Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘શિક્ષણમંત્રી રીલ બનાવવામાં હોશિયાર છે':નણંદ નયનાબાનો ભાભી રિવાબાને ટોણો, કહ્યું-તમારી નિષ્ફળતા છુપાવવા પરિપત્ર લાવ્યા, શાળાઓ સરકારના બાપાની છે?

    12 hours ago

    જામનગરમાં શિક્ષણ વિભાગના નવા પરિપત્રને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. શાળાઓમાં પ્રવેશ અને ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી પર નિયંત્રણ મૂકતા પરિપત્ર સામે કોંગ્રેસ નેતા નયનાબા જાડેજાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ મુદ્દે તેમણે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા પર આકરા પ્રહારો કર્યા છે. નણંદ-ભોજાઈ વચ્ચે ફરી એકવાર શાબ્દિક જંગ છેડાતાં જામનગરના રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે. શિક્ષણમંત્રી રીલ બનાવવામાં વ્યસ્ત છે: નયનાબા કોંગ્રેસ નેતા નયનાબા જાડેજાએ શિક્ષણ વિભાગના નવા પરિપત્રને લઈને શિક્ષણમંત્રી રિવાબા જાડેજા સામે સીધું નિશાન સાધ્યું હતું. તેમણે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, "શિક્ષણમંત્રી રીલ બનાવવામાં વ્યસ્ત છે." નયનાબાએ આ નિવેદન દ્વારા શિક્ષણ વિભાગની પ્રાથમિકતાઓ અને શિક્ષણમંત્રીની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. શાળાઓ સરકારના બાપની નથી: નયનાબા શાળાઓમાં પ્રવેશ અને શૈક્ષણિક વ્યવસ્થાની માહિતી મેળવવા પર મૂકવામાં આવેલા નિયંત્રણો સામે નયનાબા જાડેજાએ આકરા શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "શાળાઓ સરકારના બાપની નથી." નયનાબાએ દલીલ કરી હતી કે શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ અને વાસ્તવિક સ્થિતિ સુધારવાને બદલે તંત્ર નિયંત્રણો લાદીને સત્યને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. શાળાઓમાં પ્રવેશ અને ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી પર નિયંત્રણ મૂકવાના નિર્ણય સામે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. શાળાઓની કથળેલી હાલત છુપાવવા પરિપત્ર બહાર પાડ્યાનો આક્ષેપ નયનાબા જાડેજાએ સરકારના હેતુ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યની શાળાઓમાં શિક્ષણનું સ્તર અને વ્યવસ્થા કથળી ગયાં છે. હાલમાં જનતા જાગૃત થઈ રહી છે અને શાળાઓની ખામીઓ સામે આવી રહી છે, ત્યારે આ વાસ્તવિકતા સામાન્ય લોકો સુધી ન પહોંચે તે માટે જ શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રકારનો પ્રતિબંધિત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્ર મુદ્દે જામનગરના રાજકારણમાં ગરમાવો શિક્ષણ વિભાગના નવા પરિપત્ર અને તેના વિરોધમાં નયનાબા જાડેજાએ કરેલા આકરા નિવેદનો બાદ જામનગરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. શિક્ષણમંત્રી રિવાબા જાડેજા સામે નયનાબાના પ્રહારોને પગલે બંને વચ્ચેનો રાજકીય અને શાબ્દિક વિવાદ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. શિક્ષણ વિભાગના પરિપત્રને લઈને આગામી દિવસોમાં રાજકીય માહોલ વધુ ગરમાવાની શક્યતા છે. આ પણ વાંચો: સરકારી સ્કૂલમાં પ્રવેશ અંગે સરકારે પરિપત્ર કર્યો, કોઈપણને આચાર્યની લેખિત મંજૂરી લેવી પડશે, નિયમ ભંગ કર્યો તો POCSO હેઠળ કાર્યવાહી સરકારી શાળાઓની વાસ્તવિક સ્થિતિ દર્શાવતા વીડિયો અને શૈક્ષણિક વ્યવસ્થાને લઈને રાજકીય પક્ષો દ્વારા ઉઠાવવામાં આવતા સવાલો વચ્ચે શિક્ષણ વિભાગે શાળાઓમાં બહારની વ્યક્તિઓના પ્રવેશ અને ફોટો-વીડિયો રેકોર્ડિંગને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. 21 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર થયેલા પરિપત્ર મુજબ, વિદ્યાર્થીઓની તસવીરો લેવા, વીડિયો ઉતારવા, ઓડિયો રેકોર્ડિંગ કરવા કે લાઇવ સ્ટ્રીમિંગ માટે પણ પૂર્વ મંજૂરી જરૂરી રહેશે. જો નિયમનો ભંગ કરશે તો POCSO હેઠળ કાર્યવાહી સહિતની જોગવાઈ કરવામાં આવી છે. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો) આ પણ વાંચો: 'સ્કૂલમાં પ્રવેશ પર POCSO ન લાગે', રાજ્યના પરિપત્ર સામે સવાલ, મંત્રી વાજા બોલ્યા- બાળકોની ગોપનીયતા જાળવવાનો હેતુ રાજ્ય સરકારે AAP અને CJPને સરકારી સ્કૂલોમાં પ્રવેશતા અટકાવવા માટે હવે કોઈને પણ એન્ટ્રી લેવી હશે તો આચાર્યની મંજૂરી ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. સરકારી શાળાઓની વાસ્તવિક સ્થિતિ દર્શાવતા વીડિયો અને શૈક્ષણિક વ્યવસ્થાને લઈને રાજકીય પક્ષો દ્વારા ઉઠાવવામાં આવતા સવાલો વચ્ચે શિક્ષણ વિભાગે શાળાઓમાં બહારની વ્યક્તિઓના પ્રવેશ અને ફોટો-વીડિયો રેકોર્ડિંગને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જો નિયમનો ભંગ કરશે તો POCSO હેઠળ કાર્યવાહી સહિતની જોગવાઈ કરવામાં આવી છે. આ પરિપત્રને સવાલો ઉઠી રહ્યા છે.(આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં કોંગ્રેસના મોંઘવારી, બેરોજગારી અને NEET મુદ્દે ભાજપ પર પ્રહાર:'વોટ બચાવો, દેશ બચાવો' અભિયાન, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી સુખદેવ પાનસેની હાજર રહ્યા
    Next Article
    भगवा, हिन्दू ख़तरे के नाम पर बीजेपी के लिए वोट कौन माँग रहा है? कहाँ है चुनाव आयोग?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment