Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ કાર્યકરો બેરિકેડિંગ તોડી, પોલીસ ભવનમાં ઘૂસ્યા:પોલીસ સાથે ઝપાઝપી, ગાંધીનગરમાં અમિત ચાવડા-મેવાણીની આગેવાનીમાં હલ્લાબોલ

    2 days ago

    ગુજરાતમાં પોલીસ દમન, તાનાશાહી અને કથિત ખોટા પોલીસ કેસોના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગાંધીનગરમાં અમિત ચાવડા-મેવાણીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા છે. કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. તેમજ બેરિકેટિંગ તોડી, પોલીસ ભવનમાં ઘૂસ્યા હતા. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, ભાજપના ઈશારે રાજ્યમાં પોલીસ દમન અને કથિત ખોટા પોલીસ કેસો થઈ રહ્યા હોવાના વિરોધમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ગાંધીનગરમાં ઉમટ્યાં છે. કાર્યકરોએ પોલીસ પ્રશાસન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. કરશનદાસ બાપુ ભાદરકાએ જણાવ્યું કે, ગુજરાત સર મુખત્યારશાહીઓના હાથમાં આવી ગયું છે, આજે એક એક ગુજરાતી દુઃખી છે. ભાજપ સત્તાના નકારાત્મક નશામાં એ રીતે આવી ગઈ છે કે ગમે એના ઉપર એફઆઈઆર કરી દે છે. બીજી તરફ હેમાંગ મહિપતરામ રાવલે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો પર પોલીસ દ્વારા દમન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    શેઠ સી.એન. વિદ્યાલયમાં વિદ્યાર્થીને લાફો મારનાર શિક્ષક સસ્પેન્ડ:શાળાએ પ્રાથમિક તપાસ રિપોર્ટ પણ સોંપ્યો, હવે શિક્ષણ નિરીક્ષક સ્થળ તપાસ કરી રિપોર્ટ DEOને સોંપશે
    Next Article
    પાટણમાં સિંધી સમાજે હિંગળાજ માતાજીનો 8મો પાટોત્સવ ઉજવ્યો:ચાચરિયા ચોક ખાતે યજ્ઞ, કન્યા પૂજન, મહાપ્રસાદ અને રાસ-ગરબાના કાર્યક્રમો યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment