Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શરદ પૂનમે લુન્સીકુઈ મેદાનમાં હાટ બજાર ધમધમ્યું, પણ ખરીદી ઘટી:મોંઘવારી અને પગાર ન મળતાં ઘારીના વેચાણ પર અસર, સ્ટોલ પણ ઘટ્યા

    7 hours ago

    નવસારીના લુન્સીકુઈ મેદાન પાસે શરદ પૂનમ નિમિત્તે હાટ બજાર ભરાયું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત પછી નવસારીમાં ઘારીનો સૌથી વધુ ઉપાડ થાય છે. બજારમાં કપડાં, મીઠાઈ, ઘરવખરી અને રમકડાંના સ્ટોલ લાગ્યા છે. જોકે, આ વખતે ખરીદી પર મોંઘવારી અને વૈશ્વિક આર્થિક પરિબળોની અસર દેખાઈ રહી છે. દિવાળી પહેલા ઘણા કર્મચારીઓને પગાર ન મળતાં ગ્રાહકોની ખરીદશક્તિ ઘટી છે. લોકો જરૂરિયાત મુજબ જ મર્યાદિત ખરીદી કરી રહ્યા છે. વર્ષો પહેલા લુન્સીકુઈ મેદાનમાં ઘારીના ઘણા સ્ટોલ લાગતા હતા. આ વર્ષે કાચા માલના ભાવ વધતા ₹800 પ્રતિ કિલોના ભાવે ઘારી વેચાઈ રહી છે. ગ્રાહકો મોંઘી ઘારી ખરીદવામાં ખચકાઈ રહ્યા છે, તેથી સ્ટોલની સંખ્યા પણ ઘટી છે. તેમ છતાં, શરદ પૂનમની રાત્રે દૂધ-પૌંઆ અને ઘારી ખાવાની પરંપરા જાળવવા લોકો થોડી ઘારી ખરીદી રહ્યા છે. વેપારીઓને આશા છે કે પગાર મળ્યા પછી દિવાળીમાં ખરીદી વધશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં બંધ કારખાનામાંથી રૂ. 21.21 લાખનો પેટકોક અને ટ્રક ઝડપાયા:LCBએ 34,660 કિલો ઇમ્પોર્ટેડ પેટકોક સાથે રાજસ્થાન-બિહારના બે શખ્સો પકડ્યા
    Next Article
    बिजनौर के नहटौर में बम बनाने का 175 किलो से भी ज्यादा का माल बरामद, कई लोग गिरफ्तार

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment