Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મહાનગરપાલિકાનો પ્રજાલક્ષી નિર્ણય:હવે ફરિયાદોના નિકાલ બાદ વોટ્સએપ પર મળશે મેસેજ, નાગરિકો ફીડબેક આપી શકશે

    1 day ago

    ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આપવામાં આવતી સેવાઓ વધુ સરળ, ઝડપી, પારદર્શક અને અસરકારક બનાવવાના હેતુથી ટેકનોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ પહેલના ભાગરૂપે મહાનગરપાલિકાના કોમ્પ્યુટર વિભાગ દ્વારા 'કમ્પ્લેઇન્ટ રિડ્રેસલ મેનેજમેન્ટ સિસ્ટમ'માં એક મહત્વપૂર્ણ અને નાગરિકલક્ષી ડિજિટલ સુવિધા ઉમેરવામાં આવી છે. નવી વ્યવસ્થા મુજબ, જો કોઈ નાગરિક મહાનગરપાલિકામાં ફરિયાદ નોંધાવે છે અને તેનો ઉકેલ આવી જાય છે, તો તે નાગરિકને તેમના મોબાઈલ પર વોટ્સએપ (WhatsApp) મારફતે ફરિયાદનો નિકાલ થયા અંગેનો નોટિફિકેશન મેસેજ મોકલવામાં આવશે. વોટ્સએપ પર જ આપી શકાશે રેટિંગ અને ફીડબેક આ સુવિધાની મુખ્ય ખાસિયત એ છે કે મોકલવામાં આવેલા વોટ્સએપ મેસેજમાં 'Give Feedback' નું સ્પેશિયલ બટન આપવામાં આવ્યું છે. જેના પર ક્લિક કરીને નાગરિકો પોતાની ફરિયાદના સોલ્યુશન અંગે ખૂબ જ સરળતાથી પોતાનું Rating અને Feedback સીધા વોટ્સએપ પર જ આપી શકશે. મહાનગરપાલિકાની નાગરિકોને અપીલ |ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને આ નવી ડિજિટલ સુવિધાનો મહત્તમ લાભ લેવા વિનંતી કરવામાં આવી છે. ફરિયાદ નિકાલ બાદ પોતાનું રેટિંગ અને કિંમતી ફીડબેક આપીને મહાનગરપાલિકાની કામગીરીને વધુ સુદૃઢ, પારદર્શક અને નાગરિકલક્ષી બનાવવામાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં મતદાર સુધારણા માટે ખાસ ઝુંબેશ:સમગ્ર જિલ્લામાંથી 9,785 નવા મતદારો માટે ફોર્મ-6 મળ્યા, કુલ 23,645 આવેદનો આવ્યા
    Next Article
    સીદસરમાં રૂ.1.47 કરોડના ખર્ચે બનશે આકર્ષક ‘લીનિયર પાર્ક’:સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જુદા જુદા વોર્ડમાં રોડ, પેવર બ્લોક અને વાયર ફેન્સિંગના કામોને મંજૂરી અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment