Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'લોરેન્સ અમારું બાળક છે':બિશ્નોઈ મહાસભાના અધ્યક્ષનું નવું નિવેદન- 'સલમાન ડરી ગયો, મુકામ ધામ આવીને માફી માગે, અમે સુરક્ષા કરીશું'

    10 hours ago

    અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ કહ્યું કે, લૉરેન્સ પોતાનું બાળક છે. તેણે કહ્યું કે, સલમાન ખાન બીકાનેર સ્થિત બિશ્નોઈ સમાજના પવિત્ર ધામ મુકામ આવીને માફી માંગે, તો સમાજ તેને માફ કરી દેશે. તેમણે સલમાન ખાનને લઈને કહ્યું કે, 'તેઓ ડરેલા છે અને તેમને લાગે છે કે કોઈ આવીને મારી નાખશે. સલમાન શાંતિ ઇચ્છે છે તો મુકામ આવીને માફી માંગે, સમાજ તેમની સુરક્ષા પણ કરશે.' 25 ઑક્ટોબરે રાજસ્થાનના જોધપુર જિલ્લાના જાજીવાળ ધોરામાં યોજાયેલા ખીર મહોત્સવમાં બુડિયાએ મંચ પરથી આ નિવેદન આપ્યું હતું. હવે સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો સામે આવ્યો છે. મોબાઇલની ફ્લૅશ ચાલુ કરાવીને સમર્થન માંગ્યું દેવેન્દ્ર બુડિયાએ કાર્યક્રમમાં હાજર લોકોને પોતાના મોબાઇલ ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરવા કહ્યું. તેમણે લોકોને કહ્યું કે, 'પોતાના ભાઈ લૉરેન્સ માટે એવું કહો કે સલમાને અહીં મુકામ પર આવીને માફી માંગવી પડશે અને સમાજ તેમને માફ કરી દેશે. ત્યાર બાદ તેમની સુરક્ષા પણ સમાજ જ કરશે. જીવની રક્ષા કરશે તો હંમેશા માટે તેનો ભય દૂર થઈ જશે.' લૉરેન્સને પોતાનો હીરો ગણાવ્યો હતો છ દિવસ પહેલાં પણ બુડિયાએ લૉરેન્સનું સમર્થન કરતાં કહ્યું હતું કે, 'તેના વિરુદ્ધ અત્યાર સુધી કોઈ ગુનો સાબિત થયો નથી, તેથી તે તેમના માટે હીરો છે. હજી પણ સમય છે અને સલમાન ખાન માફી માંગી શકે છે. આવું કરવા પર સમાજની ધાર્મિક માન્યતાઓ (જીવ રક્ષા) હેઠળ તેમને માફ કરવા અંગે વિચારણા કરી શકાય છે. ગોળીબાર જેવી હિંસા ખોટી છે અને બંને પક્ષો તરફથી ભૂલો થઈ છે. સલમાન ખાને અહંકાર છોડી દીધો હોત તો વિવાદ ટળી શક્યો હોત.' બિશ્નોઈ યુવાનો સાથે ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો થોડા દિવસ પહેલાં દેવેન્દ્ર બુડિયાએ કેનેડામાં હરિયાણાના વતની બિશ્નોઈ સમાજના યુવાઓ સાથે થઈ રહેલા ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કેનેડિયન દૂતાવાસને પત્ર લખીને બિશ્નોઈ સમાજને નિશાન ન બનાવવાની માંગ કરી હતી. બુડિયાનો હરિયાણાના પૂર્વ CMના દીકરા સાથે વિવાદ થઈ ચૂક્યો છે દેવેન્દ્ર બુડિયા હરિયાણામાં ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમનો પૂર્વ CM ચૌધરી ભજનલાલના દીકરા કુલદીપ બિશ્નોઈ સાથે વિવાદ થયો હતો. બુડિયાએ કુલદીપ બિશ્નોઈ પર મહાસભામાંથી જબરદસ્તી રાજીનામું આપવા માટે દબાણ બનાવવાનો અને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. બન્ને વચ્ચેનો મામલો એટલો વધી ગયો કે બંનેએ એકબીજા વિરુદ્ધ મહાસભામાં મોટા નિર્ણયો લીધા. દેવેન્દ્ર બુડિયાએ કુલદીપ બિશ્નોઈ પાસેથી 'બિશ્નોઈ રત્ન' પરત લઈ લીધો અને તેના બદલામાં કુલદીપે દેવેન્દ્ર બિશ્નોઈને મહાસભાના પ્રમુખ પદેથી હટાવીને અન્ય વ્યક્તિને પ્રમુખ બનાવી દીધા. જોકે, બંને વચ્ચેની આ લડાઈ હજુ પણ કાયદેસર રીતે ચાલુ છે અને બુડિયા હજુ પણ અધ્યક્ષ પદ પર યથાવત છે.
    Click here to Read More
    Previous Article
    સોના-ચાંદીમાં મોટો કડાકો:₹4 લાખ વટાવી ચૂકેલી ચાંદી સીધી ₹2.26 લાખ સસ્તી થઈ; સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો
    Next Article
    લખનઉમાં કાર પાર્કિંગ મામલે ધોળાદિવસે 3ની હત્યા:પિતા-પુત્ર અને ભાઈને પાડોશીએ ધડાધડ ગોળીઓ મારી; 5 ડિસેમ્બરે પુત્રના લગ્ન થવાના હતા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment