Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓડિશામાં બન્યું આરબીઆઈનું ડેટા સેન્ટર:બેંકિંગ અને પેમેન્ટ સિસ્ટમનો બેકઅપ બનશે, પીએમ મોદી આજે ઉદ્ઘાટન કરશે

    1 week ago

    દેશની બેંકિંગ અને ડિજિટલ નાણાકીય પ્રણાલીને આપત્તિઓ, તકનીકી ખામીઓ અને સાયબર જોખમોથી બચાવવા માટે ભારતીય રિઝર્વ બેંકે ઓડિશાના ખુર્દા જિલ્લામાં નવું અત્યાધુનિક ડેટા સેન્ટર તૈયાર કર્યું છે. તેનો મુખ્ય હેતુ દેશની સમગ્ર બેંકિંગ અને પેમેન્ટ સિસ્ટમ (યુપીઆઈ, આરટીજીએસ, એનઈએફટી)ને વિક્ષેપ વિના ચાલુ રાખવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તેનું ઉદ્ઘાટન કરશે. ભુવનેશ્વર નજીક ઇન્ફો વેલી-IIમાં 18.55 એકરમાં બનેલું આ પરિસર નવી મુંબઈ સ્થિત આરબીઆઈના મુખ્ય ડેટા સેન્ટરના ડિઝાસ્ટર રિકવરી બેકઅપ તરીકે કાર્ય કરશે. 170 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું લગભગ 170 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું આ ડેટા સેન્ટર નવી મુંબઈ સ્થિત આરબીઆઈની મુખ્ય ડેટા સુવિધાના બેકઅપ તરીકે કામ કરશે. તેનાથી દેશના મહત્વપૂર્ણ નાણાકીય આંકડાઓની સુરક્ષા અને સંરક્ષણ વ્યવસ્થા વધુ મજબૂત બનશે. અર્થશાસ્ત્રી રાજીવ સાહુના જણાવ્યા મુજબ, જો કોઈ કટોકટીની સ્થિતિમાં આરબીઆઈનું મુંબઈ સેન્ટર પ્રભાવિત થાય છે, તો આ ડેટા સેન્ટર મહત્વપૂર્ણ બેન્કિંગ અને નાણાકીય સેવાઓને પુનઃસ્થાપિત કરશે. અહીં ચલણ વ્યવસ્થાપન, કેન્દ્રીય બેન્કની કમ્પ્યુટિંગ સિસ્ટમ અને નાણાકીય ડેટાની સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ડેટા સેન્ટરને ડેટા મેનેજમેન્ટ, ડિઝાસ્ટર રિકવરી, સાયબર સિક્યુરિટી તેમજ કરન્સી મેનેજમેન્ટ, પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ અને રેગ્યુલેટરી ઓપરેશન જેવા કામો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. પાણી નહીં, ગેસથી આગ ઓલવવાની સિસ્ટમ ભારે સર્વર અને મોટા સુપરકમ્પ્યુટરનું વજન સહન કરવા માટે ઇમારતનો ફ્લોર મજબૂત રીઇન્ફોર્સ્ડ કૉન્ક્રિટથી બનાવવામાં આવ્યું છે. સુરક્ષા માટે બોમ્બ-પ્રૂફ દિવાલો, એડવાન્સ્ડ ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ (જે પાણી વિના ગેસથી આગ ઓલવે છે, જેથી કમ્પ્યુટરને નુકસાન ન થાય) લગાવવામાં આવી છે. આ દેશની ‘ડિજિટલ તિજોરી’ છે. તેનો એક ભાગ અથવા કોઈ .મોટી મશીનરી ખરાબ થઈ જાય તો પણ બીજો ભાગ એક સેકન્ડ પણ રોકાયા વિના કામ સંભાળી લે છે. ડેટા સેન્ટરમાં દરેક જરૂરી વસ્તુના બે બેકઅપ સેન્ટર વિશ્વના સૌથી ઊંચા ધોરણો (ટિયર-IV) પર બનાવવામાં આવ્યું છે. વીજળી, ઇન્ટરનેટ અને કૂલિંગનો બેકઅપ 2એન+1 ફોર્મેટમાં છે. એટલે કે દરેક જરૂરી વસ્તુના બે બેકઅપ હંમેશાં તૈયાર રહેશે. સર્વરને સતત ચાલુ રાખવા માટે વીજ પુરવઠો, જનરેટર, કૂલિંગ અને કનેક્ટિવિટીની વધારાની વ્યવસ્થા રાખવામાં આવી છે. મુંબઈ-ચેન્નઈ જેવા મહાનગરોની સરખામણીએ ઓડિશામાં ઇન્ટરનેટ અને ડેટા ટ્રાફિકનું દબાણ ઓછું છે. ડેટા સેન્ટર માટે ઓડિશાની જ પસંદગી શા માટે કરવામાં આવી ? આ પ્રોજેક્ટનો શિલાન્યાસ 22 માર્ચ, 2023ના રોજ તત્કાલીન RBI ગવર્નર શક્તિકાંત દાસે કર્યો હતો. ડેટા સેન્ટર માટે આ સ્થળની પસંદગી એટલા માટે કરવામાં આવી છે, કારણ કે આ વિસ્તાર હિમાલયના ઊંચા ભૂકંપીય જોખમવાળા વિસ્તારોમાંથી દૂર છે. સાથે જ મુંબઈ-ચેન્નાઈ જેવા સમુદ્રી સબ-સી કેબલવાળા ટ્રાફિક જામથી દૂર હોવાને કારણે આ સ્થળ ભૂ-રાજકીય જોખમો અને કુદરતી આપત્તિઓથી સુરક્ષિત રહેશે. આ વિસ્તાર ભારતની આંતરરાષ્ટ્રીય સરહદોથી ઘણો અંદરના ભાગમાં આવેલો છે. તેથી વિદેશી મિસાઇલ કે ડ્રોન હુમલાનો ખતરો નથી. ----------------------------- આ સમાચાર પણ વાંચો… PMએ ઓડિશામાં ₹47,600 કરોડના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા:પહાડપુરમાં રાષ્ટ્રપતિ મુર્મુના સાસરિયાની મુલાકાત લીધી PM નરેન્દ્ર મોદીએ શનિવારે ઓડિશાના મયુરભંજ જિલ્લાના રe/રંગપુરમાં આયોજિત 'વિકાસ રા ધારા, ઓડિશા સારા' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાજ્યમાં ભાજપ સરકારના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    હૂતીઓએ સાઉદીના તેલ મથકો-એરપોર્ટ્સ પર હુમલો કર્યો:મક્કા-મદીનામાં મિસાઇલોના ટુકડા પડવાની ચેતવણી, આ મહિને સાઉદી પર 6 મોટા હુમલા થયા
    Next Article
    Rupee Under Pressure: How Should Families Budget For Overseas Education?

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment