Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:મોર્નિંગ વોક માટે નીકળેલા IB ના અધિકારીના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી બે શખ્સ ફરાર

    10 hours ago

    શહેરના પાલડી વિસ્તારમાં રહેતા અને શાહીબાગમાં IB ઓફિસમાં ફરજ બજાવતા અધિકારી વહેલી સવારે ચાલવા નીકળ્યા હતા.અધિકારી ચાલતા ચાલતા સવારે અંજલિ ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા ત્યારે એક બાઈક પર બે અજાણ્યા શખ્સ આવ્યા હતા. જેમાંથી પાછળ બેઠેલા શખ્સે અધિકારીના ખિસ્સામાંથી મોબાઈલ ઝૂંટવી ધરણીધર ચાર રસ્તા પાસે નાસી ગયા હતા.15 હજારના મોબાઇલ ચોરી મામલે અધિકારીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. થલતેજમાં રહેતું વૃષ્ટિ પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. વૃષ્ટિનો સંપર્ક અક્ષેશ પંચાલ અને મોહિત રાજપૂત નામના વ્યક્તિ સાથે થયો હતો. વૃષ્ટિના ક્લાયન્ટને નવરાત્રીમાં વિવેન્ઝા બાય ગોપી ફાર્મમાં પાણીનો સ્ટોલ કરવો હતો જેના માટે અક્ષેશ અને મોહિતે 15 લાખ નક્કી કર્યા હતા જે પૈકી એડવાન્સ પેટે વૃષ્ટિએ ક્લાયન્ટ પાસેથી 4.50 લાખ રૂપિયા લઈને અક્ષેશ અને મોહિતને આપ્યા હતા.જોકે પૈસા આપ્યા બાદ કોઈ સ્ટોલ આપ્યો નહતો કે એગ્રીમેન્ટ પણ કર્યો નહતો. વૃષ્ટિએ તપાસ કરાવતા પાણીનો સ્ટોલ બીજી કંપનીને આપી દેવામાં આવ્યો હતો.જેથી વૃષ્ટિએ આ અંગે આક્ષેપ અને મોહિત વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગરબા રમવા રાજસ્થાનથી આવેલી ત્રણ યુવતીઓના મોબાઈલ અને રોકડ ચોરાયા ચાંદખેડા વિસ્તારમાં આવેલા શરણ-2માં ભાડાના મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે.નવરાત્રીના તહેવાર દરમિયાન રાજસ્થાનથી આવેલી યુવતીઓ ડીમ્પલ સાથે મકાનમાં રોકાઈ હતી.રાત્રે તમામ યુવતીઓ સૂઈ ગઈ હતી ત્યારે કોઈ અજાણી વ્યક્તિ ઘરમાં ઘૂસી હતી અને બે મોબાઈલ ફોન તથા દસ હજાર રૂપિયાની રોકડ ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. આ મામલે રાહુલ ભાટીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કુલ 41 હજાર રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાવી છે. રાહુલ ભાટી તેની બહેન ડીમ્પલ સાથે શરણ-2માં ભાડાના મકાનમાં રહે છે. નવરાત્રી હોવાથી ડીમ્પલની ત્રણ બહેનપણીઓ રાજસ્થાનથી તેની પાસે આવી હતી. તેઓ મકાનમાં રોકાઈ હતી અને રાત્રે સાથે સૂઈ ગઈ હતી. આ દરમિયાન તસ્કરે મકાનમાં પ્રવેશ કરીને ચોરીને અંજામ આપ્યો હતો. સવારે મોબાઈલ ફોન અને રોકડ રકમ ગુમ થયાની જાણ થતાં ચોરીની ઘટના સામે આવી હતી.ડીમ્પલની બહેનપણીઓના મોબાઈલ ફોન અને રૂપિયા ચોરાતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.રાહુલ ભાટીએ પોલીસને ફરિયાદ આપતાં ચાંદખેડા પોલીસે ચોરી અંગે તપાસ શરૂ કરી છે. સ્ટાફ સૂતો હતો, રેસ્ટોરન્ટના સ્ટોરરૂમમાંથી 1.58 લાખનો સામાન ચોરી ભાડજ ખાતે આવેલા ધ સેવન વેલ્સ રેસ્ટ્રો એન્ડ કેફેમાં તસ્કરો સ્ટોરરૂમનું લોક તોડીને 1.58 લાખ રૂપિયાની મત્તા ચોરી ગયા છે. રેસ્ટોરન્ટનો સ્ટાફ સૂતો હતો તે દરમિયાન તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ મેનેજરે માલિકને ફોન કરીને કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. સોલા વિસ્તારમાં હરીદર્શન એવન્યુમાં રહેતા મૌલિક પટેલને ભાડજ ખાતે ધ સેવન વેલ્સ રેસ્ટ્રો એન્ડ કેફે આવેલું છે. રેસ્ટોરન્ટના મેનેજરે મૌલિકને ફોન કરીને જણાવ્યું હતું કે સ્ટાફ રેસ્ટોરન્ટમાં સૂઈ ગયો હતો ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ સ્ટોરરૂમનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તસ્કરો સ્ટોરરૂમમાંથી સામાન ચોરીને ફરાર થઈ ગયા હતા. ચોરાયેલા સામાનમાં 17 ડિનર પ્લેટના સેટ, છ તપેલાં, રસોઈમાં ઉપયોગમાં લેવાતા છ ઝારા, 10 એલઈડી હેલોજન લાઇટ અને કેબલનો સમાવેશ થાય છે. ચોરાયેલા સામાનની કુલ કિંમત 1.58 લાખ રૂપિયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. રેસ્ટોરન્ટમાં સ્ટાફ હાજર હોવા છતાં ચોરીની ઘટના બનતાં માલિકને આર્થિક નુકસાન થયું છે. મૌલિક પટેલે આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ચોરી અંગે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભુજથી દિલ્હી માટે એર ઇન્ડિયાની નવી ફ્લાઇટ શરૂ:મુસાફરોને મોટી રાહત મળશે, સાંસદ વિનોદ ચાવડાએ ગુજરાત અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો
    Next Article
    'આખો દિવસ ફોન જુએ છે..ભણવા બેસ' કહેતા પુત્રએ ફાંસો ખાંધો:સુરતમાં માતાએ ઠપકો આપતાં દીકરાને લાગી આવ્યું, પિતાએ કહ્યું- સ્કૂલેથી આવીને દફતર ફેંકી મોબાઈલમાં જ વળગતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment