Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરવાચોથ પર સેલિબ્રિટીની જેમ ચમકો!:ટ્રેન્ડિંગ સાડી, જ્વેલરી ને મેકઅપના પોકેટ ફ્રેન્ડલી આઈડિયાઝ; જુઓ ગ્લોથી ગિફટ સુધીની કમ્પ્લીટ ગાઇડ

    2 days ago

    કરવાચોથ પર દરેક મહિલા ઈચ્છે છે કે એનો લુક ખાસ હોય. કોઈ પોતાની પસંદગીની એક્ટ્રેસની જેમ સાડી પહેરવા ઈચ્છે છે, તો કોઈ સુંદર મહેંદી, સ્ટાઇલિશ જ્વેલરી અને મેકઅપથી પોતાના અંદાજમાં ચાર ચાંદ લગાવવા ઈચ્છે છે. પરંતુ બોલિવૂડ જેવો લુક મેળવવા માટે હજારો રૂપિયા ખર્ચ કરવા જરૂરી નથી. કરીના કપૂરના રોયલ રેડ અંદાજથી લઈને આલિયા ભટ્ટના પિંક-ટર્કોઈઝ સાડી કોમ્બિનેશન સુધી, એવા કેટલાય સેલિબ્રિટી લુક છે જેને ઓછા બજેટમાં પણ રીક્રિએટ કરી શકાય છે. આ કરવાચોથ પર અમે બતાવી રહ્યા છીએ મહેંદીની સુંદર ડિઝાઇન, ટ્રેન્ડિંગ સાડીઓ, જ્વેલરી અને મેકઅપના એવા ઓપ્શન, જેનાથી તમે તમારા પસંદગીના સેલિબ્રિટી જેવો લુક તૈયાર કરી શકો છો. કરવાચોથ પર મહેંદી મૂકાવવા માટે મંડલા ડિઝાઇનથી લઈને પોટ્રેટ અને મિનિમલિસ્ટ પેટર્ન સુધીના કેટલાય ઓપ્શન્સ છે. યુનિક અને એલિગન્ટ મહેંદી ડિઝાઇન પછી હવે વારો છે પોતાનો ફેવરિટ સેલિબ્રિટી લુક પસંદ કરવાનો. અમે તમારા માટે લઈને આવ્યા છીએ 5 સ્પેશિયલ સેલિબ્રિટી લુક. કરીના કપૂરનો આ રોયલ રેડ લુક ટ્રેડિશનલ અને ક્લાસી સ્ટાઇલનું સુંદર મિશ્રણ છે. લાલ રંગના આઉટફિટ પર ગોલ્ડન ભરતકામ, હેવી ઝૂમખાં, નાની બિંદી અને સટલ મેકઅપ આ લુકને ખાસ બનાવે છે. કરવાચોથ પર ઓછા બજેટમાં મળતા-આવતા આઉટફિટ અને એક્સેસરીઝ પસંદ કરીને તમે આને રીક્રિએટ કરી શકો છો. લુકને બજેટમાં આવી રીતે રીક્રિએટ કરો આ લુકની ખાસિયત છે લાલ રંગનો ટ્રેડિશનલ આઉટફિટ, ગોલ્ડન ભરતકામ, મોટા ઝૂમખાં, નાની લાલ બિંદી અને સટલ મેકઅપ. આઉટફિટ: રેડ બાંધણી સૂટ જ્વેલરી: મોટા ગોલ્ડન ઝૂમખાં મેકઅપ: સ્મોકી આઈઝ અને ન્યૂડ લિપ્સ હેયરસ્ટાઇલ: સ્લીક લો બન એક્સેસરીઝ: બંગડીઓ, બિંદી અને જૂતી આલિયા ભટ્ટનો આ લુક બ્રાઈટ પિંક સાડી અને ટર્કોઈઝ બ્લુ બ્લાઉઝના કોમ્બિનેશનના કારણે ખાસ છે. ગોલ્ડન બોર્ડર, મોટા ઝૂમખાં, ગોલ્ડન બંગડીઓ, નાની બિંદી અને ફૂલો વાળો બન આને ટ્રેડિશનલ અને મોડર્ન ટચ આપે છે. કરવાચોથ પર આ લુકને બજેટમાં રીક્રિએટ કરવા માટે આ વિકલ્પો પસંદ કરી શકો છો. સાડી: બ્રાઈટ પિંક ગોલ્ડન બોર્ડર બ્લાઉઝ: ટર્કોઈઝ પફ સ્લીવ્ઝ જ્વેલરી: ગોલ્ડન ઝૂમખાં અને બંગડીઓ મેકઅપ: સોફ્ટ ગ્લેમ લુક હેયરસ્ટાઇલ: ફૂલો વાળો બન કેટરિના કૈફનો આ લુક બ્રાઈટ પિંક સાડી અને ગોલ્ડન એમ્બ્રોઈડરી બોર્ડરના કારણે ખાસ છે. સાડી પર બનેલા નાના ગોલ્ડન મોટીફ્સ, લાલ-સફેદ બંગડીઓ, હળવી જ્વેલરી, નાની બિંદી અને ખુલ્લા વાળ એમના લુકને ટ્રેડિશનલ અને એલિગન્ટ બનાવે છે. કરવાચોથ પર આ લુકને બજેટમાં રીક્રિએટ કરવા માટે આ વિકલ્પો પસંદ કરી શકો છો. સાડી: રાણી પિંક ગોલ્ડન બોર્ડર બ્લાઉઝ: મેચિંગ પિંક બ્લાઉઝ જ્વેલરી: લાલ-સફેદ બંગડીઓ મેકઅપ: સોફ્ટ અને નેચરલ લુક હેયરસ્ટાઇલ: ખુલ્લા સ્ટ્રેટ વાળ પરિણીતી ચોપરાનો આ લુક કરવાચોથ માટે ટ્રેડિશનલ અને કમ્ફર્ટેબલ સ્ટાઇલનું સારું ઉદાહરણ છે. લાલ રંગનો ભરતકામ વાળો કુર્તો, મેચિંગ બોટમ, સિલ્વર ઝૂમખાં, હળવી બંગડીઓ અને ખુલ્લા વેવી વાળ આ લુકને ખાસ બનાવે છે. સાડીના બદલે સૂટ પહેરવાનું પસંદ કરો છો, તો આ લુકને બજેટમાં રીક્રિએટ કરી શકો છો. આઉટફિટ: રેડ એમ્બ્રોઈડરી સૂટ જ્વેલરી: સિલ્વર ઝૂમખાં એક્સેસરીઝ: હળવી બંગડીઓ મેકઅપ: નેચરલ ગ્લેમ હેયરસ્ટાઇલ: ખુલ્લા વેવી વાળ સોનમ કપૂરનો આ લુક ટ્રેડિશનલ સાડી સ્ટાઇલને રોયલ ટચ આપે છે. પિંક પ્લીટેડ સિલ્ક સાડી, પહોળી ગોલ્ડન બોર્ડર, ગ્રીન બ્લાઉઝ અને ગોલ્ડન જ્વેલરીનું કોમ્બિનેશન આને ખાસ બનાવે છે. કરવાચોથ પર આ લુકને બજેટમાં રીક્રિએટ કરવા માટે આ વિકલ્પો પસંદ કરી શકો છો. સાડી: પિંક ગોલ્ડન બોર્ડર સિલ્ક બ્લાઉઝ: ગ્રીન સિલ્ક બ્લાઉઝ જ્વેલરી: એન્ટિક ગોલ્ડ ટેમ્પલ જ્વેલરી મેકઅપ: બ્રોન્ઝ ગ્લેમ હેયરસ્ટાઇલ: સોફ્ટ વેવી વાળ કરવાચોથ પર બોલિવૂડ જેવો લુક મેળવવા માટે મોંઘી જ્વેલરી ખરીદવી જરૂરી નથી. કુંદન ચોકરથી લઈને સ્ટેટમેન્ટ ઝૂમખાં સુધી, આ 5 બજેટ ફ્રેન્ડલી જ્વેલરી ટ્રેન્ડ્સથી પોતાના ફેસ્ટિવ લુકને ખાસ બનાવી શકો છો. કરવાચોથ માટે મેકઅપ પસંદ કરતી વખતે આઉટફિટના રંગ, જ્વેલરી અને પોતાની પસંદગીનું ધ્યાન રાખો. સાચી લિપસ્ટિક, આઈ મેકઅપ અને બ્લશનું કોમ્બિનેશન આખા લુકને ચમકાવી શકે છે. કરવાચોથ પર પાર્ટનરને ખાસ અનુભવ કરાવવા માટે મોંઘી ગિફ્ટની જરૂર નથી. સેલ્ફ-કેર હેમ્પર, જ્વેલરી, ઈકો-ફ્રેન્ડલી ગિફ્ટ, હેન્ડમેડ લવ લેટર અને સેન્ટેડ કેન્ડલ્સ જેવા વિકલ્પો ઓછા બજેટમાં પણ આ દિવસને યાદગાર બનાવી શકે છે. જોઈ લો 5 યુનિક ગિફ્ટ આઈડિયાઝ.
    Click here to Read More
    Previous Article
    Deion Sanders Addresses $50,000 Claim as Colorado Faces Fifth Straight Loss
    Next Article
    કરવાચોથ: સરગીની થાળી કેવી રીતે તૈયાર કરવી?:શું ખાવું જેથી દિવસ દરમિયાન થાક-નબળાઈ ન લાગે, ડાયેટિશિયન પાસેથી જાણો 4 હેલ્ધી ઓપ્શન

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment