Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આદિત્ય પટેલ' બની મેટ્રિમોનિયલ સાઈટ પર વિધવાઓને ફસાવતો કરીમ ઝડપાયો:મહિલાઓ સાથેના 8000થી વધુ આપત્તિજનક ફોટો-વીડિયો મળ્યા, ખોટા ઓળખપત્ર બનાવ્યા

    4 days ago

    મેટ્રિમોનિયલ સાઈટ પરથી પ્રોફાઈલ મેળવી લગ્નગ્રંથીએ જોડાતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની એક વિધવાનો એક મેટ્રિમોનિયલ સાઈટ પર આદિત્ય પટેલ નામના યુવકનો સંપર્ક થયો હતો. બંને વચ્ચે ચારથી પાંચ મહિના સુધી સંપર્ક રહ્યો હતો. એક દિવસ જ્યારે આદિત્યએ ફોન કર્યો ત્યારે મહિલાના ટ્રુ કોલરમાં કરમી નામ આવતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જો કે મહિલાએ હિંમત એકઠી કરી કહેવાતા આદિત્યનો ભાંડો ફોડવાનું મન બનાવી લીધું હતું. મહિલાએ બજરંગદળનો સંપર્ક કર્યો હતો અને કરીમ ઉર્ફે આદિત્યનો ભાંડો ફોડી નાખ્યો હતો. જ્યારે કરીમ ઉર્ફે આદિત્યના ફોનની તલાશી લેવામાં આવી ત્યારે અનેક મહિલાઓ સાથેની ચેટ અને કઢંગી હાલતમાં ફોટો-વીડિયો મળી આવ્યા હોવાનો બજરંગદળના જ્વલિત મહેતાએ દાવો કર્યો છે. કરીમના કબજામાંથી બોગસ પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ, પાસપોર્ટ, આધારકાર્ડ અને રાશન કાર્ડ પણ મળી આવ્યા હોવાનો પણ દાવો કરાયો છે. આદિત્ય પટેલ બની કરીમે વિધવાને ફસાવવાનો પ્રયાસ કર્યો અમદાવાદમાં રહેતી એક વિધવા મહિલાનો મેટ્રિમોનિયલ સાઈટ પર 'આદિત્ય પટેલ'નામના વ્યકિત સાથે સંપર્ક થયો હતો. આદિત્ય પટેલે પણ પોતે વિધૂર હોવાની ઓળખ આપી હતી. પોતાને પ્લાસ્ટિકનો સારો બિઝનેસ હોવાનો અને ઉચ્ચ અભ્યાસ કર્યો હોવાનો દાવો કરાયો હતો. પાનકાર્ડ, આધારકાર્ડ, રાશનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ પણ આદિત્ય પટેલ નામના રજૂ કરાયા હતા. મહિલા અને આદિત્ય પટેલ ચારથી પાંચ મહિના એકબીજાના સંપર્કમાં રહ્યા હતા. ટ્રુ કોલર પર રહીમ નામ આપતા મહિલા ચોંકી ઉઠી મહિલાની આદિત્ય સાથે ફોન પર વાત થતી રહેતી હતી. એક દિવસ આદિત્યએ જ્યારે મહિલાને ફોન કર્યો ત્યારે તેના ફોન પર ટ્રુ કોલરમાં કરીમ નામ પ્લે થતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મહિલાને શંકા જતા આદિત્યના ડોક્યુમેન્ટ પર જે એડ્રેસ હતા તેના પર જઈ તપાસ કરતા ત્યાં આદિત્ય નામની કોઈ વ્યકિત જ રહેતી ન હોવાની જાણકારી મળી હતી. મહિલાએ બજરંગદળનો સંપર્ક કર્યો છેતરાયાનો અહેસાસ થયા બાદ મહિલાએ બેસી રહેવાના બદલે કરીમનો ભાંડો ફોડવાનું મન બનાવી લીધું હતુ અને બજરંગદળનો સંપર્ક કર્યો હતો. બજરંગ દળ દ્વારા આદિત્ય પટેલની તપાસ કરવામાં આવી ત્યારે તેનું નામ કરીમ સિપાઈ હોવાનું અને તે કડીનો રહેવાસી હોવાનો ખુલાસો થયો. તે પોતે પરિણીત હોવા છતા વિધૂર ગણાવી વિધવા મહિલાઓને મેટ્રિમોનિયલ સાઈટ પર ફસાવતો હોવાનું સામે આવ્યું છે. આદિત્ય સામે અમદાવાદ પશ્ચિમ મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. આદિત્યના કબજામાંથી આદિત્ય પટેલ નામના બોગસ ઓળખપત્રો પણ મળી આવ્યા છે. આરોપીના મોબાઈલમાંથી અનેક મહિલાઓ સાથેના કઢંગી હાલતના ફોટો મળ્યા બજરંગ દળ દ્વારા જ્યારે તેનો મોબાઇલ ફોન તપાસવામાં આવ્યો ત્યારે મોબાઈલમાંથી મહિલાઓ સાથેના 8,000 જેટલા આપત્તિજનક ફોટા- વીડિયો પણ મળી આવ્યા હોવાનો દાવો કરાયો છે. જેમાં કેટલીક મહિલાઓ સાથેની ચેટ પણ મળી આવી છે. કોઈ કારણોસર અત્યાર સુધી કોઈ મહિલા દ્વારા ફરિયાદ કરવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે. જ્વલિત મહેતાએ આક્ષેપ કરતા કહ્યું કે, આદિત્ય ઉર્ફે કરીમના મોબાઈલમાંથી 20થી વધુ મહિલાઓને પ્રોફાઈલ મળ્યા છે. તે વિધવા અને ડિવોર્સી મહિલાઓને ટાર્ગેટ કરતો હતો. મેટ્રિમોનિયલ સાઈટને લઈ બજરંગદળનું નિવેદન બજરંગદળના નેતા જ્વલિત મહેતાએ કહ્યું હતું કે, મેટ્રિમોનિયલ સાઈટે પણ ધ્યાન રાખવાની જરુરિયાત છે કે, તેઓ જે પ્રોફાઈલ મૂકે છે તેને પહેલા વેરિફાઈ કરવી જરુરી છે. જે આ કિસ્સામાં ન થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે પણ અપીલ કરી છે કે,કોઈપણ મેટ્રિમોનિયલ સાઈટ કે સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથે સંપર્ક કરતી વખતે સાવચેતી રાખવી અને તેમના દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોની પૂરતી ચકાસણી કર્યા બાદ જ આગળ વધવું. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી અમદાવાદ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તાત્કાલીક કરીમ રફીકભાઈ સિપાઈને ઝડપી પાડ્યો છે. આ પહેલા કેટલી મહિલાઓ આ રીતે ભોગ બની છે તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ ST મોરચાના 25 કારોબારી સભ્યો નિયુક્ત:નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે, યાદી જાહેર
    Next Article
    Controversial statement about Kajal Hindustani | ડિમોલિશન બન્યું ભાજપ નેતાઓ માટે સમરાંગણ | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment