેલ્લા 11 વર્ષથી અને વેરાવળમાં સતત 4 વર્ષથી સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું છે. ટાવર ચોકમાં મંડપ ઊભો કરાયો માનવતા સંસ્થાના સભ્ય અને બિઝનેસમેન કમલેશ ચંદનાણીના જણાવ્યા અનુસાર, દરેક વ્યક્તિ દિવાળીની ઉજવણી આત્મસન્માન સાથે કરી શકે તે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ માટે ટાવર ચોક ખાતે મંડપ ઊભો કરીને વ્યવસ્થિત પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. નાગરિકો પોતાની પાસે રહેલા વધારાના, નવા-જૂના કે સારી સ્થિતિના બિનઉપયોગી કપડાં તેમજ વસ્તુઓ અહીં સ્વેચ્છાએ અર્પણ કરી શકે છે. પસંદગી મુજબ નિઃશુલ્ક કપડાં મેળવવાની તક આ પહેલની મુખ્ય વિશેષતા એ છે કે જરૂરિયાતમંદ લોકોને તૈયાર કપડાં સ્વીકારવાની ફરજ પડતી નથી, પરંતુ તેઓ પોતાની પસંદગી અને જરૂરિયાત મુજબ કપડાં પસંદ કરી શકે છે. આ તમામ વસ્તુઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવે છે. આ વ્યવસ્થાથી એક તરફ બિનઉપયોગી વસ્તુઓનો યોગ્ય સદુપયોગ થાય છે, તો બીજી તરફ જરૂરિયાતમંદ પરિવારો તહેવારની ખુશીઓમાં આત્મસન્માન સાથે સહભાગી બની શકે છે. કાર્યકરો દ્વારા સતત બે દિવસથી સેવા ઉનામાં પ્રથમ વર્ષથી જ આ અભિયાનને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ અને સહકાર મળી રહ્યો છે. વેરાવળ ખાતે પણ ગૌરવ, કુલદીપ સહિતના ટીમ સભ્યો ખભેખભા મિલાવીને સેવા આપી રહ્યા છે. વ્યવસ્થા જાળવવાથી લઈને વિતરણ કાઉન્ટર પર કામગીરી કરવા સુધીના વિવિધ કાર્યોમાં ટીમના સભ્યો સતત 2 દિવસથી જાગીને પૂર્ણ નિષ્ઠા સાથે સહયોગ આપી રહ્યા છે. ચકલી બચાવો અને સ્વચ્છતા જાગૃતિ અભિયાન માનવતા સંસ્થા છેલ્લા 8 વર્ષથી બારેમાસ 'ચકલી બચાવો અભિયાન' હેઠળ કોઈપણ નફા વગર ચકલીઘર અને ફીડરનું વિતરણ કરે છે. આ વર્ષે વેરાવળમાં પ્રથમ વખત ટ્રાફિક નિયમ પાલન અને સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યા છે. પોસ્ટર અને જાહેરાતના માધ્યમથી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તથા આસપાસ સ્વચ્છતા જાળવવા માટે વિશેષ અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છમાં આરોગ્ય સેવાઓ સુધારવા સમિતિઓની સમીક્ષા:ટીબી મુક્ત ભારત અભિયાન અને માતા-બાળ આરોગ્ય સહિતના મુદ્દાઓ પર ચર્ચા
    Next Article
    'ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ...:જજ એમ.એ.શેખે સંસ્કૃત શ્લોક ટાંકી વિદ્યાર્થિનીની છેડતી કરનાર શિક્ષકને 4 વર્ષની સખત કેદની સજા ફટકારી, પાટણનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment