Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ઠગાઈના 4 મોટા કિસ્સા:યાર્ન, કાપડ અને હીરા વેપારીઓ સહિત વૃદ્ધ સાથે કરોડોનો વિશ્વાસઘાત; પોલીસ ચોપડે ગુના દાખલ

    7 hours ago

    સુરત શહેરમાં વેપારી આલમને હચમચાવી મૂકતા છેતરપિંડીના 4 અલગ-અલગ મોટા કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. સલાબતપુરામાં કાપડ દલાલ સહિત 8 વેપારીઓએ સાડીના વેપારી સાથે 77.98 લાખ રૂપિયાની ઠગાઈ આચરી છે. બીજી તરફ, સચિન હોઝીવાલા એસ્ટેટ અને કતારગામમાં ભાવિન પોલી ફેબના બે પટેલ બંધુઓએ 6 યાર્ન વેપારીઓ પાસેથી માલ ખરીદી 10.41 કરોડ રૂપિયાનો ધુંબો માર્યો છે. જ્યારે ત્રીજા કિસ્સામાં મહિધરપુરાના હીરા વેપારીને દુબઈની કંપનીને 24 કરોડ રૂપિયામાં મિલકત વેચવાનો ભરોસો આપી મહિલા સહિત બે ઠગોએ 20 લાખ રૂપિયા પડાવી લીધા છે. જ્યારે અન્ય એક ઘટનામાં સિંગણપોરના 70 વર્ષીય વૃદ્ધ સાથે ₹3.51 કરોડની ઠગાઈ થઈ છે જેમાં ફોરેસ્ટ રિઝર્વ ફંડના 2200 કરોડ છોડાવવાના નામે નાણાં ઓળવી જઈ ધમકી અપાઈ હતી. સલાબતપુરા: મોટા વરાછાના કાપડ વેપારી સાથે દલાલ સહિત 8 વેપારીઓએ 77.98 લાખ ઓળવી લીધા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મોટા વરાછાના ભક્તિનંદન ચોક પાસે રહેતા 30 વર્ષીય તિલક જશવંતભાઈ સોજીત્રા 'માયરા ફેબ' ફર્મના નામે કાપડનો વેપાર કરે છે. કાપડ દલાલ હરીશ દેવતાપ્રસાદ શુક્લાએ તેમનો સંપર્ક કરી અલગ-અલગ વેપારીઓને ઉધારમાં સાડીઓ અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો. નવેમ્બર 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન દલાલ હરીશ શુક્લા અને વેપારીઓ મણી તિવારી, સદાનંદ તિવારી, ચમનસીંગ ગૌડ, અંકિતભાઈ, મુકેશભાઈ અને સમીરકુમાર સહિતના 8 વેપારીઓએ લાખો રૂપિયાનો સાડીનો માલ ખરીદ્યો હતો. નિયત સમય વીતી ગયા છતાં 77.98 લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યા વિના દુકાનો બંધ કરી તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. કતારગામના ભાવિન પોલી ફેબના પટેલ બંધુઓની કરામત: 6 યાર્ન વેપારીઓને 10.41 કરોડનો ચૂનો બીજા કિસ્સામાં સચિન હોઝીવાલા એસ્ટેટમાં ફર્મ ધરાવતા 6 યાર્ન વેપારીઓ સાથે 10.41 કરોડ રૂપિયાની વિશાળ છેતરપિંડી થઈ છે. સચિન પોલીસના જણાવ્યા મુજબ, એપેક્ષ સાઈઝર અને નિરંજા સાઈઝરના સંચાલક સાગરભાઈ તુલસીભાઈ ગોંડલીયા સહિતના વેપારીઓ પાસેથી કતારગામ નાગીનાવાડી સ્થિત ભાવિન પોલી ફેબના ભાગીદાર પ્રિતેશકુમાર વિક્રમભાઈ પટેલ અને ભાવિનકુમાર વિક્રમભાઈ પટેલે કરોડોનો યાર્ન ખરીદ્યો હતો. આ પટેલ બંધુઓએ 20 દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાની ખાતરી આપી 15 નવેમ્બર 2025થી 27 મે 2026 દરમિયાન 3.71 કરોડથી વધુનો યાર્ન મેળવી લીધો હતો. શરૂઆતમાં સામાન્ય રકમ ચૂકવી વિશ્વાસ કેળવ્યા બાદ બાકીના નાણાં ચૂકવવા હાથ ઊંચા કરી દીધા હતા. બજારમાંથી કરોડોનો યાર્ન ખરીદી હાથ ઊંચા કર્યા: ભોગ બનનારા વેપારીઓની ફરિયાદ બાદ ઇકો સેલ સક્રિય ભાવિન પોલી ફેબના પટેલ બંધુઓએ કાનાણી ટેક્સટાઇલ્સના રસિકભાઈ પાસેથી 2.79 કરોડ, કેવલ કાપડિયા પાસેથી 89.98 લાખ, ટેસોરા ઇન્ડસ્ટ્રીઝના ભાસ્કર ઝવેર પાસેથી 45.98 લાખ, રીનીશ સિન્થેટીક્સના કિશોરભાઈ વોરા પાસેથી 1.12 કરોડ અને સ્પીનોરા વોર્ટેક્ષના મનોજભાઈ પટેલ પાસેથી 1.46 કરોડ રૂપિયાનો યાર્ન ખરીદ્યો હતો. સમયસર પેમેન્ટ ન મળતાં વેપારીઓએ ઉઘરાણી કરી તો આરોપીઓએ વાયદાઓ કરી છેવટે નાણાં આપવાનો ઇનકાર કર્યો હતો. આ અંગે સચિન પોલીસ મથકે ગુનો દાખલ થતાં સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વકની તપાસ ઇકો સેલ (ઇકોનોમિક ઓફેન્સ વિંગ)ને સોંપવામાં આવી છે. મહિધરપુરા: હીરા વેપારીની મિલકત દુબઈની કંપનીને 24 કરોડમાં વેચાવવાનો ભરોસો આપી જાળ બિછાવી ત્રીજો ચોંકાવનારો કિસ્સો મહિધરપુરા પોલીસ મથકે નોંધાયો છે. સુમુલ ડેરી રોડ પર શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા અને કતારગામમાં રામેશ્વર જ્વેલર્સ ધરાવતા 47 વર્ષીય હીરા વેપારી મહેશભાઈ ભીમજીભાઈ ગોંડલીયાએ તેમની રહેણાંક અને કતારગામ પારસ સોસાયટી સ્થિત મિલકતો વેચવા પેપરમાં જાહેરાત આપી હતી. આ જાહેરાત જોઈ મુંબઈના પરેશ યોગીએ તેમનો સંપર્ક કર્યો અને મહારાષ્ટ્ર રાયગઢની રિશિતા જગદીશ પટેલ સાથે મુલાકાત કરાવી હતી. રિશિતાએ પોતે કંપનીની માલિક હોવાનું અને દુબઈની આલીયા રાહુલ અબ્બાસીની કંપનીમાં 20% હિસ્સેદાર હોવાનું જણાવી મિલકત 24 કરોડ રૂપિયામાં ખરીદવાનો સોદો નક્કી કર્યો હતો. કંપની ખાતું ફ્રીઝ થયાનું નાટક કરી એડવાન્સમાં 20 લાખ પડાવ્યા ઠગ રિશિતા પટેલે હીરા વેપારી મહેશભાઈને વિશ્વાસમાં લીધા હતા કે દુબઈની કંપનીના બેંક એકાઉન્ટમાંથી સીધા 24 કરોડ રૂપિયા ચૂકવાશે. જોકે, ત્યારબાદ કંપનીના ખાતા ફ્રીઝ થઈ ગયાનું બહાનું કાઢી બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવાના પ્રોસેસિંગ ચાર્જ પેટે એડવાન્સમાં 20 લાખ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. નાણાં મેળવ્યા બાદ રિશિતા અને પરેશ યોગીએ મિલકત ખરીદવાનું બંધ કરી ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં મહેશભાઈએ મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત બંને ઠગો સામે ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. સિંગણપોરના 70 વર્ષીય વૃદ્ધ સાથે ₹3.51 કરોડની ઠગાઈ સુરતના સિંગણપોર-ડભોલી વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે માધવ કોમ્પ્લેક્ષમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ પરસોત્તમભાઈ પોપટભાઈ ગોળકીયાનો વર્ષ 2007માં બોટાદ ખાતે મિત્ર ગોહાભાઈ માલતીયાના ઘરે અમરેલીના અને શેરબજારનું કામકાજ કરતા ભરત બાલુભાઈ શેલડીયા સાથે સંપર્ક થયો હતો. ભરત શેલડીયાએ પોતાના ફોરેસ્ટ રિઝર્વ ફંડ (FRF)માં ₹2200 કરોડ રોકાયેલા હોવાનું જણાવી તે નાણાં મુક્ત કરાવવાની પ્રક્રિયા માટે આર્થિક મદદ માંગી હતી અને બદલામાં મોટું વળતર આપવાની લાલચ આપી વિશ્વાસ કેળવી પરસોત્તમભાઈ પાસેથી કટકે-કટકે ₹3.51 કરોડ પડાવી લીધા હતા. સમય વીત્યા બાદ જ્યારે વૃદ્ધે પોતાના નાણાં પરત માંગ્યા ત્યારે ઠગ ભરતે નાણાં આપવાના બદલે 'તમારા ખાતામાંથી સાયબર ક્રાઈમની ફરિયાદ થઈ છે અને ઘણા બધા લોકોના બેંક એકાઉન્ટ ફ્રીઝ થયા છે, તમે તો નથી કરાવ્યા ને' તેમ કહી ધાકધમકી આપી હાથ ઊંચા કરી દેતાં આખરે સમગ્ર મામલે સિંગણપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
    Click here to Read More
    Previous Article
    રવિવારથી કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટમાં મનપાનો ફૂડ કાર્નિવલ:સુરતમાં રવિવારથી ભવ્ય ફૂડ ફેસ્ટિવલ, 82 સ્ટોલ્સમાં પારસી ધનસાકથી લઈ મિલેટ્સ અને કુલ્લડ ચ્હાની જમાવટ
    Next Article
    Jaiswal's Wicketkeeping Step Slammed By Ex-India Star: "This Is A Joke"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment