Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ કાર્યકરો બેરિકેટિંગ તોડી, પોલીસ ભવનમાં ઘૂસ્યા:ગાંધીનગરમાં પોલીસ દમન, કથિત ખોટા કેસોના વિરોધમાં કોંગ્રેસ નેતાઓ આવેદનપત્ર આપશે, મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યાં

    8 hours ago

    ગુજરાતમાં પોલીસ દમન, તાનાશાહી અને કથિત ખોટા પોલીસ કેસોના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં વિપક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, જિગ્નેશ મેવાણી સહિતના વરિષ્ઠ નેતાઓની આગેવાનીમાં આજે આ કાર્યક્રમ યોજાવાનો છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, ભાજપના ઈશારે રાજ્યમાં પોલીસ દમન અને કથિત ખોટા પોલીસ કેસો થઈ રહ્યા હોવાના વિરોધમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ગાંધીનગરમાં ઉમટ્યાં છે. કાર્યકરોએ પોલીસ પ્રશાસન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. કરશનદાસ બાપુ ભાદરકાએ જણાવ્યું કે, ગુજરાત સર મુખત્યારશાહીઓના હાથમાં આવી ગયું છે, આજે એક એક ગુજરાતી દુઃખી છે. ભાજપ સત્તાના નકારાત્મક નશામાં એ રીતે આવી ગઈ છે કે ગમે એના ઉપર એફઆઈઆર કરી દે છે. બીજી તરફ હેમાંગ મહિપતરામ રાવલે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો પર પોલીસ દ્વારા દમન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કર્યા છે. કાર્યકરો પહોંચે તે પહેલાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ગુજરાત પોલીસ ભવન પહોંચે તે પહેલાં જ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. પોલીસ ભવન તરફ જતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉપરાંત, ચારેય તરફ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના આવેદન કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'આ થાંભલો મને છોડી રહ્યો નથી':દુઃખી દંપતીને સંતનો માર્મિક પાઠ, મુશ્કેલ સમયમાં પણ ખુશી જાળવી રાખવા 8 વાતોનું ધ્યાન રાખો
    Next Article
    ગિરનાર લીલી પરિક્રમા માટે તૈયારીઓ પૂરજોશમાં:કલેક્ટરએ પાણી, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરી, માનવ-પશુ સંઘર્ષ ટાળવા ફોરેસ્ટ ટ્રેકર્સ તૈનાત કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment