Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લો બોલો ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દારૂની નેટવર્ક!:ગોડાઉનમાં 1.24 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 66,432 બોટલો જપ્ત કરી, રાજસ્થાનના 4 આરોપીઓ ઝડપાયા, શું લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે છે કોઈ કનેક્શન?

    7 hours ago

    વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કોટંબી ગામની સીમમાં આવેલા શાહ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-3માં દરોડો પાડી વિદેશી દારૂના મોટા જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. સાંઈનાથ એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી વિદેશી દારૂની 1,490 પેટીઓમાં ભરેલી કુલ 66,432 બોટલો મળી આવી હતી, જેની કિંમત 1.24 કરોડ રૂપિયાથી વધુ થાય છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત 4 લાખની ફોર્ડ ફિગો કાર અને 56 હજારની કિંમતના 7 મોબાઇલ ફોન સહિત કુલ 1,28,85,552 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી રાજસ્થાનના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં હરિયાણાના સુમીત અને મહારાષ્ટ્રના પ્રધાનજી પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા ગ્રામ્ય LCB દ્વારા આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે. સાથે જ વિદેશી દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ તેજ કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ સાંઈનાથ એન્ટરપ્રાઈઝ કંપનીનું પતરાનું જે ગોડાઉન છે, તે આરોપીઓ દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું અને આ જગ્યા ઉપર દારૂનો સ્ટોક મહારાષ્ટ્ર અને હરિયાણા અને બીજા રાજ્યોમાંથી દારૂ સપ્લાય કરવાની માહિતી મળી છે. મનોહરલાલ રઘુનાથ બિશ્નોઈ, પ્રકાશ ઘેરારામ બિશ્નોઈ, પ્રવીણકુમાર બિશ્નોઈ અને દિનેશકુમાર બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે અને એક આરોપી સુનીલ હંગીરામ જાટને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. શું લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે કોઈ કનેક્શન છે? તેવા સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ પૂરતું એવું કોઈ કનેક્શન મળ્યું નથી, પણ તેઓ પ્રોફેશનલ રીતે ગોડાઉન ભાડે રાખીને કામ કરતા હતા. જેથી આ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ છે, કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. આ અત્યારે ગોડાઉન જે છે તે ભાડા એને આપવામાં આવ્યું હતું, પણ એ જો નિયમ અનુસાર એને જો જાણકારી આપવાની હોઈએ, તે જાણકારી અત્યાર સુધી કોઈ પણ ડિપાર્ટમેન્ટને કે પોલીસ ડિપાર્ટમેન્ટને કરવામાં આવી નથી. તો એના અનુસંધાને જો પણ કાયદેસર રીતે ભંગની ભાડુઆતનો કેસ હશે, તેના ઉપર પણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સ્કૂલના પરિપત્રમાંથી પોક્સો કલમ હટાવવા વાલી મંડળની માગ:શિક્ષણમંત્રી ન મળતાં નારાજગી વ્યક્ત કરી, સુધારો નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી
    Next Article
    કલોલ ક્રોસિંગ પર ઓવરબ્રિજના ગર્ડર લોન્ચિંગને પગલે ટ્રેન વ્યવહાર પ્રભાવિત:કેટલીક ટ્રેનો રદ, વલસાડ-વડનગર એક્સપ્રેસ ગાંધીનગર સુધી જ દોડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment