Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સર્વિસ રોડ પર આડેધડ ભારે વાહનો ખડકાતાં લોકોને મુશ્કેલી:ચિલોડા ને.હા.ના સર્વિસ રોડ પર પાર્કિંગ, ટ્રાફિકજામની સમસ્યા

    1 day ago

    મોટા ચિલોડાથી હિંમતનગર તરફના નેશનલ હાઇવે પર સર્વિસ રોડનો ઉપયોગ હોટલોના પાર્કિંગ તરીકે થતો હોવાની ફરિયાદો ઊઠી છે. સર્વિસ રોડનું કામ પ્રગતિમાં છે અને તૈયાર થયેલા ભાગમાં ભારે વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ છે. જોકે, હાઇવેને અડીને આવેલી કેટલીક હોટલો દ્વારા સર્વિસ રોડ પર આડેધડ વાહનો ઊભાં રખાતાં રસ્તો અવરોધાતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. પરિણામે વાહનચાલકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, હોટલ સંચાલકો સર્વિસ રોડને જાણે પોતાની માલિકીનો હોય તેમ ઉપયોગ કરી રહ્યા છે. રોડ પર પાર્કિંગ અને અન્ય સાધનો ખડકી દેવાતાં વાહનોની અવરજવરમાં નડતર ઊભું થાય છે. ખાસ કરીને ભારે વાહનો પસાર થતા માર્ગ પર આવી સ્થિતિ અકસ્માતનું જોખમ વધારી શકે છે. આથી સર્વિસ રોડ પરના અવરોધો દૂર કરાવવા અને નિયમોનું પાલન કરાવવા માગ ઊઠી છે. સર્વિસ રોડ વાહનોની સલામત અવરજવર માટે બનાવાય છે કે હોટલોના પાર્કિંગ માટે, તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. જો જાહેર માર્ગ પર આડેધડ પાર્કિંગ થતું હોય તો જવાબદાર તંત્ર તેની તપાસ કરી કાર્યવાહી કેમ કરતું નથી, તેવો પ્રશ્ન છે. સ્થાનિકોએ નેશનલ હાઇવેના સંબંધિત અધિકારીઓને સ્થળ તપાસ કરી સર્વિસ રોડ પરથી નડતરરૂપ વાહનો દૂર કરાવવા તથા કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાહી ફાઉન્ડેશન દ્વારા ખીચડી-છાશનું વિતરણ:રાજપુર-ગોમતીપુરમાં 800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી-મસાલા છાશ અપાઈ
    Next Article
    Tiger Shroff Attack: How A Missed Bus Foiled The Shooters' Escape To Nepal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment