Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના સ્વામીનારાયણ મંદિરના‎શ્રમિક સાથે સાયબર ફ્રોડ થતા ફરિયાદ‎:પાસબુકમાં એન્ટ્રી કરતા જાણવા મળ્યુ કે 70 દિવસમાં 80 હજાર ઉપડી ગયા?

    13 hours ago

    નવસારીના સ્વામિનારાયણ મંદિરમાં કામ કરતા સેવકના ખાતામાંથી આકસ્મિક રીતે બેન્ક ખાતામાંથી નાણાં ઉપડી જતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. નવસારીના કબીલપોર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરમાં સેવા કરતા એક શ્રમિક સાથે સાયબર ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદી બાબુભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ,( મૂળ આણંદના ખડોધી ગામ), તેમને અજાણ્યા ભેજાબાજોએ ટેકનિકલ રીતે તેમના બેંક ખાતામાંથી કુલ રૂ.80 હજાર ઉપાડી લઈ છેતરપિંડી આચરી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેઓ ભણેલા નથી અને કબીલપોરમાં રહી મજૂરી કામ કરે છે. ગત તા. 4 મે 2026 ના રોજ તેઓ જ્યારે તેમના ગામ ખાતે બેંક ઓફ બરોડાની રાસ શાખામાં પોતાના ખાતામાં રૂ. 44000 જમા કરાવવા ગયા, ત્યારે પાસબુકમાં એન્ટ્રી કરાવતા જાણવા મળ્યું કે તેમના ખાતામાં રહેલી રકમમાં મોટો ઘટાડો થયો છે. બેંક સ્ટેટમેન્ટની તપાસ કરતા માલૂમ પડ્યું કે, તા. 9 ફેબ્રુઆરી થી તા. 25 એપ્રિલ દરમિયાન અજાણ્યા ઇસમે અલગ-અલગ આઠ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 80હજાર ગેરકાયદેસર રીતે ઉપાડી લીધા છે. આ અંગે ફરિયાદીએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. હાલમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, પોલીસ ઇન્સ્પેક્ટર વી.જી ભરવાડ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અજાણી લિંક કે એપથી સાવધાન રહો
    Click here to Read More
    Previous Article
    બેદરકારી:વિશ્વામિત્રીની સમાંતરે કાટમાળ, નિઝામપુરાથી કલાલી સુધીના 1.50 લાખ લોકો પાણી ભરાવાના ભયથી ચિંતિત
    Next Article
    મોદી કેબિનેટમાંથી આ 6 મંત્રીઓ બહાર થઈ શકે છે:9 નવા ચહેરાઓનો સમાવેશ થવાની અટકળો; આ મોટા ફેરબદલ પાછળની સંપૂર્ણ કહાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment