Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પહેલાં કૃષ્ણના નામે 'ગીર ગાયનું નકલી ઘી' ઝડપાયું:દિવેલ-સોયાબિન તેલમાંથી બનાવી 600નું કિલો વેચતા, બ્રાન્ડ નેમ પણ 'બ્રજ મટુકી', 'કેશવ', જૂનાગઢ SOGની કાર્યવાહી

    7 hours ago

    દિવાળીના તહેવારો ટાણે જ જૂનાગઢમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતાં નકલી દેશી ઘીના મોટા કૌભાંડનો SOG દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડ નજીક દુકાન નં-15 ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં દિવેલાના વેપારની આડમાં સોયાબીન તેલ અને કેમિકલ ભેળવી ‘બ્રજ મટુકી’ તેમજ ‘કેશવ’ જેવી ધાર્મિક બ્રાન્ડના નામે ‘ગીર ગાયનું શુદ્ધ ઘી’ કહી ₹600 પ્રતિ કિલોના ભાવે ઝેર પધરાવવામાં આવતું હતું. કમલેશ સોઢા નામના રીઢા ભેળસેળિયા દ્વારા છેલ્લા 4-5 વર્ષથી આ ગોરખધંધો ચલાવવામાં આવતો હતો. જોકે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. અગાઉ પણ બે વાર શંકાસ્પદ ઘી બનાવતો ઝડપાયો હતો ત્યારે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. સોયાબીન તેલ, કેમિકલ અને એસેન્સમાંથી બનતું બનાવટી ઘી આ દરોડા દરમિયાન સામે આવેલી વિગતો મુજબ આરોપી મોટા વાસણોમાં સોયાબીન તેલ, દિવેલાનું તેલ, કૃત્રિમ ઘી ફ્લેવર તેમજ વિવિધ જોખમી કેમિકલો અને એસેન્સનું મિશ્રણ કરીને આ શંકાસ્પદ દેશી ઘી તૈયાર કરતો હતો. ઘી બનાવવા માટે વપરાતા મોટા કન્ટેનરમાં ખાસ પ્રકારની પાઈપલાઈન અને ફિટિંગ ગોઠવવામાં આવી હતી, જેના દ્વારા સીધું જ પ્રવાહી ડબ્બાઓમાં ભરી લેવાતું હતું. કારખાનામાંથી આઠથી વધુ જાણીતી બ્રાન્ડના ડબ્બા, નામાંકિત કંપનીઓના બનાવટી લોગોવાળા સ્ટીકરો તેમજ ઘીની સુગંધ આપતી એસેન્સની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો છે. અસલી ગીર ગાયના દેશી ઘીના નામે ₹600 પ્રતિ કિલો વેચાણ આરોપીઓ સાદા તેલ અને કેમિકલથી બનેલા આ નકલી ઘીના ડબ્બાઓ પર ગીર ગાયના શુદ્ધ દેશી ઘી તેમજ પ્રખ્યાત બ્રાન્ડ્સના નકલી લેબલ ચોંટાડી દેતા હતા. ત્યારબાદ બજારમાં આ ભેળસેળિયું ઘી અસલી અને પૌષ્ટિક હોવાનો દાવો કરીને ₹600 પ્રતિ કિલોના ભાવે ગ્રાહકોને પધરાવવામાં આવતું હતું. દિવાળીના તહેવારો નજીક હોવાથી મીઠાઈ અને અન્ય વાનગીઓમાં શુદ્ધ ઘીની માંગ વધી હોય એવા સમયે આ મોટા કૌભાંડનો પર્દાફાશ થતાં લોકોના સ્વાસ્થ્યને થનારું મોટું નુકસાન અટક્યું છે. લાખોનો મુદ્દામાલ જપ્ત, ફૂડ વિભાગની નિષ્ક્રિયતા સામે લોકરોષ SOGની કાર્યવાહી બાદ સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. તપાસ દરમિયાન લાખો રૂપિયાની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો, રો મટિરિયલ્સ અને સાધન-સામગ્રી જપ્ત કરવામાં આવી છે તેમજ કાયદેસરની તપાસ અર્થે સેમ્પલ સીલ કરી લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. બીજી તરફ, જે ગંભીર કામગીરી નિયમિત તપાસ કરીને અટકાવવાની જવાબદારી ફૂડ વિભાગની હતી તે કામગીરી પોલીસ તંત્રએ કરવી પડતાં સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતા સામે શહેરીજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે ફૂડ વિભાગના અધિકારી ચિંતન ત્રિવેદીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સ્થળ પરથી મળી આવેલો શંકાસ્પદ ઘીનો સમગ્ર જથ્થો હાલ સીઝ કરી લેવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા નમૂનાઓને સઘન પરીક્ષણ અર્થે વડોદરા સ્થિત સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આગામી 14 દિવસમાં લેબોરેટરીનો સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ તેમાં કયા પ્રકારની અને કેટલા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવી હતી તે સમગ્ર બાબત સ્પષ્ટ થશે, જેના આધારે કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અસલી અને નકલી ઘીનો ફરક સમજો નકલી ઘીથી 4 મોટા નુકસાન આ પણ વાંચો - ‘સાહસ પ્રીમિયમ’નું 900 કિલો ઘી નકલી નીકળ્યું:રૂ.300માં કિલો વેચતા, આ ભેળસેળ કરીને લોકોને ઝેર પધરાવતા તહેવારોની સિઝન નજીક આવતા જ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરતના ઉત્રાણમાંથી ગત 11 ઓક્ટોબર જપ્ત કરવામાં આવેલો 900 કિલો ઘીનો જથ્થો આખરે લેબોરેટરી ટેસ્ટમાં નકલી નીકળ્યો છે. માત્ર 300 રૂપિયે કિલોના સસ્તા ભાવે 'સાહસ શુદ્ધ ગાયનું ઘી' નામે આ ડુપ્લીકેટ ઘી વેચાઈ રહ્યું હતું. મિલ્ક ફેટની જગ્યાએ વેજીટેબલ ફેટની ભેળસેળ થતી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    आतंकवाद को पालने वाले देशों को Jaishankar की दो टूक, किसे सुना दिया? Jaishankar on terrorism
    Next Article
    ગોધરામાં દુર્લભ લીથનો રેતીયો સાપ રેસ્ક્યુ કરાયો:વાઈલ્ડલાઈફ રેસ્ક્યુઅરે ભામૈયા ચોકડી નજીકથી બચાવ્યો, સુરક્ષિત સ્થળે મુક્ત કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment