Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં કાકા-ભત્રીજા પર 4 રાઉન્ડ ફાયરિંગ, એકનું મોત:બાઈક ચલાવવા બાબતે ઝઘડો થતાં શખસે પિતાને હથિયાર સાથે બોલાવ્યાં; મૃતકનો પરિવાર પોલીસ વિભાગ સાથે જોડાયેલો

    3 days ago

    રાજકોટમાં બુધવારે ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના નાનામવા રોડ પર આવેલા મોકાજી સર્કલ પાસે બાઇક ચલાવવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં કાકા-ભત્રીજા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણદીપસિંહનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમના કાકા ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પિતાને હથિયાર સાથે બોલાવી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યુંઃ બી. જે. ચૌધરી, ACP વધુમાં એસીપી બી. જે. ચૌધરીએ જણાવ્યું કે, મૃતક કૃષ્ણદીપસિંહ મોકજી સર્કલ પાસેથી ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા માણસો સાથે તેમને કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલી બાદ તે વ્યક્તિઓએ પોતાના પિતાને હથિયાર સાથે ત્યાં બોલાવ્યા હતા અને તીક્ષ્ણ હથિયાર કે રિવોલ્વર જેવા હથિયારમાંથી સીધું આવીને જ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં કૃષ્ણદીપસિંહને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હોવાથી હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતકનો પરિવાર પોલીસ વિભાગ સાથે જોડાયેલો ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને આ મામલે હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આ હુમલાને અંજામ આપીને ફરાર થઈ ગયેલા આરોપીઓની શોધખોળ કરવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસવાની તેમજ લોકેશનના આધારે તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે. જોકે પ્રાથમિક તપાસમાં હજી કોઈ આરોપીઓના ચોક્કસ નામ સામે આવ્યા નથી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, મૃતક કૃષ્ણદીપસિંહના ભાઈ પોલીસ વિભાગમાં જીઆરડી (ગ્રામ રક્ષક દળ) ટીમમાં ફરજ બજાવે છે. રણજીત વાળા અને તેના બે પુત્રએ આપ્યો ઘટનાને અંજામ: ACP, ક્રાઇમ બ્રાન્ચ ઘટના અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત બસિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, 8 જુલાઈના સાંજના સમયે બાઈક ચલાવવા બાબતે માથાકૂટ થઈ હતી. જે બાદ મવડીના નવલનગરમાં રહેતા રણજીત વાળા અને તેમના બે પુત્ર રાજવીર અને અભી વાળા દ્વારા મોકાજી સર્કલ પાસે રહેતા કાકા રહેન્દ્રસિંહ અને ભત્રીજા કૃષ્ણદીપસિંહ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ભત્રીજા કૃષ્ણદીપસિંહનું મૃત્યુ થયું છે, જ્યારે કાકા રહેન્દ્રસિંહને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હત્યામાં 8 જેટલા શખસો સામેલ હોવાનું પ્રાથમિક અનુમાન યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહના મૃતક અને તેનો પરિવાર કૌટુંબિક સગા થતા હોવાનું સામે આવ્યું છે. હત્યાની ઘટનામાં 7થી 8 જેટલા શખ્સો સામેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અજમેરમાં વરસાદથી મકાન ધરાશાયી, 3 દટાયા:MPમાં યુવક નદીમાં તણાયો, દિલ્હીમાં રસ્તાઓ ડૂબ્યા; સુરતમાં પૂરથી 3 દિવસમાં 19 મોત
    Next Article
    હિંમતનગર બાયપાસ-પોલાજપુર રોડનું ખાતમુહૂર્ત:ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાના હસ્તે માર્ગ નિર્માણ કાર્ય શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment