Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રામાં માર્ગ-મકાન વિભાગની નવી કચેરીનું ખાતમુહૂર્ત:ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત, હળવદ હાઇવે પર 1.47 કરોડના ખર્ચે બનશે

    2 days ago

    ધ્રાંગધ્રામાં માર્ગ અને મકાન વિભાગની નવી પેટા વિભાગીય કચેરીના નિર્માણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું. હળવદ હાઇવે પર 5,000 ચોરસ મીટર જમીનમાં આ નવી કચેરી આશરે 1.47 કરોડ રૂપિયાના ખર્ચે બનશે. નવી ઇમારત બનવાથી વિભાગની કામગીરી માટે આધુનિક સુવિધાઓ મળશે અને વહીવટી કામગીરી વધુ વ્યવસ્થિત બનશે. જણાવી દઈએ કે, માર્ગ અને મકાન વિભાગની ધ્રાંગધ્રા ખાતેની કચેરી ઘણા વર્ષોથી રાજાશાહી સમયની જૂની ઇમારતમાં ચાલતી હતી. સમયની જરૂરિયાત મુજબ આધુનિક સુવિધાઓ ધરાવતી નવી કચેરીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નવી ઇમારત બની રહી છે. નવી કચેરી શરૂ થયા બાદ વિભાગના કર્મચારીઓને કામગીરી માટે સારું વાતાવરણ મળશે. તેનાથી વહીવટી કામગીરી પણ સરળ બનશે. ખાતમુહૂર્ત વખતે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા અને તાલુકા પંચાયતનાં પ્રમુખ માયાબા ઝાલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સેક્સ રેકેટમાં ફસાયેલી ટીવી એક્ટ્રેસનું રેસ્ક્યૂ:સિરિયલ-વેબ સિરીઝની એક્ટ્રેસિસને ફોટોશૂટના નામે બળજબરીથી રેકેટમાં સામેલ કરાતી, 1 મહિલાની ધરપકડ
    Next Article
    5 કિલોથી લઈને 25 કિલોના ડ્રેસ સાથે ગરબાની રમઝટ:9.5 કિલોની પાઘડી અને ખજૂરભાઈના કાર્યોથી પ્રેરિત લુક, કોઈ બન્યું ‘મીનાક્ષી દેવી’ તો કોઈએ આપી ‘સ્વચ્છ ભારત’ની થીમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment