Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાંદેરમાં 'ડુક્કર' કહેવા બાબતે થયેલી મજાક બની જીવલેણ:મિત્રએ જ મિત્રને ચપ્પુના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું, આરોપીઓને ઝડપી પાડવા પોલીસની કવાયત

    6 hours ago

    સુરતના રાંદેર વિસ્તારમાં નજીવી મજાક-મસ્તીમાં મિત્રએ જ મિત્રને મોત આપ્યું. એકબીજાને 'ડુક્કર' કહેવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ બે શખ્સોએ ભેગા મળી એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી તેને રહેંસી નાખ્યો હતો. ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા યુવકનું ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં મોત નીપજતાં મામલો હત્યામાં ફેરવાયો છે. આ બનાવ અંગે રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કવાયત તેજ કરી છે. મજાક મસ્તી દરમિયાન બોલાચાલી અને ઝપાઝપી થઈ પોલીસ ફરિયાદ અનુસાર, રાત્રે રાંદેર શીતલ ચાર રસ્તા નજીક સુભાષનગર પાસે આવેલા ગણપત ફર્નિચરના ગેટ પાસે આ ઘટના બની હતી. ત્યાં જાવિદ મુબીન શેખ પોતાના મિત્રો આરીફ ઉર્ફે ઇલ્લા, ઇરફાન ઉર્ફે કાલીયો, શાર્દુલ મન્સુર, મુકા તથા ઇરફાન ઉર્ફે કમાન્ડો સાથે ઊભા રહીને વાતચીત અને મજાક-મસ્તી કરી રહ્યા હતા. તે દરમિયાન જાવિદ અને ઇરફાન ઉર્ફે કમાન્ડો વચ્ચે એકબીજાને ‘ડુક્કર’ કહેવા બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. સાથીદારને ચપ્પુ સાથે બોલાવી છાતી-કપાળે ઉપરાછાપરી ઘા ઝીંક્યા ઝઘડો વધતાં જ ઇરફાન ઉર્ફે કમાન્ડોએ પોતાના અન્ય સાથી અસ્ફાક ઉર્ફે આસુને ચપ્પુ લઈને બોલાવ્યો હતો. અસ્ફાક ચપ્પુ લઈને આવતાની સાથે જ બંને જણાએ જાવિદ સાથે ફરી ઝઘડો કર્યો હતો અને ઇરફાને અસ્ફાક પાસેથી ચપ્પુ લઈ જાવિદ પર તૂટી પડ્યો હતો. તેણે જાવિદના ડાબા કપાળ, ડાબી છાતી, ડાબી પીઠ તથા બંને પગના ભાગે ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ બંને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યો લોહીલુહાણ હાલતમાં જાવિદને તાત્કાલિક નજીકની લાઇફ લાઇન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, ગંભીર ઇજાઓને કારણે આજે સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે મૃતકની પત્નીએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ઇરફાન ઉર્ફે કમાન્ડો રમઝાન શેખ અને અસ્ફાક ઉર્ફે આસુ દાઉદ મિયાણી સામે ફરિયાદ નોંધાવી છે. રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વાયુસેના પ્રમુખે કહ્યું- કોઈપણ લક્ષ્ય અમારી પહોંચની બહાર નથી:ઓપરેશન સિંદૂરમાં સાબિત કર્યું; દુશ્મનની વ્યૂહરચના મુજબ પોતાને ઢાળવું જરૂરી
    Next Article
    Javed Akhtar Calls Rashmika A Tamil Actor While Defending Her, Internet Reacts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment