Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આખો દિવસ ફોન જુએ છે..ભણવા બેસ' કહેતા પુત્રએ ફાંસો ખાંધો:સુરતમાં માતાએ ઠપકો આપતાં દીકરાને લાગી આવ્યું, પિતાએ કહ્યું- સ્કૂલેથી આવીને દફતર ફેંકી મોબાઈલમાં જ વળગતો

    9 hours ago

    સુરતના સચિન વિસ્તારમાં માતાએ મોબાઈલ મૂકીને પરીક્ષાની તૈયારી કરવાનું કહેતાં જ ધોરણ 11માં અભ્યાસ કરતા 16 વર્ષના પીયૂષે જીવન ટૂંકાવ્યું હતું. માતાએ મોબાઈલ વાપરવાની ના પાડી ઠપકો આપતાં આવેશમાં આવીને કિશોરે આ આત્યંતિક પગલું ભરી લીધું હતું. આ કરુણ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે, જ્યારે પિતાની વેદનાએ વાલીઓની ચિંતા વધારી છે. મૂળ ઉત્તર પ્રદેશનો અને ધોરણ 11માં અભ્યાસ કરતો પીયૂષ રાજેન્દ્ર ચૌરસિયા પરીક્ષા હોવા છતાં આખો દિવસ માતાનો મોબાઈલ જોઈ રહ્યો હતો. સાંજે 5 વાગ્યે તેની માતાએ 'આખો દિવસ મોબાઈલ જોયા કરે છે, હવે મૂકી દે અને આવતીકાલની પરીક્ષાનું ભણી લે' તેમ કહેતાં કિશોરે 'મને બધું ભણવાનું આવડે છે' કહી દીધું હતું. માતા બહાર બેઠી અને પિતા ડ્યૂટી પર ગયા ત્યારે ગળાફાંસો ખાધો ગતરોજ સાંજે ભણવા બાબતે ટકોર કર્યા બાદ માતા ઘરની બહાર આવીને બેસી ગઈ હતી અને તેના પિતા નોકરી પર જતા રહ્યા હતા. આ દરમિયાન સાંજે પોણા 7 વાગ્યાના અરસામાં કિશોર મોકો મળતા જ ઘરની અંદર જતો રહ્યો હતો. તેણે છતના પંખા સાથે માતાની ધોતી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. પરીક્ષાના સમયે બનેલી આ ઘટનાથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. તેમજ ઘરમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. પિતાએ કહ્યું- તેને મોબાઈલ ખુબ પસંદ હતો ઘટના અંગે મૃતકના પિતા રાજેન્દ્ર ચૌરસિયાએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેને મોબાઈલ ખુબ પસંદ હતો. સ્કૂલેથી આવે એટલે દફતર ફેંકી દેતો અને તરત જ તે મોબાઈલમાં જ વળગતો હતો. સ્કેલેથી આવીને માતાનો મોબાઈલ જોતો હતો. તેમણે અન્ય વાલીઓ અને બાળકો માટે સંદેશ આપતાં કહ્યું કે, “હું બીજા પિતાઓને એ જ કહીશ કે આવું પગલું કોઈનું પણ બાળક ન ભરે.” વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સચિન વિસ્તારમાં 16 વર્ષના પીયૂષના આ પગલાને કારણે શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. નાની ઉંમરે સામાન્ય બાબતમાં પુત્ર ગુમાવનાર માતા-પિતાની સ્થિતિ અત્યંત દયનીય બની છે. પરીક્ષાના સમયે સ્માર્ટફોનની લત અને અભ્યાસના દબાણ વચ્ચે બનેલી આ ઘટના દર્શાવે છે કે બાળકોમાં મોબાઈલનું વળગણ કેટલું ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જે તમામ વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:મોર્નિંગ વોક માટે નીકળેલા IB ના અધિકારીના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી બે શખ્સ ફરાર
    Next Article
    કચ્છમાં આરોગ્ય સેવાઓ સુધારવા સમિતિઓની સમીક્ષા:ટીબી મુક્ત ભારત અભિયાન અને માતા-બાળ આરોગ્ય સહિતના મુદ્દાઓ પર ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment