Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોજનું 42 હજાર વ્યાજ ચૂકવતા, 70 હજાર માંગતા પતિ-પત્નીનો આપઘાત:8 લાખના 21 લાખ ચૂકવ્યા તો પણ વ્યાજખોરો બેફામ, રાજકોટમાં લસણના કારખાનામાં ગળાફાંસો ખાતા દીકરો નોંધારો

    11 hours ago

    વ્યાજખોરીના ત્રાસે રાજકોટમાં કારખાનેદાર દંપતીનો જીવ લીધો છે. ગોંડલ હાઈવે પર કલ્પવનમાં રહેતા 40 વર્ષીય રમેશ ચાવડા અને તેમના પત્ની ભારતી ચાવડાએ અટીકા ફાટક પાસે લસણના કારખાનામાં 25 ઓક્ટોબરે રાત્રે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. મૃતકના ભાઈ લક્ષ્મીદાસે કહ્યું કે- ₹ 8 લાખ વ્યાજે લીધા હતા અને તેની સામે રૂપિયા 21 લાખ ત્રણ મહિનામાં ચૂકવી દીધા હતા. છેલ્લા એક સપ્તાહથી તો દરોજના 42 હજાર રુપિયા ચૂકવતા હતા, જો કે આજે 26મી ઓક્ટોબરથી 70 હજાર રુપિયા પ્રતિ દિવસ ચૂકવવાના હતા. જે ના ચૂકવી શકતા જીવન ટૂંકાવ્યું હતું. 'એક વ્યાજખોર મોરબી અને એક રાજકોટનો' મૃતકના પિતરાઈ ભાઈ લક્ષ્મીદાસે વધુમાં કહ્યું કે, આ પગલું ભર્યું છે તે મારા કાકાનો છોકરો છે, મારો ભાઈ થાય છે. વ્યાજખોરોના કારણે તેણે આ કર્યું છે. વ્યાજખોર એક મોરબીનો ભાઈ છે અને એક રાજકોટનો છે. લસણનો ધંધો કરવા માટે વ્યાજે પૈસા લીધા હતા. મારા ભાઈ સાથે જે થયું તે બીજા સાથે ન થાય અને વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરે તેવી સરકાર સમક્ષ અમારી માંગણી છે. પરિવારજનોમાં શોકનો માહોલ મૃતક દંપતીને સંતાનમાં એક 15 વર્ષનો દીકરો છે. જે માતા-પિતાના મોતથી નોંધારો બન્યો છે. જ્યારે પતિ-પત્નીની એક સાથે અર્થી ઉઠતા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. આ પણ વાંચો: રાજકોટમાં ડિપ્રેશનમાં રહેતા યુવાનનો આપઘાત આત્મહત્યાના બનાવો ઘટાડવા પ્રયાસ રાજકોટ જિલ્લામાં સામે આવતા આત્મહત્યાના બનાવોને ગંભીરતાથી લઈ રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયલ મલ્ટી-ડિસિપ્લિનરી ટીમ કાર્યરત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર યોગેશ જોગસણ તથા ડૉ.ધારા દોશીના નેતૃત્વમાં રિસર્ચ સ્કોલર્સ, ક્લિનિકલ કાઉન્સિલર્સ અને પોલીસ ટીમે સંયુક્ત મોરચો સંભાળ્યો હતો. આ ટીમે માત્ર પોલીસ મથકે નોંધાતા આપાત્તકાલીન કેસો સુધી સીમિત ન રહેતાં, ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને પીડિતોનું વ્યક્તિગત કાઉન્સેલિંગ કર્યું હતું. આ પહેલનું સૌથી સંવેદનશીલ પાસું એ રહ્યું કે, જે પરિવારોએ ભૂતકાળમાં આત્મહત્યાના કારણે પોતાના સ્વજન ગુમાવ્યા હતા, તેવા પરિવારોની પણ રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આવા પરિવારોમાં ફરી કોઈ સભ્ય હતાશા કે ડિપ્રેશનનો ભોગ ન બને તે માટે તેમને સાંત્વના આપી યોગ્ય માર્ગદર્શન અને મનોવૈજ્ઞાનિક સહાય પૂરી પાડવામાં આવી હતી. સતત ટેલિફોનિક ફોલોઅપ અને સ્થાનિક આશા વર્કરો તેમજ ગ્રામજનોના નેટવર્કથી પીડિતોની આસપાસ મજબૂત સુરક્ષા જાળું તૈયાર કરાયું આવ્યું છે. પોલીસની પહેલથી કેટલો ફાયદો થયો ગુજરાત અને રાજકોટ ગ્રામ્યની સ્થિતિ-શા માટે કરવું પડ્યું આ અભિયાન? NCRB અને પોલીસ ચોપડે આત્મહત્યાની ઘટનાના નોંધાયેલા ચિંતાજનક આંકડા ધ્યાનમાં લઇ રેન્જ આઇજી અને એસપીએ આ અભિયાન માટે બીડું ઉઠાવ્યું હતું. 1 રાજ્યમાં વધતા કેસ (NCRB): ગુજરાતમાં વર્ષ 2020માં 8,050, 2021માં 8,789, 2022માં 8,670, 2023માં 8,948 અને 2024માં 8,984 લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં પારિવારિક કલહ, આર્થિક સંકડામણ, દેવું, સામાજિક દબાણ અને માનસિક તણાવ મુખ્ય કારણો રહ્યા છે. 2 રાજકોટ ગ્રામ્યમાં આત્મહત્યાના પ્રયાસો: જિલ્લામાં વર્ષ 2024માં 438 અને વર્ષ 2025માં 443લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે વર્ષ 2026માં (31 મે સુધીમાં જ) 490 લોકોએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. 3 દૈનિક સ્થિતિ: જિલ્લામાં રોજના સરેરાશ 3થી 5 વ્યક્તિ આવા પ્રયાસો કરે છે, જેમાંથી સમયસર સારવારથી 80થી 90 ટકા લોકો બચી જાય છે. આ જ બચી ગયેલા લોકોને ફરી જીવન તરફ વાળવા પોલીસે બીડું ઝડપ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનને જે 477 લોકોનો સંપર્ક કર્યો તેની વિગતો જાતિગત પ્રમાણ: કુલ 477 કેસમાંથી 292 પુરુષ (61%) અને 185 મહિલાઓ (39%) સામેલ હતી. સૌથી વધુ જોખમ યુવા વર્ગમાં: 19 થી 45 વર્ષ: 198 પુરુષ અને 111 મહિલાઓ (સૌથી વધુ) 46 થી 60 વર્ષ: 47 પુરુષ અને 18 મહિલાઓ 60 વર્ષથી વધુ વય: 29 પુરુષ અને 23 મહિલાઓ 0 થી 18 વર્ષ: 18 કિશોર અને 33 કિશોરી
    Click here to Read More
    Previous Article
    ખડસલિયાના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા:ઉખરલા ગામે યુવકનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો, આરોપીને ઝડપવા પોલીસ તપાસ શરૂ
    Next Article
    Former Uttarakhand Chief Minister Harish Rawat Calls 'Madua' Momos Better Than Regular Momos. Here's How To Make Them

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment