Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ખેડૂત આંદોલન મામલે કોટડીયાની મધ્યસ્થી:ખેતરોમાં હાઈટેન્શન લાઈન નાખવા ખેડૂતોની મંજૂરી, કોરિડોર, MRC માં સમાવવા મામલે દિવાળી પૂર્વે સુખદ સમાધાનની CMની ખાતરી

    3 days ago

    મોરબી વીજપોલ મુદ્દે ખેડૂત આંદોલન મામલે સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડીયાએ સરકાર સાથે કરેલી મંત્રણા બાદ સુખદ સમાધાન થશે તેવું જાહેર કર્યું હતું. ખેતરોમાં હાઈટેન્શન લાઈન કે મોટા વીજ ટાવર નાખવા માટે ખેડૂતોનું રાઈટ ઓફવે મેળવવું, કોરિડોર બનાવવો તેમજ એમ.આર.સી કમિટીમાં ખેડૂતને પ્રધાન્ય આપવું જેવા મુદ્દાઓ અંગે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સહિતના મંત્રીઓ, સજીવો સહિતનાએ ચર્ચા કરી દિવાળી પહેલા સુખદ અંત આવશે તેવી ખાતરી આપી હતી. સીદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડીયાએ જણાવ્યું હતું કે, હું ખેડૂત પુત્ર સરકારનો એટલા માટે આભાર માનું છું કે આ આંદોલન શબ્દ ન કહી શકાય. ખેડૂતોની છાવણી હતી ત્યાં હું ગયો હતો અને મેં કહ્યું હતું કે સીદસર એક ધર્મસ્થાન તો છે જ પરંતુ ખેડૂત પુત્રોની ભૂમિ પણ છે ત્યારે બ્રિજ સોલ્યુશનનો એક લેટર CMને મોકલ્યો હતો. જેના અનુસંધાને સરકારે એક બિનરાજકીય તરીકે મને મધ્યસ્થી બનાવ્યો અને ખેડૂત તેમજ સરકાર સાથેનો વાર્તાલાપ લગભગ બે મહિના સુધી ચાલ્યો. 24 મુદ્દાઓ જે ખેડૂતના હતા એની પહેલી મીટિંગ ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને એગ્રીકલ્ચર મિનિસ્ટર જીતુભાઈ વાઘાણી સાથે સચિવો અને બધા ઊર્જા સચિવ બધા બેઠા હતા. 21 મુદ્દાનું નિરાકરણ આવ્યું હતું અને ત્રણ મુદ્દા જે પેન્ડિંગ હતા તે માટે મને બોલાવ્યો હતો. જે અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજી સાથે એક કલાકથી વધુ સમય ચર્ચા ચાલી હતી. ખેડૂતના દરેક પ્રશ્નોના નિરાકરણ કરવા માટે સરકાર કટિબદ્ધ છે અને મુખ્યમંત્રીનું કહેવું હતું કે ટૂંક સમયમાં એક ટેકનિકલ ટીમ સાથે કોઈ એવું કામ કરીએ કે જેથી કરીને ભવિષ્યમાં નાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય અને ખેડૂત પુત્રોને ન્યાય મળે. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં એટલે કે દિવાળી પહેલાનો સુખદ અંત આવે એવી 100% સંભાવના છે. ત્રણ પેન્ડિંગ મુદ્દાઓમાં એક કોરિડોરનો, એક ROW (રાઈટ ઓફ વે) જેનો સામાન્ય અર્થ 'જમીન પરથી પસાર થવાનો અથવા ઉપયોગ કરવાનો હક્ક' થાય છે. વીજ કંપનીઓ જ્યારે ખેડૂતની ખાનગી જમીન પરથી હાઈટેન્શન લાઈન કે મોટા વીજ ટાવર પસાર કરે છે ત્યારે કંપની તે લાઈન નીચે આવતી જમીનની પટ્ટી પર કામ કરવા અને લાઈન રાખવા માટે 'રાઇટ ઓફ વે' (RoW) મેળવે છે. આ અંતર્ગત ખેડૂતને પાક નુકસાની અને જમીન વપરાશનું વળતર ચૂકવવાનો નિયમ છે પરંતુ તેના નિયમો અને અપૂરતા વળતરને લીધે મોટો વિવાદ ચાલી રહ્યો છે જે ઉપરાંત પાક - પાણીની નુકસાની થતી હોય અને MRC (માર્કેટ રેટ કમિટી)માં ખેડૂતના જે કમિટીના સભ્યને પ્રાધાન્ય મળે એવા બેઝ ઉપર આ ત્રણ મુદ્દા હતા.
    Click here to Read More
    Previous Article
    કાશીમાં મોદીનો રોડ શો, સમર્થકોએ ફૂલો વરસાવ્યા:નમો ઘાટ પર એર શો જોઈ રહ્યા છે; રાફેલ-સુખોઈ જેવા 52 ફાઈટર પ્લેન કરતબ કરી રહ્યા છે
    Next Article
    યુવતીએ સ્યુસાઈડ નોટ લખી આપઘાત કર્યો:'તું મરવા પડી છે જાતે મરી જા’ કહી યુવકે ત્રાસ ગુજારતાં મેઘાણીનગરની યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment