Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દોઢ ફૂટના થેલામાં રોકડા, અઢી ફૂટની બેગમાં ફોઇની લાશ ભરી!:શરીર પર ફરતાં જીવડાં અને તેના ઇંડાની સાઇઝ જોઇને પોલીસ નહીં ડૉક્ટરે ઉકેલ્યું રહસ્ય

    16 hours ago

    તારીખઃ 19મી ઓક્ટોબર સ્થળઃ જીવન રક્ષા ફ્લેટ, ખોખરા, અમદાવાદ ફ્લેટમાં રહેતા લોકોને માથું ફાડી નાખે તેવી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. પહેલાં તો એવું લાગ્યું કે કોઇ પશુ મરી ગયું હશે એટલે આવી તીવ્ર દુર્ગંધ આવતી હશે પણ હકીકત કંઇક જુદી જ હતી. રહેવાસીઓએ જ્યારે તપાસ કરી ત્યારે એક બંધ ફ્લેટમાંથી આ દુર્ગંધ આવતી હોવાની જાણ થઇ. જેથી કંઇક અજુગતું બન્યાની આશંકા સાથે પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો. કન્ટ્રોલ રૂમ તરફથી સૂચના મળતાં ખોખરા પોલીસ સ્ટેશનના PI બી.પી.સાવલિયા અને ડી સ્ટાફના PSI કે.ડી.પટેલ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો. જે ફ્લેટમાંથી દુર્ગંધ આવતી હતી ત્યાં જઇને જોયું તો બહારથી તાળું મારેલું હતું. પોલીસની ટીમે તાળું તોડાવ્યું અને નાક આગળ રૂમાલ રાખીને ફ્લેટમાં પ્રવેશ કર્યો એ સાથે જ સૌના મોંઢા ફાટી ગયા. નજર સામે એક બેગ પડી હતી અને તેમાં હતી મહિલાની લાશ. આ દૃશ્ય જોઇને કોઇને પણ ખબર પડી જાય કે મહિલાની હત્યા થઇ છે. પોલીસે ઘટના સ્થળે પંચનામા સહિતની જરૂરી કાર્યવાહી કરી અને લાશને પોસ્ટ મોર્ટમ માટે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ મોકલી આપી. *** જીવડાં જોઇને ડૉક્ટર્સે કહી દીધું- 72 કલાક પહેલાં હત્યા થઇ છે ફોરેન્સિક એન્ડ મેડિસીન એન્ડ ટોક્સિકોલોજી વિભાગના વડા પ્રોફેસર ડૉ. સૌમિલ મર્ચન્ટ તથા એસોસિએટ્સ પ્રોફેસર કલ્પેશ કોટરિયાએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું. પોસ્ટમોર્ટમ સમયે મહિલાનો મૃતદેહ કોહવાઇ ગયેલી હાલતમાં હતો. શરીર પર જીવડાં ફરતાં હતા. જીવડાં તથા ઇંડાની સાઇઝ જોતાં આ મહિલાની હત્યા 72 કલાક પહેલાં થઇ હોવાનું ડૉક્ટર્સે કહ્યું. મહિલાના ડાબા તથા જમણા ખભા પાસે ગરદન પર કાતરના 10થી 11 ઘા મારવામાં આવ્યા હોવાનું પણ પોસ્ટ મોર્ટમમાં ખૂલ્યું. ઉપરાંત ગળા ઉપર પણ એક ઊંડો ઘા હતો. જેથી મહિલાની હત્યા કાતરના ઘા ઝીંકીને કરાઇ હોવાનો પ્રાથમિક અભિપ્રાય ડૉક્ટર્સે પોલીસને આપ્યો હતો. આ તરફ પોલીસની તપાસ ચાલુ જ હતી. જેમાં મૃતક મહિલાનું નામ લક્ષ્મીબેન તિનોથીભાઇ ડાભી હોવાનું ખૂલ્યું હતું. તેમની ઉંમર 65 વર્ષની હતી. લક્ષ્મીબેનના પતિ તિનોથીભાઇ હિંમતનગરમાં સરકારી નોકરી કરતાં હતા અને તેમણે લક્ષ્મીબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. દરમિયાનમાં 2013માં તેમનું અવસાન થતાં લક્ષ્મીબેન ખોખરાના જીવન રક્ષા ફ્લેટમાં રહેવા માટે આવ્યા હતા. લક્ષ્મીબેનને કોઇ સંતાન નહોતું. તે એકલવાયું જીવન જીવતા હતા. એકલા રહેતા હોવાથી તેમનું મન ભક્તિભાવમાં પરોવાઇ ગયું હતું. તેઓ પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયા હતા. દરમિયાનમાં ડોક્ટર્સના પ્રાથમિક રિપોર્ટ અને ઘટનાસ્થળની સ્થિતિ જોઇને ખોખરા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો અને આરોપી કોણ છે તે દિશામાં આગળ વધી રહી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું કે તિનોથીભાઇની અગાઉની પત્ની અને તેને એક સંતાન છે. તેમણે આ જીવન રક્ષા ફ્લેટના મામલે લક્ષ્મીબેન સામે કોર્ટમાં દાવો કર્યો છે. જે કેસ હાલમાં ચાલુ છે. જેથી પોલીસે શું આ હત્યા પાછળ તેમનો હાથ છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરી હતી. *** આજુબાજુવાળાએ માહિતી આપી ને પોલીસને મહત્વની કડી મળી પોલીસે જ્યારે ફ્લેટના રહીશોની પૂછપરછ કરી તો એ પણ જાણવા મળ્યું કે, લક્ષ્મીબેન ધાર્મિક વૃત્તિવાળા હતા. તેમને આસપાસમાં કોઇની સાથે બહુ સંબંધ નહોતો પરંતુ તેમને ત્યાં 2-3 દિવસ પહેલાં એક યુવક આવ્યો હતો. તેની પૂછપરછમાં લક્ષ્મીબેન તેના પિતાના ફોઇ હોવાનું જણાવ્યું હતું. ફ્લેટના રહીશો પાસેથી મળેલી આ માહિતી પોલીસ માટે મહત્વની કડી સાબિત થઇ. પોસ્ટ મોર્ટમ કરનારા ડૉક્ટર્સે પણ કહ્યું હતું કે મહિલાની હત્યા 72 કલાક પહેલાં થઇ છે. જ્યારે ફ્લેટના રહીશો પણ કહી રહ્યાં હતા કે 2-3 દિવસ પહેલાં એક યુવક આવ્યો હતો. પોલીસે આ બન્ને વાતનો તાળો મેળવ્યો અને લક્ષ્મીબેનના ભત્રીજા કોણ-કોણ છે તેની વિગતો મેળવી. જેમાં એક નામ હતું પ્રહર્ષનું. 25 વર્ષનો પ્રહર્ષ રખિયાલમાં નરોત્તમ લાલભાઇની ચાલીમાં રહેતો હતો. તેના પિતાનું નામ અશ્વિનભાઇ અમીન (મકવાણા) છે. પોલીસે પ્રહર્ષને પૂછપરછ માટે બોલાવ્યો. જેમાં તેના હાથમાં કંઇક વાગેલું હોય તેવા નિશાન જોવા મળ્યાં હતા. પોલીસે તેને આ ઇજા વિશે પૂછ્યું તો તેણે અકસ્માતમાં વાગ્યું હોવાનું કહ્યું હતું. જો કે તેની આ વાત પોલીસના ગળે ન ઉતરી. પોલીસે કડકાઇથી પૂછપરછ કરતાં પ્રહર્ષ ભાંગી પડ્યો અને તેણે જ આ હત્યા કરી હોવાનું સ્વીકારી લીધું. જેથી પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડમાં પ્રહર્ષે લક્ષ્મીબેનની હત્યા શા માટે કરી, કેવા સંજોગોમાં કરી અને એ દિવસે શું-શું બન્યું હતું તે બધી હકીકત કહી દીધી. ખોખરા પોલીસ સ્ટેશનના PI સાવલિયાની સાથે ડી-સ્ટાફ PSI કામરાજભાઇ પટેલે પ્રહર્ષની પૂછપરછમાં જાણવા મળ્યું કે, તે 2 ભાઇઓ છે. જેમાં પ્રહર્ષ મોટો છે. તે લોન એજન્ટ છે અને GSTની કામગીરી સાથે જોડાયેલો છે. ઘટનાના આગલા દિવસે તેની પાસે રૂપિયા ભરેલો થેલો હતો અને તે ઘરેથી વડોદરા જવાનું કહીને નીકળ્યો હતો પણ કોઇ કારણોસર તેનું જવાનું કેન્સલ થયું. પ્રહર્ષના પિતા સિદ્ધાંતવાદી અને કડક સ્વભાવના હતા. જેથી પ્રહર્ષને લાગ્યું કે તે રૂપિયા ભરેલો થેલો લઇને ઘરે પાછો આવશે તો તેના પિતા પૂછપરછ કરશે. આ ડરના કારણે 15મી ઓક્ટોબરની રાત્રે તે પોતાના ઘરે જવાના બદલે પિતાના એકલા રહેતા ફોઇ લક્ષ્મીબેનના ઘરે પહોંચ્યો હતો અને સૂઇ ગયો હતો. 16 ઓક્ટોબર, શુક્રવાર લક્ષ્મીબેન રાબેતા મુજબ સવારે ઉઠ્યા અને જોયું તો પ્રહર્ષનો થેલો કડક નોટોથી ભરેલો હતો. થેલામાં મોટી રકમ હતી જેનાથી તે ચોંકી ગયા. તેમણે તરત જ પ્રહર્ષને ઊંઘમાંથી જગાડ્યો અને થેલામાં રહેલા રૂપિયા વિશે પૂછપરછ કરી. પ્રહર્ષે તેમને કોઇ સંતોષકારક જવાબ ન આપ્યો એટલે લક્ષ્મીબેને તેને કહ્યું કે હું તારા પપ્પાને ફોન કરીને બધી વાત કહી દઉં છું. આ શબ્દો સાંભળીને પ્રહર્ષ ગભરાઇ ગયો. તેણે ફોન ન કરવાનું કહ્યું. જેમાંથી બન્ને વચ્ચે ઝઘડો થયો. ઝઘડો ઉગ્ર બોલાચાલીમાં ફેરવાયો અને પ્રહર્ષ કાતર લઇ લક્ષ્મીબેન પર તૂટી પડ્યો. તે આડેધડ ઘા ઝીંકવા લાગ્યો. ઝપાઝપી દરમિયાન તેને પણ ડાબા હાથના અગૂંઠા પર તેમજ જમણાં હાથ પર વાગ્યું હતું. કાતરના ઉપરાઉપરી ઘામાં લક્ષ્મીબેનની ધોરી નસ કપાઇ જતાં તેઓ ત્યાં જ તરફડીને મૃત્યુ પામ્યા. ઘડીભરમાં શું બની ગયું તેની પ્રહર્ષને જરાપણ ભાન ન રહી. સામે જ લક્ષ્મીબેનની લાશ પડી હતી. જેને જોઇને તે ડઘાઇ ગયો અને ઘરને તાળું મારીને ફરાર થઇ ગયો. *** લાશ ફૂલી ગઇ એટલે બેગમાં ન સમાઇ ઘરમાં લક્ષ્મીબેનની લાશ પડી છે એ તેના સિવાય કોઇ જાણતું નહોતું. તેણે લાશને ઠેકાણે પાડવાનું મનોમન વિચારી લીધું અને લક્ષ્મીબેનની લાશને બેગમાં પેક કરીને નિકાલ કરવાનો પ્લાન બનાવ્યો. જેના માટે તેણે રખિયાલમાંથી 1750 રૂપિયામાં 28 ઇંચની બેગ ખરીદી હતી. બેગ લઇને તે લક્ષ્મીબેનના ફ્લેટમાં પાછો આવ્યો અને લાશને હાથ-પગ વાળીને બેગમાં મૂકી પણ હતી પરંતુ ઘટના બન્યાને થોડો સમય વિતી ગયો હોવાથી લાશ ફૂલી ગઇ હતી જેથી બેગમાં સમાતી નહોતી. પ્રહર્ષ ગમે તેમ કરીને લાશને બેગમાં પેક તો કરી દે પણ બેગ લઇને જવામાં કોઇ જોઇ જાય તેવું જોખમ પણ હતું અને લાશ વજનદાર હોવાથી એકલાં હાથે બેગ લઇ જવી પણ મુશ્કેલ હતી. વળી પાછું તેની પાસે બુલેટ હતું તેમાં લાશ લઇ જવી પણ અઘરી હતી. બીજી તરફ લક્ષ્મીબેનની સામે રહેતાં બહેને પણ એક વખત તે કોણ છે, લક્ષ્મીબેન તેના શું થાય વગેરે બાબતે પ્રશ્નો કર્યા હતા. આ તમામ પાસાંઓ વિચાર્યા બાદ તે લાશને બેગમાં મૂકીને જતો રહ્યો હતો. 2-3 વખત તેણે સોસાયટીમાં આંટા પણ માર્યા હતા પરંતુ તે લાશ ભરેલી બેગ લઇ જવાની હિંમત કરી શક્યો નહોતો. અંતે ડરનો માર્યો તે લાશનો નિકાલ કરવાનું માંડી વાળીને હત્યામાં વપરાયેલી કાતર લઇને જતો રહ્યો. રસ્તામાં તેણે ઘરની ચાવી અને કાતર ક્યાંક ફેંકી દીધા હતા. પોલીસે કાતર અને ઘરની ચાવી મેળવવાનો પ્રયાસ કર્યો હતો પણ તે હાથ લાગ્યા નહોતા. જ્યારે બેગ અને તેનું બીલ કબજે લીધું છે. આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં ફરીથી રજૂ કરાયો હતો. કોર્ટે તેને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગિરનાર લીલી પરિક્રમા માટે વહીવટી તંત્રની તૈયારીઓ શરૂ.:લાખો શ્રદ્ધાળુઓની ભીડની સંભાવના વચ્ચે કલેક્ટર યોગેશ ચૌધરીએ પાણી, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરી,કુલ 30 થી 32 પાણીના પોઇન્ટ્સ ઊભા થશે.
    Next Article
    Vivo Y600 Launched With 10,000mAh Battery, 50-Megapixel Rear Camera: Price, Specifications

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment