Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં શરદ પૂર્ણિમાનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો:ગંગોત્રી સોસાયટી, રામેશ્વર મંદિર અને ઇન્દ્રનગરમાં ગરબા, આરતી અને દૂધ પૌવાનો પ્રસાદ

    1 day ago

    હિંમતનગરમાં શરદ પૂર્ણિમાનો ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. શહેરની ગંગોત્રી સોસાયટી, રામેશ્વર મંદિર અને ઇન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ગંગોત્રી સોસાયટીના ગબ્બર ચોકમાં ગબ્બર મિત્ર મંડળ દ્વારા શરદ પૂર્ણિમા ઉત્સવ યોજાયો. 2005માં શરૂ થયેલી આ પરંપરા હવે 21મા વર્ષમાં પ્રવેશી છે. આ આયોજનમાં ગંગોત્રી, ઇન્દ્રનગર સોસાયટી વિભાગ-બી અને સિલ્વર સ્કાય ફ્લેટના રહીશો જોડાયા હતા. માતાજીની આરતી બાદ ગરબા યોજાયા અને દૂધ પૌવા પ્રસાદીમાં અપાયા. રામનગરમાં 29 વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે, ત્યાં પણ શરદ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાયો. માતાજીની આરતી બાદ ગરબા યોજાયા અને રાત્રે દૂધ પૌવાની પ્રસાદી અપાઈ. ઇન્દ્રનગર-એ માં પણ 19 વર્ષથી નવરાત્રી મહોત્સવ યોજાય છે, જ્યાં આરતી, રાસ-ગરબા અને દૂધ પૌવાનો પ્રસાદ અપાયો.
    Click here to Read More
    Previous Article
    પંજાબ-હરિયાણામાં કરા પડ્યા, યમુનોત્રીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા:બંગાળની ખાડીમાં ઉઠ્યું ચક્રવાતી તોફાન અર્નબ; આંધ્ર પ્રદેશ સહિત 4 રાજ્યોમાં રેડ એલર્ટ
    Next Article
    સર્બિયામાં પુતિન સમર્થક રાષ્ટ્રપતિ વુચિચની હાર:વિદ્યાર્થી ગઠબંધને ચૂંટણી જીતી; તાનાશાહી વલણ સામે બે વર્ષથી પ્રદર્શન ચાલી રહ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment