Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં બહેનની મિત્રએ ન્યૂડ વીડિયો વાઈરલ કરી દીધો:યુવકની જાણ બહાર મોબાઇલમાંથી યુવતીએ વીડિયો મેળવીને પરિવારજનો અને મિત્રને મોકલ્યો

    6 days ago

    અમદાવાદમાં રહેતા યુવક યુવતીના ન્યૂડ વીડિયોને મોબાઈલ ફોનમાંથી લઈને વાયરલ કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવકની ધર્મની બહેનની મિત્રએ મોબાઈલ ફોનમાંથી વીડિયો લીધા હતા અને બાદમાં યુવકના પરિવારજનો અને મિત્રને મોકલી દીધા હતા. વીડિયો વાયરલ થયા હોવા બાબતેની જાણ થતા આ મામલે યુવકે વીડિયો વાયરલ કરનાર યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ન્યૂડ વીડિયો કોલ, સ્ક્રીન રેકોર્ડ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 22 વર્ષે યુવક તેના પરિવાર સાથે રહે છે અને કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. યુવકના ઘરના સામે એક યુવતી રહે છે જેને તેણે ધર્મની બહેન બનાવી છે. ઘરની નજીકમાં રહેતી એક યુવતી સાથે યુવકને છેલ્લા એક મહિનાથી પ્રેમ સંબંધ છે. 15 દિવસ પહેલા યુવક અને યુવતી વોટ્સએપના માધ્યમથી વીડિયો કોલમાં વાત કરતા હતા. વીડિયો કોલમાં વાતચીત દરમિયાન બંને ન્યૂડ થઈ ગયા હતા જેનો યુવકે સ્ક્રીન રેકોર્ડ કર્યો હતો. બંનેનો ન્યૂડ વીડિયો મોબાઇલમાં સેવ કરીને રાખેલો હતો. આ દરમિયાનમાં નવરાત્રી હોવાથી યુવકની ધર્મની બહેને ચણીયા ચોળીના ફોટો શૂટ કરવા માટે યુવકનો મોબાઈલ ફોન માંગ્યો હતો. 'તારો અને તારી પ્રેમિકાનો વીડિયો વાયરલ થયો છે' સાંજે મોબાઈલ ફોન પરત માંગ્યો હતો અને પૂછ્યું હતું કે તે આમાંથી ફોટા લઈ લીધા છે ત્યારે તેણે કહ્યું હતું કે મારા ફોનમાં જગ્યા નથી જેથી મેં મારી બહેનપણીના મોબાઇલ ફોનમાં ફોટા લઈ લીધા છે. બે દિવસ બાદ યુવકના ભાઈએ ફોન કરીને કહ્યું હતું કે, તારો અને તારી પ્રેમિકાનો વીડિયો વાયરલ થયો છે. જેથી આ બાબતે યુવકે તેની ધર્મની બેનને પૂછ્યું હતું કે, મારા મોબાઈલ ફોનમાંથી તે કોઈ મારો પર્સનલ વીડિયો લીધો છે જેથી તેણે કહ્યું હતું કે મેં કોઈ વીડિયો લીધો નથી. પરંતુ જે દિવસે મોબાઈલ લઈને ગઈ હતી ત્યારે કુરિયર મંગાવ્યું તું જે કુરિયર લેવા ગઈ ત્યારે ફોન મારી મિત્ર પાસે હતો. અમરાઈવાડીમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ મારી મિત્રએ તારો પર્સનલ વીડિયો લીધેલ હોય તો મને ખબર નથી. યુવક અને યુવતીનો ન્યુડ વીડિયો યુવકના પરિવારજનો અને સગા સંબંધીઓના મોબાઇલ ફોનમાં વાયરલ કરાયો હતો. યુવકની ધર્મની બહેનની મિત્રએ મોબાઈલ ફોનમાંથી જાણ બહાર પર્સનલ વીડિયો લઈને મોકલવામાં આવ્યો હતો. જેથી આ બાબતે યુવકે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર કોંગ્રેસની 26 ઓક્ટોબરે બેઠક:સંગઠન મજબૂત કરવા અને આગામી કાર્યક્રમો પર ચર્ચા થશે, સુનીલ કેદાર હાજર રહેશે
    Next Article
    Riyadh Airport Resumes Flight Operations Despite Houthi's "Unsafe" Warning

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment