Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નખત્રાણા રબારી સમાજની બેઠકમાં કરણ રબારી બન્યા પ્રમુખ:શિક્ષણ, એકતા અને કુરિવાજોથી મુક્તિ માટે જાગૃતિ લાવવાનો સંકલ્પ કરાયો

    9 hours ago

    સમાજની સાચી પ્રગતિ માટે શિક્ષણનો વ્યાપ વધારવો, સંગઠન મજબૂત બનાવવું અને વર્ષોથી ચાલી આવતી હાનિકારક સામાજિક પ્રથાઓથી દૂર રહેવું જરૂરી છે. આ સંદેશ સાથે નખત્રાણા માલધારી છાત્રાલય ખાતે નખત્રાણા તાલુકા રબારી સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પ્રમુખ માંડાભાઈ પન્નાભાઈ ભોપાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ નવી દિશામાં આગળ વધવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન તાલુકા કક્ષાના નવા હોદ્દેદારો અને કારોબારી સમિતિના સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. બેઠકમાં નખત્રાણા તાલુકા રબારી સમાજના પ્રમુખ તરીકે ઉગેડી ગામના સરપંચ કરણભાઈ ભોજરાજભાઈ રબારીની પસંદગી કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે મોસુણાના રામાભાઈ હભુભાઈ રબારી, મહામંત્રી તરીકે ખાંભલાના કાનાભાઈ આશાભાઈ રબારી, મંત્રી તરીકે વયારના લાખાભાઈ સોનાભાઈ રબારી અને ખજાનચી તરીકે મોસુણાના મુરાભાઈ ગાભાભાઈ રબારીને જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકા સમાજની કારોબારી સમિતિ માટે પણ સભ્યોની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો અને કાર્યકરોએ નવનિયુક્ત હોદ્દેદારોને આવકાર્યા હતા અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. બેઠકમાં સમાજના યુવાનો તથા નવી પેઢીને શિક્ષણ તરફ પ્રેરિત કરવા, સામાજિક એકતા વધારવા અને સંગઠનના માધ્યમથી સમાજના વિકાસ માટે સામૂહિક પ્રયાસો કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજમાં વ્યસન, દેખાદેખીની ફેશન, અંધશ્રદ્ધા, કુરિવાજો અને બિનજરૂરી ખર્ચ જેવી બાબતોને કારણે થતું આર્થિક તથા સામાજિક નુકસાન અટકાવવા જાગૃતિ લાવવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી હતી. સમાજના પરિવારોમાં શિક્ષણનું મહત્ત્વ સમજાય, યુવાનોમાં જવાબદારીની ભાવના વિકસે અને સામાજિક પ્રસંગોમાં આર્થિક બોજ વધારતી પ્રથાઓને બદલે સાદગી અપનાવવામાં આવે તે દિશામાં પ્રયાસો કરવાની વાત રજૂ થઈ હતી. નવનિયુક્ત પ્રમુખ કરણભાઈ રબારીએ જણાવ્યું હતું કે રબારી સમાજે સમયની સાથે આગળ વધવું હોય તો વ્યસન, અંધશ્રદ્ધા, કુરિવાજો, દેખાદેખી અને ખોટા ખર્ચમાંથી બહાર આવવું પડશે. શિક્ષણ, એકતા અને સંગઠનને પ્રાથમિકતા આપીને જ સમાજ સાચી પ્રગતિ કરી શકશે. આ માટે સમાજના સૌ આગેવાનો અને સભ્યોના સહકારથી સતત પ્રયાસો કરવામાં આવશે. બેઠકમાં માકપટ રબારી સમાજના પૂર્વ પ્રમુખ ખેંગારભાઈ પબાભાઈ રબારી સહિત વેલાભાઈ કમાભાઈ રબારી, ભીખાભાઈ કાનાભાઈ રબારી, ખીમાભાઈ આશાભાઈ રબારી, જેઠાભાઈ માંડાભાઈ રબારી, મંગલ વેલા રબારી, હીરાભાઈ રબારી (વયાર), ગાભાભાઈ રબારી (મોસુણા), મેઘા વંકા રબારી, બેરુ દેવાભાઈ રબારી, વંકાભાઈ રબારી (નખત્રાણા), ભીખા ચના રબારી (વિથોણ), હીરાભાઈ રબારી (ગંગોણ) અને નગરપાલિકાના સભ્ય કરમશીભાઈ રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ખડગેના પીએમ મોદી પરના વિવાદિત નિવેદનથી ભાજપ લાલઘૂમ:ગાંધીનગરમાં કાર્યકરોનો જમાવડો, 'હાય રે રાહુલ હાય રે સોનિયા'ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ
    Next Article
    બોદલા ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી ક્રેટા ઝડપાઈ:ખોટી નંબર પ્લેટ સાથે 14.47 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાલક ફરાર, મહેસાણા એલસીબીની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment