Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જજના સગીર પુત્રએ મર્સિડીઝથી ટક્કર મારી:કેરળમાં સ્કૂટર સવારનું મોત, પીડિત પરિવારે કહ્યું- જજે પોલીસ સ્ટેશનમાં અપમાનિત કર્યા

    10 hours ago

    કેરળના કોચીમાં શનિવારે મોડી રાત્રે મર્સિડીઝ કારે સ્કૂટરને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં 55 વર્ષીય સ્કૂટરસવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, કાર ચલાવનાર એડિશનલ સેશન જજનો પુત્ર છે. તેની ઉંમર 17 વર્ષ છે. કાર જજના નામે નોંધાયેલી હતી. અકસ્માત રાત્રે 2થી 3 વાગ્યાની વચ્ચે થયો હતો. ઘટનાસ્થળના એક વીડિયોમાં કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત દેખાયો હતો. પીડિત પરિવારે આરોપ લગાવ્યો કે પોલીસ સ્ટેશનમાં જ્યારે તેમણે સગીરને કાર ચલાવવાની મંજૂરી આપવા અંગે સવાલ ઉઠાવ્યો, ત્યારે જજે તેમની સાથે અપમાનજનક ભાષામાં વાત કરી હતી. ઘટના પછીની 2 તસવીરો… 30 વર્ષથી ચલાવતા હતા ખાણીપીણીનો સ્ટોલ, ઘરે પરત ફરતી વખતે અકસ્માત અકસ્મતમાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઓળખ જયબાલકૃષ્ણન તરીકે થઈ છે. તેઓ છેલ્લાં લગભગ 30 વર્ષથી પોતાની પત્ની મંજુ સાથે રસ્તાની બાજુએ ખાણીપીણીનો સ્ટોલ ચલાવતા હતા. રિપોર્ટ મુજબ, જયબાલકૃષ્ણને શનિવારે રાત્રે ચિત્તૂર મંદિર પાસેનો પોતાનો સ્ટોલ બંધ કર્યો હતો. તેઓ દરરોજ સાંજે લગભગ 4 વાગ્યે દુકાન ખોલતા હતા અને ત્યાં મુખ્યત્વે ઢોસા સહિતનું શાકાહારી ભોજન વેચતા હતા. જયબાલકૃષ્ણન અને તેમની પત્ની દરરોજ સ્કૂટી પર લગભગ 20 કિલોમીટરની મુસાફરી કરીને દુકાને પહોંચતા હતા. તેમની પત્ની વેરિકોઝ વેન્સની સારવારને કારણે એક અઠવાડિયાની રજા પર હતી. અકસ્માત સમયે જયબાલકૃષ્ણન એકલા ઘરે પરત ફરી રહ્યા હતા. જજની મંજુરી વિના આરોપી કાર લઈને નીકળ્યો પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અલુવામાં રહે છે અને પોતાના માતા-પિતાની જાણ વગર મર્સિડીઝ-બેન્ઝ લઈને નીકળ્યો હતો. કાર વલ્લારપદમથી કલામસ્સેરી તરફ જઈ રહી હતી, ત્યારે તેણે જયબાલકૃષ્ણનની સ્કૂટીને ટક્કર મારી દીધી. ચેરાનેલ્લૂર પોલીસે કિશોરને ઘટનાસ્થળેથી કસ્ટડીમાં લીધો અને કાર જપ્ત કરી લીધી. આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 281 અને 106(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કલમો જાહેર રસ્તા પર બેદરકારીથી વાહન ચલાવવા અને બેદરકારીને કારણે મૃત્યુ થવા સંબંધિત છે. પોલીસે પ્રાથમિક તપાસના આધારે જણાવ્યું કે અકસ્માત સમયે સગીર ડ્રાઇવર નશામાં નહોતો. જોકે, આગળની તપાસ માટે તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. લક્ઝરી કાર સાથે જોડાયેલા માર્ગ અકસ્માતોની અગાઉની ઘટનાઓ… 21 જૂન 2026: થાણેમાં 251 કિમી પ્રતિ કલાકની ઝડપે BMW ડિવાઇડર સાથે અથડાઈ મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં આ જ વર્ષે બદલાપુર નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે પર ઝડપી BMW કાર ડિવાઇડર સાથે અથડાઈ ગઈ હતી. બે લોકોનાં મોત થયાં હતાં. ટક્કર એટલી જોરદાર હતી કે કારના અનેક ટુકડા થઈ ગયા હતા. કારનું એન્જિન અકસ્માતના સ્થળથી લગભગ 30 મીટર દૂર જઈને પડ્યું હતું. 15 સપ્ટેમ્બર 2025: BMWએ નાણાં મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરને ટક્કર મારી, મોત દિલ્હીમાં ગયા વર્ષે છાવણી મેટ્રો સ્ટેશન પાસે BMW કારની ટક્કરમાં નાણાં મંત્રાલયના અધિકારીનું મોત થયું હતું. નવજોત સિંહ પોતાની પત્ની સંદીપ કૌર સાથે બાઇક પર જઈ રહ્યા હતા. ત્યારે કારે પાછળથી ટક્કર મારી દીધી હતી. ----------------------------------------
    Click here to Read More
    Previous Article
    તાઇવાનના રાજદૂતે 'ધુરંધર'ની પ્રશંસા કરી:કહ્યું- 'ગયા વર્ષે જોયેલી ફિલ્મોમાં સૌથી શાનદાર લાગી'; આમિર, શાહરુખ અને અમિતાભના ફેન હોવાનો ખુલાસો
    Next Article
    'ગુજરાતમાં એક વર્ષની પાણીની અછત પૂરી થઈ જશે':સુરતમાં CMએ કહ્યું- મંગળવારે બધુ ફાઇનલ થઈ જશે; MP-રાજસ્થાન અને મહારાષ્ટ્રના CM સાથે બેઠક

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment