Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં દુર્લભ લીથનો રેતીયો સાપ રેસ્ક્યુ કરાયો:વાઈલ્ડલાઈફ રેસ્ક્યુઅરે ભામૈયા ચોકડી નજીકથી બચાવ્યો, સુરક્ષિત સ્થળે મુક્ત કરાયો

    6 hours ago

    પંચમહાલના ગોધરામાં ભાગ્યે જ જોવા મળતા 'લીથના રેતીયા સાપ'ની નોંધ કરવામાં આવી છે. 24 ઓક્ટોબર, 2026ના રોજ ભામૈયા ચોકડી નજીક રેસ્ક્યુ દરમિયાન આ સાપ મળી આવ્યો હતો. 'વોઈસ ઓફ નેચર ફાઉન્ડેશન'ના પ્રમુખ અને વાઈલ્ડલાઈફ રેસ્ક્યુઅર શાહબાઝ શેખ દ્વારા સાપનું સફળ રેસ્ક્યુ કરી તેની ઓળખ અને દસ્તાવેજીકરણની કામગીરી કરવામાં આવી હતી. ગોધરાના ભામૈયા ચોકડી વિસ્તારમાંથી દુર્લભ ગણાતી 'લીથના રેતીયા સાપ'ની પ્રજાતિ મળી આવી છે, જે સ્થાનિક જૈવવિવિધતાની દ્રષ્ટિએ નોંધપાત્ર છે. સુરક્ષિત રેસ્ક્યુ અને કુદરતી આવાસમાં વાપસી રેસ્ક્યુ કર્યા બાદ સાપના ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતા અને તેની ચોક્કસ ઓળખ માટે જરૂરી તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને કોઈપણ નુકસાન પહોંચાડ્યા વિના યોગ્ય કુદરતી વસવાટમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. વોઈસ ઓફ નેચર ફાઉન્ડેશનના પ્રમુખ શાહબાઝ શેખના જણાવ્યા અનુસાર, આ પ્રકારની નોંધો સરીસૃપોની પ્રજાતિઓ અને તેમના વસવાટ અંગે વૈજ્ઞાનિક માહિતી એકત્ર કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. ગોધરા આસપાસનાં સૂકાં ઝાડી-ઝાંખરાં અને ઘાસિયા મેદાનો પણ વન્યજીવોની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. નાગરિકોને અપીલ સંસ્થા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ જગ્યાએ સાપ જોવા મળે ત્યારે તેને હાનિ પહોંચાડીને કે મારી નાખવાને બદલે તાત્કાલિક વન વિભાગ અથવા તાલીમબદ્ધ રેસ્ક્યુઅરનો સંપર્ક કરવો જોઈએ, જેથી મૂગા જીવોની સાથે માનવ સુરક્ષા પણ જળવાઈ રહે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી પહેલાં કૃષ્ણના નામે 'ગીર ગાયનું નકલી ઘી' ઝડપાયું:દિવેલ-સોયાબિન તેલમાંથી બનાવી 600નું કિલો વેચતા, બ્રાન્ડ નેમ પણ 'બ્રજ મટુકી', 'કેશવ', જૂનાગઢ SOGની કાર્યવાહી
    Next Article
    મુખ્યમંત્રીએ રાજમાતા વિજય કુંવરબાના નિધન પર શોક વ્યક્ત કર્યો:રાજવી પરિવાર સાથે મુલાકાત કરી, તેમના સેવાકીય યોગદાનને બિરદાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment