Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં રેતીચોરી રોકવા ગયેલી ટીમને ધમકી, ટ્રેક્ટર-લોડર પરત લઈ ગયા:અધિકારીને પણ ધમકી આપી, ખાણખનીજ વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી

    1 day ago

    મોરબીમાં ખાણખનીજ વિભાગની કાર્યવાહીમાં રૂકાવટ અને અધિકારીઓને ધમકી આપવાના બે કેસ નોંધાયા છે. DYSP જે.એમ. આલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે માહિતી આપી હતી. પહેલો બનાવ 26 ઓક્ટોબરે જૂના સાદુળકા ગામ પાસે મચ્છુ નદીના પટમાં બન્યો હતો. રેતીચોરી રોકવા ગયેલી ખાણખનીજ વિભાગની ટીમને જયદીપસિંહ ઝાલા, માનવેન્દ્રસિંહ ઝાલા, હરદીપસિંહ જાડેજા અને પ્રવીણ જીવાભાઈએ ગાળાગાળી કરી. આરોપીઓ જપ્ત કરાયેલું 10 લાખ રૂપિયાનું ટ્રેક્ટર-લોડર પણ પાછું લઈ ગયા. આ અંગે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બીજા બનાવમાં, જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ વાઢેરને તેમની ઓફિસ પાસે ધમકી અપાઈ. પોલીસે જણાવ્યું કે, પોતાના દીકરા વિરુદ્ધ કેસ કેમ નોંધ્યો તે મુદ્દે બોલાચાલી થઈ હતી. આ મામલે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. બંને કેસની તપાસ પોલીસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 75.27 લાખનો દારૂનો જથ્થો બુલડોઝર ફેરવી નષ્ટ કરાયો:છેલ્લા 3 મહિનામાં પકડાયેલી 17,257 બોટલનો અધિકારીઓની હાજરીમાં નિકાલ
    Next Article
    દમણથી દારૂ ભરીને આવતો ટેમ્પો વડોદરામાં ઝડપી પાડ્યો:વિદેશી દારૂની 12,420 બોટલ અને બિયરના ટીન સાથે એક આરોપી ઝડપાયો, બે ફરાર, 30 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment