Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાયુસેના પ્રમુખે કહ્યું- કોઈપણ લક્ષ્ય અમારી પહોંચની બહાર નથી:ઓપરેશન સિંદૂરમાં સાબિત કર્યું; દુશ્મનની વ્યૂહરચના મુજબ પોતાને ઢાળવું જરૂરી

    6 hours ago

    વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાએ પશ્ચિમ મોરચે 1,200 કિલોમીટર પહોળા અને 200 કિલોમીટર વિસ્તારમાં ચોક્કસ હુમલા કર્યા. તેનાથી સાબિત થયું કે વાયુસેનાની પહોંચથી કોઈપણ લક્ષ્ય બહાર નથી. તેમણે કહ્યું કે આ અભિયાને ફરી એકવાર દર્શાવ્યું કે દેશની સુરક્ષામાં વાયુસેનાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ઓપરેશનમાંથી એક પાઠ સ્પષ્ટ છે કે આપણે હંમેશાં અનેક વિકલ્પો પોતાની પાસે રાખવા જોઈએ અને દુશ્મનની વ્યૂહરચના બદલાય ત્યારે ઝડપથી તેની અનુસાર પોતાને ઢાળવામાં સક્ષમ હોવું જોઈએ. તેમણે આ વાત PTIને આપેલા ઈન્ટરવ્યુમાં કહી. વાયુસેનાનું વિઝન 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્ય સાથે જોડાયેલું છે 6 મે 2025: સેનાએ PoKમાં 9 આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવ્યાં 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. 26 પ્રવાસીઓની હત્યા કરવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા 9 આતંકવાદી ઠેકાણાં પર હુમલા કર્યા હતા. ભારત સરકારે કહ્યું હતું કે આ હુમલાઓમાં 100થી વધુ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 10 મેના રોજ ભારત અને પાકિસ્તાનના સૈન્ય કાર્યવાહી મહાનિર્દેશકો (DGMO) વચ્ચેની વાતચીત બાદ બંને દેશોએ સૈન્ય કાર્યવાહી રોકવા સંમતિ દર્શાવી હતી. ભારતની એરસ્ટ્રાઈકમાં અનેક પાકિસ્તાની એરબેઝ નષ્ટ થયા હતા ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના અનેક એરબેઝ નષ્ટ કર્યા હતા. ખાનગી કંપની મેક્સાર (Maxar)ના સેટેલાઇટે આ નષ્ટ થયેલા એરબેઝના ફોટા જાહેર કર્યા હતા. મેક્સારે પાકિસ્તાનના જે એરબેઝના ફોટા જાહેર કર્યા હતા, તેમાં સરગોધા, નૂર ખાન, ભોલારી અને સુક્કુરના એરબેઝ સામેલ હતા.
    Click here to Read More
    Previous Article
    નેતન્યાહૂએ ઈઝરાયલમાં બોમ્બ પડવાની AI તસવીર પોસ્ટ કરી:કહ્યું- ઈરાન પાસે પરમાણુ હથિયાર હોવું મોટો ખતરો; વિપક્ષે કહ્યું- PM ડર ફેલાવી રહ્યા છે
    Next Article
    રાંદેરમાં 'ડુક્કર' કહેવા બાબતે થયેલી મજાક બની જીવલેણ:મિત્રએ જ મિત્રને ચપ્પુના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું, આરોપીઓને ઝડપી પાડવા પોલીસની કવાયત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment