Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંજુસરના પ્રોવિઝન સ્ટોરમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ:મહિલા સહિત બે ઝડપાયા, ઘરેલુ ગેસના બોટલમાંથી નાના-મોટા બોટલમાં ગેસ ભરી ફરી સીલ મારી વેચાણ કરતા હતા

    2 days ago

    વડોદરા જિલ્લાના મંજુસર ગામે બસ સ્ટેન્ડ નજીક આવેલી એક કરિયાણાની દુકાનની આડમાં ચાલતા ગેરકાયદે ગેસ રિફિલિંગના કૌભાંડનો મંજુસર પોલીસે પર્દાફાશ કર્યો છે. દિલીપ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં રાંધણગેસના મોટા સિલિન્ડરમાંથી પાઇપ વડે નાના અને અન્ય બાટલાઓમાં ગેરકાયદે ગેસ ટ્રાન્સફર કરી, ફરી બોગસ સીલ લગાવીને ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી ગેસ રિફિલિંગનું જોખમી કામ કરતાં એક યુવક તેમજ દુકાન સંભાળતી મહિલાને રંગેહાથ ઝડપી લીધાં હતાં. મોટા સિલિન્ડરમાંથી ગેસ કાઢી નવું સીલ મારી વેચતાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, મંજુસર બસ સ્ટેન્ડ પાસે આવેલી દિલીપ પ્રોવિઝન સ્ટોર બહાર ગેસના બાટલાઓનો મોટો જથ્થો પડ્યો છે અને અંદર શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. પોલીસે ઓચિંતો છાપો મારતાં એક શખ્સ મોટા સિલિન્ડરમાંથી પાઇપ દ્વારા નાના બોટલમાં ગેસ ભરતો નજરે પડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ જુદી-જુદી એજન્સીઓ કે સ્થળોએથી સીલબંધ સિલિન્ડર મંગાવતા હતા અને બાદમાં સીલ તોડી તેમાંથી ગેસ કાઢી અન્ય બાટલા ભરતા હતા. ત્યારબાદ તેના પર ફરી નકલી સીલ અને ઢાંકણ લગાવી ગ્રાહકોને અસલી સિલિન્ડર તરીકે પધરાવી કાળો કારોબાર ચલાવતા હતા. 48 સિલિન્ડર, પાઇપ અને વજનકાંટો સહિત ₹1.09 લાખનો મુદ્દામાલ જપ્ત દુકાનમાં હાથ ધરાયેલી સઘન તપાસ દરમિયાન કોમર્શિયલ વપરાશના 13 અને ઘરેલુ વપરાશના નાના-મોટા 35 મળી કુલ 48 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. જેમાં કોમર્શિયલ ગેસના ભરેલા કે અર્ધભરેલા 10 અને ખાલી 3 બાટલા તેમજ ઘરેલુ વપરાશના મોટા 11 અને નાના 26 સિલિન્ડરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી બે મોબાઈલ ફોન, રિફિલિંગ કરવા માટે વપરાતી ખાસ પાઇપ, વજનકાંટો તેમજ ગેસના બોટલના સીલ અને ઢાંકણ સહિત કુલ ₹1,09,000નો મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કર્યો છે. રાજસ્થાનના યુવક અને સ્થાનિક મહિલા સામે ગુનો દાખલ આ ગેરકાયદે નેટવર્ક ચલાવવા બદલ પોલીસે મૂળ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના વતની અને હાલ મંજુસરની પરદેશી નગર સોસાયટીમાં રહેતા 30 વર્ષીય નરેન્દ્રસિંહ માનસિંહ રાજપૂત તેમજ મંજુસરના સોખડા રોડ પર આવેલી પરદેશી નગર સોસાયટીમાં રહેતાં 47 વર્ષીય રોશનબેન વોરા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રહેણાંક વિસ્તારમાં કોઈ પણ પ્રકારના સુરક્ષા સાધનો વિના ચાલતા આ જોખમી રિફિલિંગ કૌભાંડથી મોટી હોનારત સર્જાવાની શક્યતા હતી, જેને પોલીસે સમયસર ઝડપી પાડી છે.
    Click here to Read More
    Previous Article
    વતન જવા ટ્રેનની માંગ:દિવાળી પર્વે સુરત-વલસાડથી સૌરાષ્ટ્ર માટે સીધી સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવા PM મોદીને પત્ર લખી પૂર્વ ધારાસભ્યની રજૂઆત
    Next Article
    બીલીમોરા નવનાથ ધામમાં શરદ પૂર્ણિમાએ દુધોત્સવ ઉજવાયો:3500 લીટર દૂધનો મહાપ્રસાદ તૈયાર કરાયો, હજારો ભક્તો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment