Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલું સુખ તે...:દિવસ દરમિયાન કંઇ ન કરો તો…?

    7 hours ago

    સામાન્યત: એવા કેટલાક દિવસો આવે છે, જ્યારે તમે મોડા જાગો છો, થોડો વધારે સમય પથારીમાં પડ્યાં રહો છો, સોફા પર બેસી રહીને ફોન સ્ક્રોલ કરો છો, ઓનલાઇન ભોજન મગાવો છો, કંઇક જુઓ છો અને અચાનક તમને ખ્યાલ આવે છે કે તમે એક્સરસાઇઝ તો કરી જ નથી. આવી આળસભર્યો એક દિવસ તમારા સ્વાસ્થ્યને બગાડતો નથી. વાસ્તવમાં ક્યારેક સ્વસ્થ જીવનશૈલી માટે આવો આરામ જરૂરી છે. જોકે તમારા શરીરને આરામ મળે અને તમે શરીરને કંઇ ન કરવા દો એ બંને વચ્ચે ફરક છે. તમે આખો દિવસ લગભગ કંઇ કર્યા વિના પડ્યાં રહો છો, તમારું શરીર તમને જે ખ્યાલ આવે છે, તેને તાત્કાલિક પ્રતિભાવ આપતું નથી. સ્નાયુઓ ઓછી સક્રિયતા અનુભવે છે: શરીર કોઇ પણ બાબતને ઝડપથી અપનાવે છે. તેને વારંવાર જે સૂચના આપવામાં આવે, તેને અનુકૂળ થઇ જાય છે. જો તમે સક્રિય રહો, તો સ્નાયુઓ નિયમિતપણે સક્રિય રહે છે. જ્યારે તમે આખો દિવસ બેસી કે સૂઇ રહો તો તમારા સ્નાયુઓ જોઇએ એટલા સક્રિય નથી થતા. તમારી સરેરાશ ઊર્જા ઘટી જાય છે અને તમે આખો દિવસ જે કામ સામાન્ય રીતે કરતાં હો, તે મૂવમેન્ટ કરી શકતા નથી. લાંબો સમય બેસવાથી લોહીનું પરિભ્રમણ અવરોધાય છે: તમે મૂવમેન્ટ કરતાં હો ત્યારે સ્નાયુઓ લોહીનું પરિભ્રમણ ઝડપી બનાવવામાં મદદ કરે છે. જ્યારે કલાકો સુધી કંઇ પણ કર્યા વિના રોજ બેસી રહો તો સ્નાયુઓની સક્રિયતા ઘટી જાય છે. તમને પગ જકડાઇ ગયેલા અથવા લાંબો સમય એક જ સ્થિતિમાં બેસી રહ્યા પછી હલાવવામાં મુશ્કેલી પડે છે. આથી જ થોડા સમયે ઊભા થઇને એકાદ લટાર મારવી ઉપયોગી બને છે. તમારે દરેક બ્રેક દરમિયાન વર્કઆઉટ કરવાની જરૂર નથી. સાંધા જકડાઇ જવા: તમે બપોરે સોફા પર બેસી રહ્યાં હો અને પછી ઊભા થાવ ત્યારે તમને લાગે છે કે હવે ઉંમરની અસર વર્તાય છે? ના, એવું જરૂરી નથી કેમ કે તમે અચાનક જ લવચીકતા ઓછી ધરાવો છો. તેના કારણે ક્યારેક સાંધા અને તેની આસપાસના ટિશ્યૂઓ નિયમિત મૂવમેન્ટની સરખામણીએ ઓછા સક્રિય રહે છે. તમે કલાકો સુધી એક જ સ્થિતિમાં બેસી રહો અને પછી મૂવમેન્ટ કરો, ત્યારે શરીર અકડા જાય છે. પરિણામે ભલે તમે દિવસભર કંઇ ન કરો છતાં વધારે થાક અનુભવો છો. શક્તિમાં પણ ઘટાડો: આશ્ચર્ય થાય ને? જો તમે કંઇ ન કરતાં હો, તો પણ તમને આરામ નથી મળતો? વાસ્તવમાં રીકવરી અને નિષ્ક્રિયતા વચ્ચે તફાવત છે. રીકવરીમાં પૂરતી ઊંઘ, આરામ કરવો, સ્ટ્રેચિંગ, ચાલવામાં સરળતાનો સમાવેશ થઇ શકે છે. જ્યારે નિષ્ક્રિયતા એટલે સાવ ઓછી મૂવમેન્ટ કરવી. કલાકો સુધી મૂવમેન્ટ વિના બેસી રહેવાથી કેટલાક લોકોને સ્ફૂર્તિને બદલે આળસ કે થાક લાગે છે. મૂવમેન્ટ આપમેળે શરીરમાં શક્તિનો ઉમેરો કરે છે. પાચનક્રિયા પર પણ અસર: આખો દિવસ નિષ્ક્રિય રહેવાની અસર ભોજન પર પણ થાય છે. તમે ખાવ છો, કેમ કે કંઇક નજીક પડ્યું હોય છે, ટીવી પ્રોગ્રામ જોતાં ખાવ છો કેમ કે તમારે બીજું કંઇ કરવાનું નથી. ભોજનનો સ્વાદ માણવામાં કંઇ ખોટું નથી, પણ જ્યારે ખોરાક અને નાસ્તા ભૂખનો પર્યાય બની જાય તે યોગ્ય નથી. તમે જ્યારે વ્યસ્ત હો અને મૂવમેન્ટ કરતાં હો ત્યારે સ્વાભાવિકપણે તમારો જમવાનો સમય નિશ્ચિત હોય છે. જ્યારે ઘરમાં બેસીને નાસ્તો કરતા રહેવાથી ભૂખની મર્યાદાનો ખ્યાલ રહેતો નથી. મગજ પણ સક્રિય રહે: આખો દિવસ આળસુની જેમ પસાર કરવાથી શરીરને જ અસર થાય છે એવું નથી. તમારી શારીરિક પ્રવૃત્તિની સાથોસાથ માનસિક સક્રિયતા પણ તેની સાતે સંકળાયેલી છે. થોડું ચાલવાથી વાતાવરણ બલાય છે, સામાન્ય ઉત્તેજના અને સ્ક્રીન ટાઇમમાં ફરક નોંધાય છે. તમે આખો દિવસ પથારીમાં પડ્યા રહી શાંતિથી ફોન સ્ક્રોલ કરતાં રહો, તો કદાચ તમારા માનસિક રીસેટમાં પણ સાવ ઓછો ફરક પડે. તેથી તમને માનસિક અકળામણ અને ભલે તમે કંઇ કામ ન કર્યું હોવા છતાં થાક અનુભવાય છે. આનો ઉપાય એક જ છે - કાં તો એક કપ કોફી પીઓ અથવા બહાર લટાર મારો. વર્કઆઉટથી વિશેષ વિચારો: તમે વર્કઆઉટ દરમિયાન કેટલી મૂવમેન્ટ કરો છો, તેની નોંધ શરીર ચિંતા કરતું નથી. દર મિનિટ ચાલવામાં મૂવમેન્ટ રહેલી છે. ફોન પર વાત કરતાં ચાલવામાં મૂવમેન્ટ છે. સામાન ઊંચકવો એ પણ મૂવમેન્ટ છે. આવી નાની-નાની પ્રવૃત્તિઓ ભલે ચોક્કસ એક્સરસાઇઝ ન હોય, પણ તેનાથી આખો દિવસ સક્રિય રહી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    સ્મરણશેષ:કાવ્યાયન
    Next Article
    ફેશન:છવાઈ રહ્યું ભારતીય, મોર્ડન સ્ટાઇલનું મિશ્રણ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment