Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખડસલિયાના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા:ઉખરલા ગામે યુવકનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો, આરોપીને ઝડપવા પોલીસ તપાસ શરૂ

    9 hours ago

    ભાવનગર નજીક ઉખરલા-માળનાથ રોડ પર એક યુવકનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૂળ ખડસલીયા ગામના અને હાલ ઘોઘારોડ પર આવેલા શિવપાર્ક-3માં રહેતા 29 વર્ષીય યુવાન ઉપર અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જે મામલે મૃતકના ભાઈએ વરતેજ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. શું છે સમગ્ર ઘટના? ખડસલીયા ગામે રહેતા અને પ્લમ્બિંગનું મજૂરી કામ કરતા દીપક હિંમત ડાભીએ વરતેજ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના નાના ભાઈ મુન્ના ડાભી સાથે રહી પ્લમ્બિંગનું કામ કરતા હતા. તા. 24 ઓક્ટોબરના રોજ ભાવનગર શહેરના હિલપાર્ક વિસ્તારમાં મકાનનું કામ ચાલી રહ્યું હોવાથી મુન્ના ત્યાં કામ સમજાવીને જતા રહ્યા હતા. બાદમાં કામ પૂર્ણ થયા પછી તેઓએ મુન્નાભાઈને ફોન કરતા તેણે ફોન રિસીવ ન કર્યો હતો. જેથી તેઓ ખડસલીયા ગામ જતા રહ્યા હતા. લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો હતો દરમિયાન તા.25 ઓક્ટોબરના સવારે પરિવારજનોને મુન્નાભાઈ ઉખરલા ગામથી માળનાથ રોડ પર અકસ્માતે ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યા હોવાની જાણ થતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં મુન્નાભાઈ રસ્તાની બાજુમાં લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા અને નજીક ઝાડી-ઝાંખરામાં તેમની મોટરસાયકલ પણ મળી આવી હતી. માથાના ભાગે ગંભીર ઈજા તેમજ શરીર પર છોલાણ સહિતના ઈજાના નિશાન જણાતા બનાવની જાણ વરતેજ પોલીસને કરવામાં આવી હતી. વરતેજ પોલીસની ટીમ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ સ્થળ પર દોડી જઇ તપાસ હાથ ધરી લાશને પીએમ અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખસેડી હતી. તા. 24 ઓક્ટોબરના બપોરના દોઢ વાગ્યાથી તા. 25 ઓક્ટોબરના સવારે 8.30 વાગ્યાના સમયગાળા દરમિયાન ઉખરલા-માળનાથ રોડ પર કોઈ અજાણ્યા શખ્સે કોઈ કારણોસર તેમના નાનાભાઈ મુન્નાભાઈના માથામાં હથિયાર વડે લોહીયાણ ઈજાઓ પહોંચાડી હત્યા કરી હતી. બનાવ સંદર્ભે વરતેજ પોલીસે અજાણ્યા શખ્સ સામે BNS કલમ 103(1) મુજબ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Diwali Celebrations Light Up New York's Times Square With Cultural Festivities. See Pics
    Next Article
    રોજનું 42 હજાર વ્યાજ ચૂકવતા, 70 હજાર માંગતા પતિ-પત્નીનો આપઘાત:8 લાખના 21 લાખ ચૂકવ્યા તો પણ વ્યાજખોરો બેફામ, રાજકોટમાં લસણના કારખાનામાં ગળાફાંસો ખાતા દીકરો નોંધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment