Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના મટવાડમાં અંબિકા નદી કિનારે ગેરકાયદે માટીખનન-દબાણ:ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી, 'લેન્ડ ગ્રેબિંગ' હેઠળ કાર્યવાહીની માગ

    17 hours ago

    નવસારીના ગણદેવી તાલુકાના મટવાડ ગામે નેશનલ હાઈવે નં. 48 પાસે અંબિકા નદી કિનારે ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી છે. તેમણે સરકારી જમીન પરના દબાણો દૂર કરી 'લેન્ડ ગ્રેબિંગ' હેઠળ કડક કાર્યવાહીની માગ કરી છે. એક ખાનગી જમીન માલિકે જમીન ખરીદ્યા બાદ સરકારી નદી ખરાબાની જગ્યામાં દબાણ કર્યું છે. નદી કિનારે દીવાલ બનાવવા અને લેવલિંગના નામે નંબર વગરના જેસીબી-હાઈવા ટ્રકોથી માટીખનન થઈ રહ્યું છે. આનાથી નદી અને હાઈવે પુલને નુકસાન થવાની શક્યતા છે. વન વિભાગની પરવાનગી વગર નદી કાંઠાના કિંમતી વૃક્ષો પણ કપાયા છે. પરંપરાગત સામાજિક-ધાર્મિક સ્થળો પર દબાણ થતા ગ્રામજનોના જીવન પર અસર પડી છે. ગ્રામજનોએ ખાણ ખનીજ અને વન વિભાગને ગેરકાયદે માટીખનન અટકાવવા, દંડ વસૂલવા અને ખાડાઓ પુરાવવાની માંગ કરી છે. કાર્યવાહી ન થતા આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.
    Click here to Read More
    Previous Article
    માર્ગ-મકાન વિભાગે ઇટાળવા ગામનું ગેરકાયદે પ્રવેશદ્વાર તોડી પાડ્યું:એરૂથી સિસોદ્રા ફોરલેન માર્ગના નિર્માણ માટે 76 કરોડના પ્રોજેક્ટને ગતિ મળશે
    Next Article
    ભરૂચમાં શેરપુરા ગામ પાસે NH-64 પર અંડરપાસ સહિતની સુવિધાઓની માંગ:ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment