Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાઇગર પર ફાયરિંગ પહેલાં ઇમરાન હાશ્મી ટાર્ગેટ હતો:સ્થાનિક લોકોની પૂછપરછ કર્યા બાદ પણ લોરેન્સ ગેંગના સાગરીતો એક્ટરનું ઘર શોધી શક્યા નહીં

    1 day ago

    ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આરોપી શૂટરોને એક્ટર ઈમરાન હાશ્મીની ઘરની પણ રેકી કરવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, તેઓ તેનું ઘર શોધી શક્યા નહોતા. હિન્દુસ્તાન ટાઈમ્સે પોતાના અહેવાલમાં આ દાવો કર્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સલમાન ખાન લાંબા સમયથી લૉરેન્સ ગૅંગના નિશાના પર છે. આ વખતે શૂટરોએ આમિર ખાનના ઘરની પણ રેકી કરી હતી. અધિકારીના જણાવ્યા મુજબ, શૂટરોને ખબર નહોતી કે આમિર ખાન દક્ષિણ મુંબઈમાં શિફ્ટ થઈ ગયો છે. તેથી તેઓ તેનું ઘર શોધી શક્યા નહોતા. ત્યારબાદ શૂટરોને ઈમરાન હાશ્મીના ઘરની રેકી કરવા માટે કહેવામાં આવ્યું. સ્થાનિક લોકોની પૂછપરછ કર્યા બાદ પણ તેઓ ઘરનું ઠેકાણું શોધી શક્યા નહોતા. તેમણે પોતાના હેન્ડલર્સને આ અંગે જાણ કરી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ત્યારબાદ શૂટરોએ ટાઇગર શ્રોફને નિશાન બનાવવાનો નિર્ણય લીધો. તેમણે સોશિયલ મીડિયા પર શ્રોફની રીલ્સ જોઈ હતી. શૂટરોને એ પણ જાણવા મળ્યું હતું કે ટાઇગર શ્રોફ દર રવિવારે જુહુના પુષ્પા નરસી ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમવા જાય છે. ચાર આરોપીઓ 28 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં સોમવારે હરિયાણાના સોનીપતમાંથી ધરપકડ કરાયેલા ચાર આરોપીઓને એસ્પ્લેનેડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે તેમને 28 ઑક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા. આ આરોપીઓમાં કુણાલ સંજય, સુમિત સરોલિયા, રાધા વર્મા અને બબીતા રાવનો સમાવેશ થાય છે. પોલીસે કોર્ટને જણાવ્યું કે આ આરોપીઓએ શૂટરોને હથિયારો પૂરા પાડ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, કુણાલ અનિલ પંડિત સાથે વાતચીત કરતો હતો. અનિલ પંડિતને લૉરેન્સ ગૅંગનો કથિત ઑપરેટિવ જણાવવામાં આવ્યો છે. તેણે ટાઇગર પરના હુમલાની જવાબદારી લેવાનો દાવો કર્યો હતો. કુણાલે રાધા વર્માને એક પિસ્તોલ આપી હતી. ત્યારબાદ રાધા વર્મા અને બબીતા રાવે 17 ઑક્ટોબરે દાદરમાં કથિત શૂટર રેહાન અન્સારી સાથે મુલાકાત કરી હતી. બંનેએ રેહાન અન્સારીને પિસ્તોલ સોંપી હતી. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે શૂટરોને હુમલા બાદ હથિયાર પરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેને એ પણ જણાવવામાં આવ્યું હતું કે હથિયાર ટૂંક સમયમાં પરત લઈ લેવામાં આવશે. ટાઇગર શ્રોફને ગોળી વાગતાં તે માંડ માંડ બચ્યો હતો. જોકે, તેના ડ્રાઇવર અને એક રાહદારીને ગોળીઓ વાગી હતી. આ મામલામાં અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી બચ્યું:પીવા માટે એક વર્ષની સંપૂર્ણ વ્યવસ્થા, ખેડૂતોને મળશે માત્ર એક જ પાણ
    Next Article
    અમદાવાદની 4 સ્કૂલ-મોદી સ્ટેડિયમમાં બોમ્બ-બ્લાસ્ટની ધમકી:'બાળકોને દિલજીતના કોન્સર્ટમાં ના મોકલતા, સ્કૂલમાં 1:11 વાગ્યે બ્લાસ્ટ થશે'; 11 મહિનામાં 8મી વાર ધમકી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment