Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા ધામમાં શરદ પૂનમે ભક્તોનું અનોખું ઘોડાપુર ઉમટ્યું:મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

    22 hours ago

    સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં શરદ પૂનમે મા ચામુંડાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. અંદાજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. ચોટીલા ડુંગરના મહંત મનસુખગીરીએ જણાવ્યું કે, બે પૂનમ અને રવિવાર હોવાથી ગઈકાલે અને આજે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. વહેલી સવારની ઠંડી અને દિવસની ગરમી પણ ભક્તોની શ્રદ્ધાને ડગાવી શકી નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આ જગપ્રસિદ્ધ ધામ મા ચામુંડાનું નિવાસસ્થાન છે. માતા ચામુંડાને 64 જોગણી પૈકીનો એક અવતાર માનવામાં આવે છે. યાત્રાધામ ચોટીલામાં પણ દર પૂનમના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઊમટતું હોય છે. ચોટીલા મંદિરે વર્ષની 12 પૂનમોમાં સૌથી વધારે ભીડ બે પૂનમ દરમિયાન રહેતી હોય છે. એક કારતક માસની પૂનમ અને બીજી ચૈત્ર માસની પૂનમ. આજે ચોટીલા ધામમાં શરદ પૂનમે પણ ભક્તોનું અનોખું ઘોડાપુર ઉમટ્યુ હતું.
    Click here to Read More
    Previous Article
    મોદી પર અપશબ્દો કહેવા બદલ ખડગે સામે ફરિયાદ:પટનામાં કહ્યું હતું- "મોદીનો બાપ પણ જશે", CM સમ્રાટે કહ્યું- રાહુલ-ખડગે માફી માંગે
    Next Article
    પોલીસ દમન, કથિત ખોટા કેસોના વિરોધમાં કોંગ્રેસ આજે આવેદનપત્ર આપશે:પોલીસ ભવન તરફ જતા રસ્તાઓ પર બેરિકેડિંગ, કોંગ્રેસના કાર્યક્રમ પહેલાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment