Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર જિલ્લા-શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ) દ્વારા ભવ્ય શરદોત્સવ યોજાયો:મેયર-કલેક્ટર સહિતના મહેમાનોની હાજરીમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઝૂમ્યા

    1 day ago

    જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ) દ્વારા બ્રહ્મસમાજના ખેલૈયાઓ માટે શરદ પૂર્ણિમાના પાવન અવસરે એક દિવસીય શરદ પુનમ રાસોત્સવ-૨૦૨૬નું ભવ્ય આયોજન સાત રસ્તા પાસે આવેલ એમ.પી. શાહ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ રાસોત્સવમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના સભ્યો તથા તમામ ઉંમરના ખેલૈયાઓએ ઉત્સાહભેર ભાગ લઈને સમગ્ર માહોલને ઉત્સવમય બનાવી દીધો હતો. આ રાસોત્સવમાં સમસ્ત બ્રહ્મસમાજ પરિવાર માટે અર્બન રાસોત્સવની સાથે તાળી રાસ, પંચીયા રાસ અને ફ્રી સ્ટાઇલ સહિતના વિવિધ પરંપરાગત રાસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીતના તાલે ખેલૈયાઓએ મંત્રમુગ્ધ થઈને ગરબે ઘૂમી ઉત્સવની શોભામાં વધારો કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિજેતા ખેલૈયાઓને દાતાશ્રીઓ તથા સ્પોન્સરોના સહયોગથી ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જામનગરનાં મેયર મોનિકાબેન વ્યાસ તથા કલેક્ટર પી.બી. પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત કોર્પોરેટર સુભાષભાઈ જોષી, નિશાબેન અસ્વાર, તૃપ્તિબેન ખેતીયા સહિતના રાજકીય અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, અનેક સંગઠનોના હોદ્દેદારો તથા બ્રહ્મસમાજના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત તમામ મહેમાનોનું જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ)ના સભ્યો દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. દર વર્ષની પરંપરા જાળવી રાખીને આ વર્ષે પણ બ્રહ્મસમાજના આ ભવ્ય શરદોત્સવનું આયોજન જામનગર જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ આશિષભાઈ જોષી તથા જામનગર શહેર સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ હિરેનભાઈ કનૈયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કન્વીનર હાર્દિકભાઈ શુક્લા તથા સહ-કન્વીનર નીરજભાઈ સુંબડની આગેવાની હેઠળ સંસ્થાના સભ્યોએ સામૂહિક સહયોગથી કર્યું હતું. શરદોત્સવના સહયોગી તરીકે સંજયભાઈ જાની, વિડીયો-ફોટોગ્રાફીની જવાબદારી વિનય મહેતા તથા એન્કર તરીકે આર.જે. રીતેષ જોષીએ પોતાની સેવાઓ આપી હતી. સમસ્ત બ્રહ્મસમાજના સભ્યોના સહયોગ, ઉત્સાહ અને સંગઠિત પ્રયાસોથી શરદ પુનમ રાસોત્સવ-૨૦૨૬ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ આયોજન દ્વારા સમાજમાં એકતા, સંસ્કૃતિ અને પરંપરાના જતનનો સુંદર સંદેશ પ્રસર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બોટાદના જય અંબે ગરબી મંડળમાં 8000 લોકોએ લીધો પ્રસાદ:ગઢડા રોડ પર નવરાત્રી બાદ ડાકલા અને મહાપ્રસાદનું કરાયું આયોજન
    Next Article
    ઇઝરાયલમાં વડાપ્રધાન પદ માટેનું મતદાન શરુ:ચાર ઓપિનિયન પોલમાં આઇઝનકોટ આગળ, એકમાં નેતન્યાહૂને બહુમતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment