Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણથી દારૂ ભરીને આવતો ટેમ્પો વડોદરામાં ઝડપી પાડ્યો:વિદેશી દારૂની 12,420 બોટલ અને બિયરના ટીન સાથે એક આરોપી ઝડપાયો, બે ફરાર, 30 લાખનો મુદ્દામાલ જપ્ત

    1 day ago

    દમણથી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનાં બોક્સની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ–દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર ફાજલપુર ટોલનાકા નજીક વોચ ગોઠવી અશોક લેલેન્ડ ટેમ્પો રોકી તપાસ કરતાં દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોમાંથી 18.70 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂની કુલ 12,420 બોટલ-ટીન સહિત 30,75,020 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂ ભરાવનાર અને ટેમ્પોના માલિક સહિત બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ફાજલપુર ટોલનાકા નજીક વોચ ગોઠવીને ટેમ્પો રોક્યો વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, GJ-31-T-4077 નંબરના અશોક લેલેન્ડ ટેમ્પામાં માલસામાનની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી મુંબઈ–દિલ્હી એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થવાનો છે. જેથી પોલીસે ફાજલપુર ટોલનાકા નજીક વોચ ગોઠવીને ટેમ્પો રોક્યો હતો. ટેમ્પો ચાલક દારાસીંગ દીનાનાથ યાદવ (ઉં.વ. 32, રહે. બલીઠા ગામ, વાપી, મૂળ ઉત્તર પ્રદેશ)ને સાથે રાખીને ટેમ્પાના પાછળના ભાગમાં તપાસ કરવામાં આવી હતી. બોક્સની આડમાં દારૂની બોટલો બોક્સની આડમાં તપાસ કરતાં બ્લેન્ડર્સ પ્રાઇડ, ઇમ્પિરિયલ બ્લુ અને રોયલ ચેલેન્જ બ્રાન્ડની વ્હિસ્કી, મેજિક મોમેન્ટ્સ વોડકા તેમજ કિંગફિશર, હેવર્ડ્સ 5000, ટ્યુબર્ગ અને ટેગ બ્રાન્ડના બિયરની બોટલો અને ટીન મળી આવ્યાં હતાં. પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા દારાસીંગે જણાવ્યું હતું કે દમણથી દારૂનો જથ્થો પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનાં બોક્સની આડમાં ભરી સતીષકુમાર યાદવ દ્વારા લાવવામાં આવ્યો હતો અને ઉદવાડા ટોલનાકાથી આગળ તેને ટેમ્પો સોંપવામાં આવ્યો હતો. દારાસીંગની ધરપકડ, 2 શખસ ફરાર ટેમ્પોના માલિક મનિષકુમાર યાદવે તેને સૂચના આપી હતી કે, દારૂનો જથ્થો ભાવનગરથી આગળ રાજુલા ખાતે લઈ જઈ કોઈ હોટલ પાસે ટેમ્પો ઊભો રાખવો અને ફોન કરવાનો હતો. ત્યારબાદ જથ્થો લેવા આવનાર વ્યક્તિને દારૂ સોંપવાનો હતો. પોલીસે આ વિગતોના આધારે દારાસીંગની ધરપકડ કરી દારૂ, ટેમ્પો, બોક્સ, બિલો અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દારાસીંગ દીનાનાથ યાદવની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂનો જથ્થો ભરી લાવનાર સતીષકુમાર યાદવ અને ટેમ્પોના માલિક મનિષકુમાર યાદવ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ગુનાની વધુ તપાસ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપી દારાસીંગ દીનાનાથ યાદવ સામે વર્ષ 2021માં જ્વલનશીલ પદાર્થ ભરેલા કન્ટેનર-ટેન્કરને ફાયર સેફ્ટીનાં સાધનો વિના રાખવાના ગુનામાં ડુંગરી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી થઈ હોવાનું પણ સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં રેતીચોરી રોકવા ગયેલી ટીમને ધમકી, ટ્રેક્ટર-લોડર પરત લઈ ગયા:અધિકારીને પણ ધમકી આપી, ખાણખનીજ વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી
    Next Article
    'Queen Is Back': Internet Reacts To Sai Pallavi's OM Chapter 1 Look Amid Ramayana Trolling

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment