Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાઇવાનના રાજદૂતે 'ધુરંધર'ની પ્રશંસા કરી:કહ્યું- 'ગયા વર્ષે જોયેલી ફિલ્મોમાં સૌથી શાનદાર લાગી'; આમિર, શાહરુખ અને અમિતાભના ફેન હોવાનો ખુલાસો

    10 hours ago

    ભારતમાં તાઇવાનના રાજદૂત મુમિન ચેને રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર’ની પ્રશંસા કરી. શનિવારે દિલ્હીમાં ચાલી રહેલા તાઇવાન ફિલ્મ ફેસ્ટિવલમાં ચેને કહ્યું કે, ગયા વર્ષે જોયેલી ભારતીય ફિલ્મોમાં ‘ધુરંધર’ સૌથી પ્રભાવશાળી લાગી. ચેને આમિર ખાન અને શાહરુખ ખાનની પણ પ્રશંસા કરી. તાઇવાન ફિલ્મ ફેસ્ટિવલના માધ્યમથી ભારતીય દર્શકોને ત્યાંની સંસ્કૃતિ, ટેકનોલોજી અને સિનેમા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ફેસ્ટિવલ 24 અને 25 ઑક્ટોબરે દિલ્હીમાં યોજાઈ રહ્યો છે. ત્યારબાદ 31 ઑક્ટોબરે મુંબઈમાં તેનું આયોજન થશે. નોંધનીય છે કે, ભારત અને તાઇવાન વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો નથી, તેથી ચેન સત્તાવાર રીતે નવી દિલ્હીમાં સ્થિત તાઇપેઈ આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર (TECC)ના પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે, જે વાસ્તવિક રાજદૂત તરીકે કામ કરે છે. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં મુમિન ચેને કહ્યું, 'કારણ કે હું રાજકીય વિજ્ઞાનનો પ્રોફેસર છું અને હાલમાં રાજદૂત તરીકે કામ કરી રહ્યો છું. તેથી હું ભારતમાં ઘણી રાજકીય ફિલ્મો જોઉં છું.' તેમણે આગળ કહ્યું, 'ગયા વર્ષે મેં જોયેલી સૌથી પ્રભાવશાળી ફિલ્મ ‘ધુરંધર’ હતી.' ચેને આમિર ખાનની પણ પ્રશંસા કરી મુમિન ચેને કહ્યું, 'ભારતીય એક્ટર્સ અને ફિલ્મ મેકર્સની વાત કરીએ, તો આમિર ખાન ખૂબ પ્રભાવશાળી છે.' તેમણે કહ્યું, 'હું તેમની ફિલ્મો ત્યારથી જોઈ રહ્યો છું, જ્યારે તેઓ યુવાન હતા. હવે તેઓ ફિલ્મોમાં ઓછી એક્ટિંગ કરે છે. નિર્માતા તરીકે તેઓ ભારતીય સમાજ અને ગંભીર મુદ્દાઓ પર ખૂબ સારી ફિલ્મો બનાવે છે.' ચેને આગળ કહ્યું, 'શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન જેવા અન્ય મોટા ફિલ્મી કલાકારો પણ મને ખૂબ પસંદ છે.' તાઇવાનના લોકો પણ ફિલ્મો પસંદ કરે છે: ચેન ચેનએ કહ્યું કે, 'તાઇવાનના લોકો પણ ભારતીયોની જેમ ફિલ્મો પસંદ કરે છે. જોકે, ભારતમાં બહુ ઓછા લોકો તાઇવાનની ફિલ્મો વિશે જાણે છે. આવી સ્થિતિમાં આ ફેસ્ટિવલ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક જોડાણ વધારવાની તક છે.' ફેસ્ટિવલમાં રમતગમત, ટેક્નોલોજી અને સંસ્કૃતિ સાથે જોડાયેલી ફિલ્મો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમાં બેઝબૉલ પર આધારિત એક ફિલ્મ પણ સામેલ છે. તેના દ્વારા તાઇવાનમાં રમતગમતની લોકપ્રિયતા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે ભારત અને તાઇવાનના સહયોગથી બનેલી ફિલ્મ ‘ડેમન હન્ટર’ દર્શાવવામાં આવી હતી. લિંગે ભારતીય સિનેમાની પ્રશંસા કરતાં કહ્યું કે અહીં રોજિંદા જીવનની નાની-નાની વાતોમાંથી પણ સુંદર વાર્તાઓ બનાવવામાં આવે છે. ફેસ્ટિવલમાં તાઇવાનની સંસ્કૃતિ અને રામાયણ પર આધારિત ડાન્સ ફ્યુઝન ડ્રામા પણ રજૂ કરવામાં આવશે. આયોજકોને આશા છે કે આ પહેલથી બંને દેશો વચ્ચે ફિલ્મ અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન વધશે. આમિરની ફિલ્મોને તાઇવાનમાં ખૂબ પસંદ કરવામાં આવી તાઇવાનમાં ભારતીય ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થાય છે અને ત્યાંના લોકો તેમને ખૂબ પસંદ પણ કરે છે. અહીં ભારતીય ફિલ્મો મુખ્યત્વે ચીની ભાષાના સબટાઇટલ્સ સાથે દર્શાવવામાં આવે છે. તાઇવાનમાં આમિર ખાનની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવી છે. આમિરની ફિલ્મ ‘દંગલ’ તાઇવાનમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ છે. ફિલ્મે ત્યાં લગભગ 16.7 કરોડ તાઇવાની ડૉલરની કમાણી કરી હતી. ભારતીય રૂપિયામાં આ રકમ લગભગ 41 કરોડ રૂપિયા થાય છે. આ પછી ‘સિક્રેટ સુપરસ્ટાર’એ પણ તાઇવાનમાં સારું પ્રદર્શન કર્યું હતું. ફિલ્મે ત્યાં આશરે 8.55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેને એકસાથે 73 સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. તે સમયે તાઇવાનમાં કોઈ ભારતીય ફિલ્મની આ સૌથી મોટી રિલીઝ હતી. આમિર ખાનની ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ પણ તાઇવાનના દર્શકોને પસંદ આવી હતી. આ ફિલ્મે ત્યાં 5.98 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ ઉપરાંત ‘ધ લંચબોક્સ’, ‘અંધાધુન’ અને ‘બાહુબલી 2’ જેવી ભારતીય ફિલ્મોને પણ તાઇવાનમાં દર્શકોએ પસંદ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    16 કિલોથી વધુ વજનના સોનાના ઝુમકા જોઈને આંખો ફાટી જશે!:55 કારીગરોએ 5,840 કલાકની મહેનત પછી બનાવ્યું; ભારતીય ગોલ્ડ કંપનીએ દુબઈમાં લોન્ચ કર્યું 'મયૂર સહસ્ર'
    Next Article
    જજના સગીર પુત્રએ મર્સિડીઝથી ટક્કર મારી:કેરળમાં સ્કૂટર સવારનું મોત, પીડિત પરિવારે કહ્યું- જજે પોલીસ સ્ટેશનમાં અપમાનિત કર્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment