Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રગ્સ ફેક્ટરીના કેસમાં આરોપીને જામીન આપવા હાઈકોર્ટનો ઈનકાર:વલસાડમાંથી ફેક્ટરી ઝડપાઈ હતી, ચંદ્રકાંત છેડાની કાવતરામાં સીધી સંડોવણી હોવાથી જામીન અરજી કોર્ટે રદ કરી

    8 hours ago

    ગુજરાત હાઇકોર્ટમાં અરજદાર ચંદ્રકાંત છેડાએ ચાર્જશીટ ફાઇલ થયા બાદ જામીન અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે નકારી નાખી છે. તેની સામે DRIએ NDPS એક્ટ અંતર્ગત કેસ નોંધ્યો હતો. અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે તે નિર્દોષ છે અને તેને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવ્યો છે. આ કેસમાં તપાસ પૂરી થઈ ગઈ છે અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે. અરજદાર 04 નવેમ્બર, 2025થી જેલમાં છે. અરજદારની માત્ર સુપરવાઇઝરી ભૂમિકા હતી અને તેના પર માત્ર સહ-આરોપીઓને લોજિસ્ટિક સહાય આપવાનો આરોપ છે. તે કોઈ ગેરકાયદેસર નશીલા પદાર્થના ઉત્પાદન કે કાચો માલ પૂરો પાડવામાં સીધી રીતે સામેલ નહોતો. અરજદાર કોર્ટની શરતો પાળવા તૈયાર હોવાની રજૂઆત કરાઈ હતી અરજદારની ધરપકડ માત્ર સહ-આરોપીના નિવેદનના આધારે કરવામાં આવી છે. અરજદારનો ભૂતકાળમાં કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. તેની પાસે જંગમ અને અસ્થાવર મિલકતો હોવાથી તે ભાગી જાય તેમ નથી અને કોર્ટની તમામ શરતો પાળવા તૈયાર છે. કેસની ટ્રાયલ શરૂ થવામાં અને પૂરી થવામાં લાંબો સમય લાગશે, તેથી જામીન મંજૂર કરવા વિનંતી કરવામાં આવી હતી. વલસાડમાં અલ્પ્રાઝોલમ મળ્યું હતું, સરકારી વકીલની દલીલ સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે, બાતમીના આધારે DRIના અધિકારીઓએ વલસાડમાં આવેલી જગ્યા પર દરોડો પાડ્યો હતો. ત્યાં અલ્પ્રાઝોલમ બનાવવાનું ગેરકાયદે યુનિટ મળી આવ્યું હતું. દરોડા દરમિયાન સ્થળ પરથી અરજદાર મળી આવ્યો હતો. ત્યાંથી 47.700 કિલોગ્રામ જેટલી મોટી માત્રામાં તૈયાર અને અર્ધ-તૈયાર માલ, કેમિકલ અને મશીનરી જપ્ત કરવામાં આવી હતી. નોટિફાઇડ વાણિજ્યિક માત્રા 100 ગ્રામ છે, જ્યારે અહીં કુલ મળીને 113.99 કિલોગ્રામ, જેમાં 9.240 કિલો તૈયાર અને 104.150 કિલો અર્ધ-તૈયાર અલ્પ્રઝોલમ જપ્ત કરાયું હતું. 'મુખ્ય આરોપી સાથે સંપર્કમાં હતા, જામીન રદ કરવા વિનંતી' અરજદાર માત્ર લોજિસ્ટિક સપોર્ટ આપતો નહોતો, પરંતુ તે ઉત્પાદનમાં સક્રિય હતો, તેણે નાણાકીય રોકાણ કર્યું હતું અને 50% નફો જે આશરે આશરે 3.50 લાખ રૂપિયા મેળવતો હતો. નેઇલ પોલિશ અથવા નેઇલ પોલિશ રિમૂવર બનાવવાના બહાના હેઠળ ગેરકાયદેસર રીતે અલ્પ્રાઝોલમનું ઉત્પાદન કરવામાં આવતું હતું. માત્ર સહ-આરોપીના નિવેદનથી જ નહીં, પરંતુ કૉલ ડિટેલ રેકોર્ડ્સ અને અન્ય પુરાવાઓથી સાબિત થાય છે કે તે મુખ્ય આરોપી અને કાચા માલના સપ્લાયર સાથે સતત સંપર્કમાં હતો. આ કેસમાં કમર્શિયલ જથ્થો સામેલ હોવાથી કલમ 37 ની કડક શરતો લાગુ પડે છે, તેથી જામીન રદ્દ કરવા વિનંતી કરવામાં આવી. 'અરજદાર સુસંગઠિત ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ' કોર્ટે નોંધ્યું હતું કે, રેકોર્ડ પરના પુરાવા, CDR અને સાક્ષીઓના નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે અરજદારે નાણાંનું રોકાણ કર્યું હતું, ગોડાઉનની જગ્યાની વ્યવસ્થા કરી હતી, મજૂરો રોક્યા હતા અને નફો મેળવ્યો હતો. અરજદાર સુસંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ અને કાવતરામાં સીધી રીતે સામેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવાય છે. NDPS કાયદાની કલમ 37(1)(b) હેઠળ જામીન આપવા માટે કોર્ટે સંતોષ વ્યક્ત કરવો પડે કે આરોપી નિર્દોષ છે અને જામીન પર છૂટ્યા પછી આવો ગુનો નહીં કરે આ કેસમાં આ બંને શરતો પૂરી થતી નથી. જામીન અરજી રદ, ટ્રાયલ કોર્ટને ઝડપથી સુનાવણી પૂર્ણ કરવા આદેશ નશીલા પદાર્થો અને ડ્રગ્સનો ગેરકાયદેસર વેપાર અને ઉત્પાદન સમાજ અને ખાસ કરીને યુવા પેઢી માટે ખૂબ જ ઘાતક છે. તેથી વ્યક્તિગત સ્વતંત્રતા અને સામાજિક હિત વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકીને કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કમર્શિયલ જથ્થાના કેસમાં માત્ર ટ્રાયલમાં વિલંબ એ જામીન આપવા માટેનો એકમાત્ર આધાર બની શકે નહીં. અરજદારની નિયમિત જામીન અરજીમાં કોઈ મેરિટ ન હોવાથી તેને રદ્દ કરવામાં આવે છે. ટ્રાયલ કોર્ટને કેસની સુનાવણી ઝડપથી પૂરી કરવાનો આદેશ આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    'મન્નત'માં તન્વી ડોગરા અને નમિક પોલની નવી જોડી:ઢાબાની લડાઈથી શરૂ થશે પ્રેમ અને ટકરાવની વાર્તા, એક્ટર્સ સાથે ખાસ વાતચીત
    Next Article
    લુણાવાડામાં 70-80 વર્ષના વડીલો ગરબાના તાલે ઝૂમ્યા:શરદ પૂર્ણિમાની ઉજવણીમાં ગાંધી કુટિર ખાતે પેન્શનર્સ ટ્રસ્ટે ગરબા મહોત્સવ યોજ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment