Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવતીએ સ્યુસાઈડ નોટ લખી આપઘાત કર્યો:'તું મરવા પડી છે જાતે મરી જા’ કહી યુવકે ત્રાસ ગુજારતાં મેઘાણીનગરની યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું

    3 days ago

    મેઘાણીનગરમાં રહેતી 23 વર્ષીય યુવતીને નજીકમા રહેતો યુવક છેલ્લા ચાર વર્ષથી સતત પીછો કરી માનસિક ત્રાસ આપતો હતો.યુવકથી કંટાળીને યુવતીએ 17 ઓક્ટોબરના રોજ સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આપઘાત પૂર્વે યુવતીએ લખેલી સુસાઇડ નોટ તેમજ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેમાં આ યુવક ત્રાસ આપી ‘તું મરવા પડી છે જાતે જ મરી જા’ કહેતો હોવાથી યુવતીએ આત્મહત્યા કરી હતી.આ અંગે સાબરમતી રીવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે યુવક સામે દુષ્પ્રેરણા સહિતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ધોરણ 1થી 5માં સાથે અભ્યાસ કરતા ચાંદલોડિયા ખાતે ખાનગી સર્વિસ સેન્ટરમાં એડવાઇઝર મેનેજર તરીકે નોકરી કરતા અને બીસીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા પિનાક બેંકરની 23 વર્ષીય બહેન દેવાંશી અને મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે રહેતો હર્ષ જીતેન્દ્રભાઈ ચૌહાણ ધોરણ 1થી 5માં સાયોના સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હોવાથી એકબીજાથી પરિચિત હતા. ભાઈ વોટ્સએપ સ્ટેટસ પર હર્ષ સાથેનો ફોટો જોઈ ગયો વર્ષ 2022માં દેવાંશીનું મેમ્કો પાસે અકસ્માત થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. તે સમયે દેવાંશીના વોટ્સએપ સ્ટેટસ પર હર્ષ સાથેનો ફોટો મુકાયેલો જોઈ ભાઈએ પૂછપરછ કરતાં હર્ષે તેનો ફોન લઈને જાતે ફોટો મૂક્યો હોવાનું અને હેરાન કરતો હોવાનું સામે આવ્યું હતું. બે વર્ષ પહેલાં હર્ષે મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે દેવાંશી સાથે તકરાર કરી લાફો મારતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જોકે હર્ષના માતા-પિતાએ હવે પછી હેરાન નહીં કરે તેવી ખાતરી આપતાં ફરિયાદ નોંધાવી ન હતી. એક વર્ષ પહેલા હર્ષના ત્રાસથી કંટાળી રિવરફ્રન્ટ પહોંચી હતી એક વર્ષ અગાઉ પણ હર્ષના ત્રાસથી કંટાળીને દેવાંશી ઘરેથી નીકળીને રિવરફ્રન્ટ પહોંચી ગઈ હતી. જ્યાં પરિવારે સમજાવીને ઘરે પરત લાવી હતી. દેવાંશીને અકસ્માતમાં ગાદી અને મણકાની તકલીફ હોવાથી તે ઘરમાં જ વધુ રહેતી હતી અને છેલ્લા 25 દિવસથી ગાંધીનગરના વાવોલ ખાતે ફઈના ઘરે રહેતી હતી. 16 ઓક્ટોબરે હર્ષે દેવાંશીના ઘરે જઈ તેના પિતાને કહ્યું હતું કે દેવાંશી મારી મંગેતર ક્રિષ્ણાને મેસેજ કરે છે તે બંધ કરાવજો, બીજા દિવસે 17 ઓક્ટોબરે બપોરે દેવાંશી ફઈના ઘરેથી નીકળી ગઈ હતી અને બાદમાં સાબરમતી નદીના ઘાટ નંબર 1 આગળથી તેની લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરતાં દેવાંશીના હાથે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં હર્ષ અવારનવાર હેરાન કરી 'તુ મરવા પડી છે જાતે મરી જા, કેમ જીવે છે, તારે જીવવાનો કોઈ અધિકાર નથી' તેવું કહી મરવા મજબૂર કરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ખેડૂત આંદોલન મામલે કોટડીયાની મધ્યસ્થી:ખેતરોમાં હાઈટેન્શન લાઈન નાખવા ખેડૂતોની મંજૂરી, કોરિડોર, MRC માં સમાવવા મામલે દિવાળી પૂર્વે સુખદ સમાધાનની CMની ખાતરી
    Next Article
    ભરૂચમાં UMAના રક્તદાન કેમ્પમાં 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત:Sanabil Youth Foundation અને Sharp Enterpriseના સહયોગથી યોજાયો કેમ્પ; લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment