Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુકરમુંડામાં આધેડ તાપી નદીમાં પડ્યા:ડૂબી જવાથી મોત, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો

    10 hours ago

    તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે તાપી નદીના કાવઠા પુલ પરથી કોઈ અગમ્ય કારણોસર નદીમાં પડી જવાથી 56 વર્ષીય આધેડનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કુકરમુંડામાં મદ્રેસાની બાજુમાં રહેતા અને નોકરી કરતા નિશીકાંતભાઈ પાવુલભાઈ પાટે (ઉં.વ. 56) ગત રોજ તાપી નદીના કાવઠા પુલ પરથી કોઈ અગમ્ય કારણોસર નદીના પાણીમાં પડ્યા હતા. ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું. જૂના કુકરમુંડા ખાતે તાપી નદીના કિનારે ઈરીગેશન પ્લાન્ટ પાસેથી આ બનાવ સામે આવ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્ર આશીષભાઈ નિશીકાંતભાઈ પાટે (ઉં.વ. 24, રહે. મદ્રેસાની બાજુમાં, કુકરમુંડા) એ તા. 25/10/2026 ના રોજ બપોરે 2 કલાકે કુકરમુંડા પોલીસ મથકે જાણ કરી હતી. જેના આધારે કુકરમુંડા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ-194 મુજબ અકસ્માત મોત નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે આગળની વધુ તપાસ કુકરમુંડા પોલીસ સ્ટેશન કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી પહેલાં કૃષ્ણના નામે 'ગીર ગાયનું નકલી ઘી' ઝડપાયું:દિવેલ અને સોયાબિન તેલમાંથી ઝેર બનાવી 600નું કિલો વેચતા, બ્રાન્ડ નેમ પણ 'બ્રજ મટુકી', 'કેશવ', જૂનાગઢ SOGની કાર્યવાહી
    Next Article
    બોટાદમાં કોંગ્રેસના મોંઘવારી, બેરોજગારી અને NEET મુદ્દે ભાજપ પર પ્રહાર:'વોટ બચાવો, દેશ બચાવો' અભિયાન, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી સુખદેવ પાનસેની હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment