Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્મરણશેષ:કાવ્યાયન

    7 hours ago

    હરદ્નાર ગોસ્વામી પૂછ એને કે જે શતાયુ છે; કેટલું-ક્યારે-ક્યાં જિવાયું છે. શ્રી સવા બારણે લખ્યા કર તું, શબ્દથી બીજું શું સવાયું છે. આંખમાં કીકી જેમ તું સાચવ, આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે. સત્યને કોણ ધારે જોયા કર, કાં સુદર્શન છે, કાં અડાયું છે. આપણો દેશ છે દશાનનનો, આપણો માંહ્યલો જટાયુ છે. કોઈનું ક્યાં થયું તે તારું થાય, શાહીનું ટીપું તો પરાયું છે. તારે કાજે ગઝલ મનોરંજન, મારે માટે તો પ્રાણવાયુ છે. મનોજ ખંડેરિયા અજવાળ, રામલલ્લા માણસ લગીના પલ્લા! શરણાઈ-શા મહોલ્લા ક્યારે બની ગ્યા હલ્લા! અભરે ભર્યું છે, વલ્લા વેરાન, માસાઅલ્લા! છલકાય સોળવલ્લા સુખદુ:ખ વલ્લાવલ્લા! સુલઝી ગયા રે મસલા ખુદ થૈ ગયા મુસલ્લા! તો આભડે છે એરુ અડકું જરા જો દલ્લા! સામે હઈશ તું ગાયબ કરશું ગઝલથી હલ્લા! છે દામાકુંડી અમરત શબ્દો લગીના પલ્લા! એવું, ભગત, શુ માંગ્યું? ભગવાન ગલ્લાંતલ્લાં! લલિત ત્રિવેદી છતાં ખળખળે; છો કિનારાનું બંધન. કરું છું નદીને હું એથી જ વંદન. તને તારી જાહોજલાલી મુબારક, અમારા નસીબે લખ્યું હો ભલે વન. પ્રભુ, દેહ આપ્યો ભલે સાવ નશ્વર, ઉદાસી મને કેમ આપી સનાતન? ખભે કેટલો ભાર ઊંચક્યો સ્મરણનો! છતાં જિંદગી તું કરાવે છે નર્તન? તરત કંઈ કવિતા રચાતી નથી ભૈ! જખમ, દર્દ, આંસુ પછીનું છે સર્જન. કમલેશ જેઠવા ‘અમર’ જે મળે મને, એને એમ લાગે હું ફરી જીવતી થઈ મેં તો મૃત્યુને જોયું પણ નથી. બધા મારા ચહેરાના ભેદ પામવા કરે છે કોશિશ, આ નસીબ છે? કે મળેલો ચાન્સ? હું દરિયો કે કિનારો નથી. હું પોતે જ પાણી બની ગઈ છું. દરેક ભાવને સ્વીકારતી વહેતી રહી છું બેફિકર બની. પાપ પુણ્ય નો હિસાબ કોણ કરે? હવે જીવન તો માત્ર સ્વીકાર મળેલા આ અમૂલ્ય શ્વાસોનો એક ઉત્સવ માત્ર. પ્રજ્ઞા દાદભાવાળા સૃષ્ટિના બધા જ પ્રશ્નોનું નિરાકરણ છે ગીતા, પણ પ્રશ્નો ઉદભવવા જ ન દે તેનું નામ પિતા. ખુદાને હું ભૂલી જાવ જ્યારે સમીપ હોય પિતા... સર્વ ત્યાગી પોતાની ઈચ્છાઓની ખડકી દે ચિતા, પ્રફુલ સુંઢીયા ‘સ્વયં’ તારી પસંદનું, તારું ગમતું હું કરું, મારી પસંદનું, મારું ગમતું તું કરે. તારું અને મારું છોડીએ, ચાલને આપણે ફરી ફરી જીવી લઈએ. અંકિલ શાહ (કલ્યાણ મિત્ર)
    Click here to Read More
    Previous Article
    बालों की बढ़ेगी ग्रोथ और हेयरलॉस होगा कम... अमृता अरोड़ा ने शेयर किया मां का बनाया DIY हेयर ऑयल, आप भी कर सकते हैं ट्राय
    Next Article
    પહેલું સુખ તે...:દિવસ દરમિયાન કંઇ ન કરો તો…?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment