Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કૂલના પરિપત્રમાંથી પોક્સો કલમ હટાવવા વાલી મંડળની માગ:શિક્ષણમંત્રી ન મળતાં નારાજગી વ્યક્ત કરી, સુધારો નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી

    8 hours ago

    શાળાઓમાં વાલીઓના પ્રવેશ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના પરિપત્ર સામે ગુજરાત વાલી એકતા મંડળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. પરિપત્રમાં ઉલ્લેખિત પોક્સો કાયદા અંતર્ગતની કલમો દૂર કરવા અને નિયમોની પુનઃસમીક્ષા કરવાની માગ સાથે મંડળ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મંડળે સ્પષ્ટ કર્યું છે કે બાળકોની સુરક્ષા જેટલી જ મહત્ત્વપૂર્ણ વાલીઓના અધિકારો અને શાળાઓમાં પારદર્શિતા છે, તેથી જો પરિપત્રમાં તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. વાલીઓ અને બાળકોના હિત વચ્ચે સંતુલન જાળવવું જરૂરી ગુજરાત વાલી એકતા મંડળે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે દરેક વાલી પોતાના બાળકના અભ્યાસ, શૈક્ષણિક પ્રગતિ, વર્તન, શાળા પરિસરની સુરક્ષા તેમજ મળતી પ્રાથમિક સુવિધાઓ અંગે માહિતી મેળવવાનો કાયદેસરનો અધિકાર ધરાવે છે. શાળાઓમાં શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે તે બાબત આવકાર્ય છે, પરંતુ તેના નામે વાલીઓ માટે મુલાકાત, રજૂઆત કે ફરિયાદ કરવાના તમામ માર્ગો બંધ કરી શકાય નહીં. વાલીઓના પ્રવેશ પર અંકુશ મૂકતા નિયમો ઘડતી વખતે બાળકોની સુરક્ષાની સાથોસાથ વાલીઓના મૂળભૂત અધિકારોનું પણ સમાન રીતે રક્ષણ થવું જોઈએ. ફરિયાદ નિવારણ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવાની માગ ાળા સંકુલમાં જો કોઈ વિદ્યાર્થી સાથે શારીરિક મારપીટ, માનસિક હેરાનગતિ, પક્ષપાત કે ગંભીર બેદરકારી જેવી અનિચ્છનીય ઘટના બને, ત્યારે વાલીઓ તાત્કાલિક શાળાના જવાબદાર વહીવટી અધિકારી સુધી પહોંચી શકે તેવી મજબૂત વ્યવસ્થા હોવી અનિવાર્ય છે. આવી સંવેદનશીલ પરિસ્થિતિઓમાં ફરિયાદની તપાસ અને તેના ત્વરિત નિરાકરણ માટે ચોક્કસ પ્રક્રિયા નક્કી થવી જોઈએ, જેથી વિદ્યાર્થીના શિક્ષણ કે માનસિક સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન પહોંચે. આ સાથે શાળાઓમાં વાલીઓ અને મુલાકાતીઓ માટે પ્રવેશના નિયમો સ્પષ્ટ અને વ્યવહારુ હોવા જરૂરી છે. શિક્ષણમંત્રી સાથે મુલાકાત ન થતાં વાલી મંડળમાં આક્રોશ વાલી મંડળના પ્રતિનિધિઓ આ પરિપત્ર રદ કરવા અથવા તેમાં વાંધાજનક મુદ્દાઓ સુધારવા અંગે રૂબરૂ રજૂઆત કરવા ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રીને મળવા પહોંચ્યા હતા, પરંતુ તેમની સાથે બેઠક થઈ શકી નહોતી. મંત્રીની કચેરી દ્વારા બુધવારે આવવા જણાવવામાં આવતાં વાલી આગેવાનોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જાહેર જનતાને મળવા માટે ફાળવાયેલા નિયત દિવસે પણ જો મંત્રી ઉપલબ્ધ ન હોય, તો સામાન્ય વાલીઓએ પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે સચિવાલયના ધક્કા શા માટે ખાવા પડે તેવો વેધક સવાલ મંડળે ઉઠાવ્યો હતો. કલમો દૂર નહીં થાય તો આંદોલનનું એલાન વાલી મંડળના અગ્રણીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે નિયમિત ફી ભરીને શાળા વ્યવસ્થાપનમાં સહયોગ આપતા વાલીઓ કોઈ ગુનેગાર નથી કે તેમની સામે આવા આકરા કાયદાનું દબાણ ઊભું કરવામાં આવે. પરિપત્રમાં પોક્સો જેવી ગંભીર કલમો લાગુ કરવાની જોગવાઈથી વાલીઓમાં ભય અને અસંતોષ ફેલાયો છે. મંડળે ભારપૂર્વક જણાવ્યું કે વાલીઓ તેમજ મીડિયાના હિતોનું રક્ષણ થાય તે રીતે નિયમોમાં ફેરફાર થવા જોઈએ. જો સરકાર દ્વારા આ વિવાદાસ્પદ કલમો દૂર કરવાનો નિર્ણય તાકીદે નહીં લેવાય, તો વાલી હિત રક્ષાર્થે રાજ્યભરમાં મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વોટ ચોરીના આક્ષેપો સાથે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ:મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણના સરકાર અને ચૂંટણી પંચ પર પ્રહાર, વોટ ચોરીના આક્ષેપો સાથે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ
    Next Article
    લો બોલો ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દારૂની નેટવર્ક!:ગોડાઉનમાં 1.24 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 66,432 બોટલો જપ્ત કરી, રાજસ્થાનના 4 આરોપીઓ ઝડપાયા, શું લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે છે કોઈ કનેક્શન?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment