Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળીયાહાટીનામાં મકાનના પહેલા માળે આખલો ચડ્યો:ગઈકાલ સાંજથી છત પર ફસાયેલા આખલાનું રેસ્ક્યૂ કામગીરી ન કરાતા સ્થાનિક તંત્ર સામે રોષ

    1 day ago

    ​જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીનામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગ્રામ પંચાયતની ઓફિસની બરાબર બાજુમાં આવેલા બે માળના મકાનના પહેલા માળે અચાનક આખલો ચડી ગયો હતો. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે કુતુહલ અને ચર્ચાનો વિષય બન્યો છે. તંત્રની ઘોર બેદરકારીને પગલે સ્થાનિકોમાં ભારે નારાજગી ગઈકાલ સાંજથી આખલો મકાનની છત ઉપર જ અડ્ડો જમાવીને બેસી ગયો છે, લાંબો સમય વીતી જવા છતાં સ્થાનિક તંત્ર કે જવાબદાર અધિકારીઓ હજુ સુધી ઘટના સ્થળે પહોંચ્યા નથી. મકાન ઉપર ફસાયેલા આ આખલાને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની રેસ્ક્યુ કામગીરી કે વ્યવસ્થા કરવામાં આવી નથી. ​ગ્રામ પંચાયતની ઓફિસની બિલકુલ બાજુમાં જ આટલી મોટી ઘટના બની હોવા છતાં જવાબદાર તંત્રની આ પ્રકારની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતાને લઈને સ્થાનિક રહીશો અને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લાંબો સમય થવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    पुणे और दानापुर के बीच 1 नवंबर से स्पेशल ट्रेन, इटारसी-सतना, प्रयागराज, आरा-बक्सर तक 4 राज्यों में 18 स्टॉपेज
    Next Article
    વતન જવા ટ્રેનની માંગ:દિવાળી પર્વે સુરત-વલસાડથી સૌરાષ્ટ્ર માટે સીધી સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવા PM મોદીને પત્ર લખી પૂર્વ ધારાસભ્યની રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment